Share Market Rally: સેન્સેક્સમાં 1293 પોઈન્ટનો ઉછાળો, જાણો આ શાનદાર બુલ રન પાછળનાં 5 મોટા કારણો | Moneycontrol Gujarati
Get App

Share Market Rally: સેન્સેક્સમાં 1293 પોઈન્ટનો ઉછાળો, જાણો આ શાનદાર બુલ રન પાછળનાં 5 મોટા કારણો

ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1293 પોઈન્ટ ઉછળીને ખુલ્યો, જ્યારે નિફ્ટી 24000 ને પાર કરી ગયો છે. જાણો માર્કેટમાં આવેલી આ બમ્પર તેજી અને રોનક પાછળનાં 5 મુખ્ય કારણો.

અપડેટેડ 11:05:34 AM Jun 15, 2026 પર
Story continues below Advertisement
અમેરિકા-ઈરાન ડીલના કારણે ક્રૂડ ઓઈલના સપ્લાયની ચિંતા દૂર થઈ છે. જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 5% ઘટીને 83 ડોલર પ્રતિ બેરલ અને અમેરિકી WTI ક્રૂડ 5% થી વધુ તૂટીને 80 ડોલર પર આવી ગયું છે.

Share Market Rally: અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં રોકાણકારોને બખ્ખાં થઈ ગયા છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો અને ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચેની ડીલની પોઝિટિવ અસર સીધી ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી 50 દોઢ ટકાથી વધુના ઉછાળા સાથે ખુલ્યા છે. PSU બેંકો સહિત અન્ય તમામ સેક્ટર્સના શાનદાર સપોર્ટથી બજારમાં જબરદસ્ત રોનક છવાઈ ગઈ છે.

બજારની શરૂઆતી ચાલ અને આંકડા

શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સમાં લગભગ 1300 પોઈન્ટનો તોફાની ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી 24000ની સપાટી વટાવી ગયો હતો. બ્રોડર લેવલ પર પણ જબરદસ્ત ખરીદીનો માહોલ છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં પણ 1.5% થી વધુની તેજી નોંધાઈ છે.

આજના આંકડાઓની વાત કરીએ તો, સવારે 09:51 વાગ્યે સેન્સેક્સ 1157.01 પોઈન્ટ વધીને 76,684.96 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 342.30 પોઈન્ટના ઉછાળા સાથે 23,965.20 પર પહોંચી ગયો હતો. જોકે, ઓપનિંગ સેશનમાં સેન્સેક્સે 76,821.07 અને નિફ્ટીએ 24,011.40ની હાઈ લગાવી હતી.

શેરબજારમાં આવેલી આ શાનદાર તેજી પાછળનાં 5 મુખ્ય કારણો


1. અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુદ્ધ ખતમ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર શરૂ કરવા માટે બંને દેશો એક પ્રાથમિક કરાર પર પહોંચી ગયા છે. આ સમાચારે દુનિયાભરના બજારોમાં પોઝિટિવ માહોલ બનાવ્યો છે.

2. કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો

અમેરિકા-ઈરાન ડીલના કારણે ક્રૂડ ઓઈલના સપ્લાયની ચિંતા દૂર થઈ છે. જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 5% ઘટીને 83 ડોલર પ્રતિ બેરલ અને અમેરિકી WTI ક્રૂડ 5% થી વધુ તૂટીને 80 ડોલર પર આવી ગયું છે. અગાઉ શુક્રવારે પણ તેમાં 3% થી વધારેનો ઘટાડો નોંધાયો હતો.

3. રૂપિયાની મજબૂતી

વૈશ્વિક ટેન્શન ઘટવા અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપાર સામાન્ય થવાની આશાને પગલે, આજે 15 જૂનના રોજ ભારતીય રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીમાં 43 પૈસા મજબૂત થઈને ખુલ્યો હતો.

4. એશિયન બજારોમાં જબરદસ્ત તેજીનો ટ્રેન્ડ

જિયો-પોલિટિકલ ટેન્શન હળવું થતાં તમામ એશિયન માર્કેટમાં હરિયાળી છવાઈ છે. જાપાનનો નિક્કેઈ 225 અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 5-5% થી વધુ ઉછળ્યા છે. ઈન્ડોનેશિયાનું માર્કેટ 4% થી વધુ, તાઈવાન વેઈટેડ અઢી ટકા, જ્યારે સિંગાપોરનું સ્ટ્રેટ ટાઈમ્સ અને ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ 1-1% જેટલા મજબૂત થયા છે.

5. PSU બેંકો અને સેક્ટોરલ સપોર્ટ

સેક્ટર મુજબ જોઈએ તો, માત્ર ફાર્મા સેક્ટરમાં સામાન્ય નરમાશ છે, બાકી તમામ સેક્ટરમાં લીલોતરી છે. રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ અઢી ટકાથી વધારેનો ઉછાળો છે. PSU બેંક ઈન્ડેક્સ 2% થી વધુ, નિફ્ટી ઓટો સેક્ટરમાં 2% ની બઢત છે, જ્યારે FMCG, IT અને મેટલ શેરોમાં પણ 1-1% નો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો-US-Iran Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, કાચા તેલના ભાવમાં 5%નો કડાકો

ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 15, 2026 11:05 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.