આજના વોલેટાઈલ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી શાનદાર રિકવરી સાથે બંધ થયા છે. IT શેર્સે બજારને મોટો ટેકો આપ્યો. જાણો આવતીકાલે 3 જૂને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કયા લેવલ પર જોવા મળશે એક્શન.
આખા દિવસમાં 2222 શેર્સ વધ્યા, જ્યારે 1803 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો અને 165 શેર્સના ભાવમાં કોઈ ફેરફાર ન હતો.
Market Outlook: ભારતીય શેરબજાર માટે 2 જૂનનો દિવસ ભારે ઉતાર-ચઢાવ (વોલેટાઈલ) વાળો રહ્યો હતો. ગેપ-ડાઉન ઓપનિંગ છતાં બજારમાં નીચલા સ્તરેથી જોરદાર ખરીદી નીકળી હતી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સેક્ટરના શેર્સમાં આવેલી જબરદસ્ત તેજીના આધારે બજાર દિવસના અંતે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યું હતું.
સેન્સેક્સ અને નિફ્ટીનું ક્લોઝિંગ લેવલ
સેન્સેક્સ 382.50 પોઇન્ટ (0.52%) ઉછળીને 74,649.84 પર બંધ થયો. નિફ્ટી 100.95 પોઇન્ટ (0.43%) ના વધારા સાથે 23,483.55 ની સપાટી પર બંધ રહ્યો.આખા દિવસમાં 2222 શેર્સ વધ્યા, જ્યારે 1803 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો અને 165 શેર્સના ભાવમાં કોઈ ફેરફાર ન હતો.
કયા સેક્ટરમાં રહી તેજી અને ક્યાં આવી મંદી?
આજે બજારને બચાવવાનો સંપૂર્ણ શ્રેય IT ઇન્ડેક્સને જાય છે. નિફ્ટી IT ઇન્ડેક્સમાં 4.3% નો જંગી ઉછાળો આવ્યો હતો. TCS, ઇન્ફોસિસ, HCL ટેક અને ટેક મહિન્દ્રા જેવા દિગ્ગજ શેર્સે નિફ્ટીને આઉટપરફોર્મ કર્યો હતો. આ ઉપરાંત PSU બેંક, ઓટો, મેટલ અને રિયલ્ટી શેર્સમાં પણ 0.5% થી 1% સુધીનો વધારો નોંધાયો હતો. બીજી તરફ, ફાર્મા, હેલ્થકેર અને પાવર ઇન્ડેક્સ દબાણમાં રહ્યા હતા અને તેમાં 0.3% થી 0.8% નો ઘટાડો નોંધાયો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેર્સ પણ તેજીમાં સામેલ રહ્યા હતા.
3 જૂન માટે નિફ્ટીનું આઉટલુક
નિષ્ણાતોના મતે આવતીકાલે બજારની ચાલ કેવી રહેશે તે જાણવું ખૂબ અગત્યનું છે.
LKP સિક્યોરિટીઝ રૂપક ડેના મતે,,,નિફ્ટીએ આજે 23,200 આસપાસ સપોર્ટ લઈને 23,500 સુધી રિકવરી બતાવી છે. જોકે, ઓવરઓલ ટ્રેન્ડ હજુ નબળો જ છે. દૈનિક ચાર્ટ પર RSI બેરિશ ક્રોસઓવરમાં છે. આવતીકાલે નિફ્ટી માટે પહેલો સપોર્ટ 23,420 પર છે, જો આ તૂટશે તો નિફ્ટી ફરી 23,200 તરફ જઈ શકે છે. ઉપરની તરફ 23,600 નું લેવલ મોટો રેઝિસ્ટન્સ બનશે.
Centrum Finverseના નિલેશ જૈને જણાવ્યું કે,,,નિફ્ટીએ સળંગ બે દિવસના ઘટાડાને તોડીને 'બુલિશ કેન્ડલ' બનાવી છે. 23,230 એક મજબૂત સપોર્ટ છે અને ઉપર 50-DMA ના હિસાબે 23,690 મોટો રેઝિસ્ટન્સ છે. જો બજાર 23,700 ની ઉપર નીકળશે તો વધુ તેજી આવી શકે છે. સારા સમાચાર એ છે કે INDIA VIX (વોલેટિલિટી ઇન્ડેક્સ) 7% ઘટીને 15 પર આવી ગયો છે, જે બજાર માટે પોઝિટિવ સંકેત છે.
આવતીકાલ માટે બેંક નિફ્ટીનું આઉટલુક
SBI સિક્યોરિટીઝના સુદીપ શાહના મતે,,,બેંક નિફ્ટી માટે હાલ 53,200-53,100 ની રેન્જ તાત્કાલિક સપોર્ટનું કામ કરશે. જો આ સપોર્ટ તૂટશે તો બેંક નિફ્ટી સીધો 52,700 અને ત્યારબાદ 52,300 સુધી ગગડી શકે છે. ઉપરની તરફ 54,000-54,100 ની રેન્જ મોટો રેઝિસ્ટન્સ રહેશે.
LKP સિક્યોરિટીઝ વત્સલ ભુવાએ જણાવ્યું કે,,,સળંગ 4 દિવસના ઘટાડા બાદ બેંક નિફ્ટીમાં 53,000 ની આસપાસ ખરીદી જોવા મળી છે. જ્યાં સુધી બેંક નિફ્ટી 54,300 નો આંકડો પાર ન કરે ત્યાં સુધી ટ્રેન્ડ સાઈડવેઝ અથવા બેરિશ જ રહેશે. ટ્રેડર્સે 53,000 ના સપોર્ટ અને 54,300 ના રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને લેવલ-બેઝ્ડ ટ્રેડિંગ કરવું જોઈએ.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.