Closing Bell : ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. બેન્કિંગ, IT અને ઓટો સેક્ટરના શેરોમાં આવેલી જંગી ખરીદીને કારણે બજારના મુખ્ય ઈન્ડેક્સ મજબૂતી સાથે બંધ થયા છે.
Closing Bell : ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. બેન્કિંગ, IT અને ઓટો સેક્ટરના શેરોમાં આવેલી જંગી ખરીદીને કારણે બજારના મુખ્ય ઈન્ડેક્સ મજબૂતી સાથે બંધ થયા છે.
કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 964.58 પોઈન્ટ એટલે કે 1.25 ટકાના ઉછાળા સાથે 78,151.45 ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ 261.55 પોઈન્ટ અથવા 1.09 ટકાના વધારા સાથે 24,334.30 પર બંધ રહ્યો છે, જે દર્શાવે છે કે બજારે 24,300 ની મહત્વની સપાટી આસાનીથી પાર કરી લીધી છે.
માર્કેટ બ્રેડથ અને શેરોની સ્થિતિ
જોકે, ઓવરઓલ માર્કેટની વાત કરીએ તો વધનારા શેરો કરતા ઘટનારા શેરોની સંખ્યા વધુ હતી. આજે કુલ 1632 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે 2419 શેરો લાલ નિશાનમાં (ઘટાડા સાથે) બંધ થયા હતા. આ ઉપરાંત 175 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર નોંધાયો ન હતો.
આજના ટોપ ગેઈનર્સ અને લુઝર્સ
ટોપ ગેનર્સ
નિફ્ટીમાં કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, TCS, જિયો ફાઇનાન્સિયલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી અને તેમણે બજારની રેલીને લીડ કરી હતી.
ટોપ લુઝર્સ
બીજી તરફ હિન્દાલ્કો, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, વિપ્રો, સન ફાર્મા અને મેક્સ હેલ્થકેરના શેરોમાં રોકાણકારોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
સેક્ટોરલ પર્ફોર્મન્સ: કયા સેક્ટરમાં રહી તેજી?
બેન્કિંગ
ફ્રન્ટલાઈન લેન્ડર્સમાં મજબૂત ખરીદીને કારણે નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં સૌથી વધુ 2.27 ટકાનો ઉછાળો આવ્યો હતો, ત્યારબાદ નિફ્ટી બેંક 1.73 ટકા વધ્યો હતો.
IT સેક્ટર
ટેક્નોલોજી કંપનીઓના સારા કમાણીના આંકડાઓથી મળેલા પોઝિટિવ મોમેન્ટમ બાદ નિફ્ટી IT 1.55 ટકા ચઢ્યો હતો.
અન્ય સેક્ટર્સ
નિફ્ટી ઓટો અને નિફ્ટી રિયલ્ટી બંને ઈન્ડેક્સમાં 1.27 ટકાની મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 1.03 ટકા અને નિફ્ટી FMCG 0.61 ટકાના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા.
મિડકેપ અને સ્મોલકેપમાં નરમાઈ
લાર્જકેપ શેરોમાં જબરદસ્ત તેજી હોવા છતાં, નાના શેરોમાં આજે દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટીને બંધ થયા હતા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.