Stock Market Rally: IT શેરોના સપોર્ટથી સેન્સેક્સ ઉછળ્યો, નિફ્ટી 24000ને પાર, જાણો માર્કેટમાં રોનક પાછળના 3 મોટા કારણો
શેરબજારમાં સતત બીજા દિવસે તેજી. IT શેરોના સપોર્ટ અને કાચા તેલના ભાવ ઘટતા નિફ્ટી 24000 ને પાર પહોંચ્યો છે. ટ્રેડિંગ પહેલા જાણો બજારમાં તેજી પાછળના 3 મુખ્ય કારણો.
આજે માર્કેટને સૌથી મોટો ટેકો IT સેક્ટર તરફથી મળ્યો છે. નિફ્ટી IT ઈન્ડેક્સ 2.5% થી વધુ ઉછળી ગયો છે. નિફ્ટી IT ના તમામ 10 શેરો આજે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે .
Stock Market Rally: શેરબજારમાં ગઈકાલ બાદ આજે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં બજારમાં શાનદાર રોનક જોવા મળી રહી છે. શરૂઆતી ઉતાર-ચઢાવ છતાં બજારે પોતાની લીડ જાળવી રાખી છે. આજે નિફ્ટી અને બેંક નિફ્ટી સહિત ડેરીવેટીવ કોન્ટ્રાક્ટ્સની માસિક એક્સપાયરી હોવા છતાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સારી એવી તેજી જોવા મળી છે. સેન્સેક્સ ઉછળ્યો છે અને નિફ્ટી ફરી એકવાર 24000 ના મહત્વના આંકડાને પાર કરી ગયો છે.
બજારની વર્તમાન સ્થિતિના આંકડા
આજે સવારે 09:40 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 85.43 પોઈન્ટ (0.11%) ના વધારા સાથે 76,921.21 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 23.25 પોઈન્ટ (0.10%) વધીને 24,019.20 પર પહોંચી ગયો હતો.
ઇન્ટ્રા-ડે કારોબાર દરમિયાન સેન્સેક્સે 152.70 પોઈન્ટનો ઉછાળો મારીને 76,988.48 ની સપાટી બનાવી હતી, જ્યારે નિફ્ટી 45 પોઈન્ટ ઉછળીને 24,040.90 સુધી પહોંચ્યો હતો. જોકે, આ મોટી તેજી વચ્ચે બ્રોડર માર્કેટમાં થોડું દબાણ જોવા મળ્યું છે, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
શેરબજારમાં આવેલી આ તેજી પાછળના 3 મુખ્ય કારણો
માર્કેટમાં અચાનક પરત ફરેલી આ રોનક અને તેજી પાછળ મુખ્યત્વે 3 મોટા પરિબળો જવાબદાર છે, જે નીચે મુજબ છે.
1. કાચા તેલના ભાવમાં નરમાશ
વીકેન્ડ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલાઓ રોકાઈ જતા ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક 'બ્રેન્ટ ક્રૂડ' ગગડીને 85 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયું છે. મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝમાં કાચા માલનો ખર્ચ ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર હોય છે, જેથી ક્રૂડ સસ્તું થતા ભારતીય શેરબજારને મોટો સપોર્ટ મળ્યો છે.
2. IT શેરોમાં જબરદસ્ત તેજી
આજે માર્કેટને સૌથી મોટો ટેકો IT સેક્ટર તરફથી મળ્યો છે. નિફ્ટી IT ઈન્ડેક્સ 2.5% થી વધુ ઉછળી ગયો છે. નિફ્ટી IT ના તમામ 10 શેરો આજે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે અને તેમાં 7% સુધીની જંગી તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે AI સાથે જોડાયેલા શેરોમાં આવેલા ઘટાડાનો સીધો ફાયદો સ્થાનિક IT કંપનીઓને મળી રહ્યો છે. અન્ય કોઈ મોટા સેક્ટરમાં અડધા ટકાથી વધુની હલચલ નથી, પરંતુ માત્ર IT શેરોના જોરે બજાર દોડી રહ્યું છે.
3. વેલ્યુ બાઈંગનો ટેકો
ગયા આખા અઠવાડિયા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી રોજ લાલ નિશાનમાં બંધ થતા હતા અને તેમાં 1.5% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો હતો. બ્રોડર લેવલે પણ ભારે વેચવાલી હતી. આ ઘટાડાના કારણે શેરોના ભાવ નીચા આવી ગયા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનની આશા જાગતા રોકાણકારોએ આ નીચા ભાવે વેલ્યુ બાઈંગની તક ઝડપી લીધી. નીચલા સ્તરેથી થયેલી આ શાનદાર ખરીદીએ માર્કેટને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો છે.