Closing Bell : ભારતીય શેરબજારમાં 6 જુલાઈનો દિવસ રોકાણકારો માટે ખુશીનો દિવસ રહ્યો. માર્કેટમાં સવારથી જ પોઝિટિવ માહોલ જોવા મળ્યો હતો અને દિવસના અંતે મોટાભાગના સેક્ટર્સમાં જોરદાર ખરીદીના કારણે બજાર શાનદાર ઉછાળા સાથે બંધ થયું.
Closing Bell : ભારતીય શેરબજારમાં 6 જુલાઈનો દિવસ રોકાણકારો માટે ખુશીનો દિવસ રહ્યો. માર્કેટમાં સવારથી જ પોઝિટિવ માહોલ જોવા મળ્યો હતો અને દિવસના અંતે મોટાભાગના સેક્ટર્સમાં જોરદાર ખરીદીના કારણે બજાર શાનદાર ઉછાળા સાથે બંધ થયું.
કારોબારના અંતે સેન્સેક્સ 521.16 પોઈન્ટ એટલે કે 0.67 ટકાના જંગી ઉછાળા સાથે 78,285.07 ના સ્તર પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 50 ઈન્ડેક્સે પણ મજબૂતી બતાવતા 24,400ની મહત્વની સપાટી પાર કરી લીધી. નિફ્ટી 159.50 પોઈન્ટ એટલે કે 0.66 ટકાના વધારા સાથે 24,430.35 ના લેવલ પર બંધ થયો છે.
આજના ટોપ ગેનર્સ અને ટોપ લુઝર્સ
બજારમાં આવેલી આ તેજીમાં અમુક દિગ્ગજ શેરોનો મોટો ફાળો રહ્યો, જ્યારે કેટલાક શેરોમાં નિરાશા જોવા મળી.
Top Gainers
આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીમાં HDFC બેંક, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ONGC, બજાજ ઓટો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. રોકાણકારોએ આ શેરો પર દાવ લગાવીને સારો નફો બુક કર્યો.
Top Losers
બીજી તરફ, કોટક મહિન્દ્રા બેંક, TCS, મેક્સ હેલ્થકેર, બજાજ ફિનસર્વ અને વિપ્રોના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને આ શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા.
સેક્ટોરલ પ્રદર્શન: કયા સેક્ટરમાં રહી તેજી?
શેરબજારમાં આજે ઓવરઓલ માહોલ પોઝિટિવ રહ્યો. સૌથી વધુ કમાણી રિયલ્ટી સેક્ટરમાં થઈ, જેમાં 1.69 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો. આ ઉપરાંત કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (1.47 ટકા), ઓટો સેક્ટર (1.35 ટકા) અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં (1.14 ટકા) ની મજબૂત વૃદ્ધિ જોવા મળી. મેટલ ઈન્ડેક્સ 0.91 ટકા અને એનર્જી ઈન્ડેક્સ 0.73 ટકા વધીને બંધ થયા.
ઘટાડાની વાત કરીએ તો, મીડિયા સેક્ટરનું પ્રદર્શન સૌથી નબળું રહ્યું, જેમાં 1.07 ટકાનો ઘટાડો નોંધાયો. આ સાથે PSU બેંક ઈન્ડેક્સ 0.91 ટકા અને IT સેક્ટર 0.53 ટકા ગગડીને બંધ થયા.
મિડકેપ અને સ્મોલકેપમાં પણ રોનક
બ્રોડર માર્કેટમાં પણ આજે સારી એવી ખરીદી જોવા મળી હતી. મોટા શેરોની સાથે નાના અને મધ્યમ કદની કંપનીઓના શેરોમાં પણ તેજી રહી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકાના ઉછાળા સાથે અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકાના વધારા સાથે બંધ થયા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.