Share Market Crash: સેન્સેક્સ 900 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ધડામ, જાણો શેરબજારમાં આવેલા ભૂકંપના 5 મુખ્ય કારણો | Moneycontrol Gujarati
Get App

Share Market Crash: સેન્સેક્સ 900 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ધડામ, જાણો શેરબજારમાં આવેલા ભૂકંપના 5 મુખ્ય કારણો

આજના શેરબજારમાં ભારે કડાકો. સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટીને 73,731 પર અને નિફ્ટી 23,220 પર આવી ગયો. US-ઈરાન તણાવ અને IT શેરોના દબાણ સહિત બજાર તૂટવાના 5 કારણો જાણો.

અપડેટેડ 11:39:05 AM Jun 03, 2026 પર
Story continues below Advertisement
યુદ્ધની દહેશતને કારણે કાચા તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 1% ઉછળીને 97 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે.

Share Market Crash: સળંગ ચાર દિવસના ઘટાડા બાદ ગઈકાલે શેરબજારે શ્વાસ લીધો હતો અને રોકાણકારોને આશા હતી કે બજારમાં ફરી તેજી આવશે. પરંતુ આજે માર્કેટ ખૂલતાની થોડી જ વારમાં બેયર્સફરીથી હાવી થઈ ગયા છે. બજારમાં 1% થી વધુનો મોટો કડાકો બોલી ગયો છે, જેનાથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે.

સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ

બજારમાં આજે ચારેતરફ વેચવાલીનો માહોલ છે. મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો,,સેન્સેક્સ 918.81 પોઈન્ટના મોટા કડાકા સાથે 73,731.03 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 953.39 પોઈન્ટ તૂટીને 73,696.45 સુધી નીચે ગયો હતો. ફ્ટી 263.15 પોઈન્ટના ઘટાડા સાથે 23,220.40 ના સ્તરે છે. નિફ્ટીએ આજે 23,211.50 નું નીચલું સ્તર બનાવ્યું હતું. મોટી કંપનીઓ (લાર્જ કેપ) ની સાથે સાથે બ્રોડર માર્કેટનો મૂડ પણ ખરાબ છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 બંને ઇન્ડેક્સમાં લગભગ 1% નો ઘટાડો નોંધાયો છે.

બજાર કેમ તૂટ્યું? જાણો કડાકાના 5 મુખ્ય કારણો

આજના શેરબજાર ક્રેશ પાછળ વૈશ્વિક અને સ્થાનિક એમ બંને પરિબળો જવાબદાર છે. મુખ્ય 5 કારણો નીચે મુજબ છે.


1. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકી સેનાના અહેવાલ મુજબ, ઈરાને બહેરીન, કુવૈત અને અન્ય કેટલીક જગ્યાઓ પર મિસાઈલ હુમલા કર્યા છે, જેને નિષ્ફળ કરવામાં આવ્યા છે. આ ભૌગોલિક તણાવે વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય બજારમાં પણ ગભરાટ ફેલાવ્યો છે.

2. ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

યુદ્ધની દહેશતને કારણે કાચા તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 1% ઉછળીને 97 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. મોંઘુ ક્રૂડ ભારત માટે સીધું નુકસાનકારક છે, જેના કારણે રોકાણકારો ચિંતામાં છે.

3. India VIXમાં મોટો ઉછાળો

શેરબજારમાં ડર અને અસ્થિરતા માપતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા વિક્સ' આજે 5.84% ના ઉછાળા સાથે 16.25 પર પહોંચી ગયો છે. VIX વધવાનો સીધો અર્થ એ છે કે બજારમાં અસ્થિરતા અને ડર બંને વધ્યા છે.

4. IT સેક્ટરમાં ભારે નફાવસૂલી

ગઈકાલે જે સેક્ટરે બજારને બચાવ્યું હતું, આજે તેણે જ બજારને ડુબાડ્યું છે. સળંગ ચાર દિવસમાં 7% નો ઉછાળો નોંધાવ્યા બાદ આજે 'નિફ્ટી IT' ઇન્ડેક્સ 4% થી વધુ તૂટી ગયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટીમાં 2% થી વધુનો અને પ્રાઇવેટ તેમજ PSU બેંકિંગ શેરોમાં અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

5. ટેકનિકલ આઉટલૂક અને મહત્વના સપોર્ટ લેવલ

જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ આનંદ જેમ્સના જણાવ્યા અનુસાર, ગઈકાલે નિફ્ટીને નીચલા સ્તરેથી સપોર્ટ મળ્યો હતો, પરંતુ તે 23500 ની ઉપર જઈ શક્યો નહીં. જો આજનો ઘટાડો 23400-23380 ની રેન્જમાં અટકી જશે તો બજાર 23700 તરફ પાછું ફરી શકે છે. પરંતુ જો આ લેવલ તૂટશે, તો નિફ્ટી 23126 થી 22800 સુધી ગગડી શકે છે.

આ પણ વાંચો-Rajnandini Fashion IPO Listing: 203 ગણો ભરાયેલો IPO 63 રૂપિયાના ભાવે ફ્લેટ લિસ્ટ થયો, રોકાણકારોને લાગ્યો ઝટકો

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 03, 2026 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.