ભારતીય બજારોના સેન્ટિમેન્ટ થયા ખરાબ, US MKT માં કાલે ઘટાડો, એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર | Moneycontrol Gujarati
Get App

ભારતીય બજારોના સેન્ટિમેન્ટ થયા ખરાબ, US MKT માં કાલે ઘટાડો, એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 69.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.19 ટકાના વધારાની સાથે 65,392.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.65 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે.

અપડેટેડ 08:48:33 AM Sep 09, 2026 પર
Story continues below Advertisement
Global Market: ભારતીય બજારોના સેન્ટિમેન્ટ ખરાબ થયા. ગિફ્ટ નિફ્ટી 100 અંક નીચે કારોબાર કરતો દેખાયો. યુએસ માર્કેટમાં કાલે ઘટાડો જોવા મળ્યો.

વેસ્ટ એશિયામાં વધતા ટેન્શનથી કાચા તેલમાં 100 ડૉલર પાસે કારોબાર દેખાયો. 7 સપ્તાહની ઉંચાઇ પર ભાવ પહોંચ્યો. ભારતીય બજારોના સેન્ટિમેન્ટ ખરાબ થયા. ગિફ્ટ નિફ્ટી 100 અંક નીચે કારોબાર કરતો દેખાયો. યુએસ માર્કેટમાં કાલે ઘટાડો જોવા મળ્યો. જો કે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર થતો દેખાયો.

તણાવ વધ્યો

CENTCOMએ કહ્યું સોમવારે 5 ઈરાનના ક્રૂડ ઓઈલ ટેન્કર નષ્ટ કર્યા. USના લડાકુ જહાજ પર હુમલાની જવાબી કાર્યાવહી થઈ. ખાર્ગ ટાપુ, જાસ્ક પોર્ટ પાસે હુમલા કરવામાં આવ્યા. ખાર્ગ ટાપુ ઈરાનનું મુખ્ય ક્રૂડ એક્સપોર્ટ ટર્મિનલ છે. ટેન્કર પર અમેરિકાએ મિસાઈલથી હુમલો કર્યો. હુમલો કરતા પહેલા ક્રૂને બહાર કાઢી લેવામાં આવ્યું હતું. USએ કહ્યું ટેન્કર IRGCના શેડો નેટવર્કનો હિસ્સો હતું. IRGCએ કુવૈત, બહેરીનના ટેન્કરોના ક્રૂને ટેન્કર છોડવા કહ્યું.


હૂતિઓના હુમલા યથાત્

સાઉદી અરામકોની ફેસિલિટી પર હુમલો. સાઉદીના દક્ષિણમાં આવેલી ઘણી જગ્યાએ કામ અટક્યું. હૂતીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી. સાઉદીએ પણ હુમલાની પુષ્ટી કરી, પણ લોકેશન ન જણાવી. યમન સીમા પાસે 4 શહેરોમાં હુમલા 73 ઘાયલ થયા.

IRGCનો મોટો દાવો

અમેરિકાના અંડરવૉટર ડ્રોન કબ્જે કર્યાનો દાવો. ઉન્નત અનમેન્ડ અંડરવૉટર વ્હીકલ કબ્જે કર્યું. CENTCOMએ કહ્યું અંડરવૉટર ડ્રોન ખરાબ હતું, આ જૂનૂ મોડલ હતું. ડ્રોનમાં કોઈ સંવેદનશીલ જાણકારી કે ઉપકરણ ન હતું.

US-કેનાડા ટ્રેડ વૉર

કેનેડામાં USના સામાન પર ટેરિફ મંગળવારથી અમલમાં આવ્યું. 2760 કરોડ કેનેડિયન ડોલરના સામાન પર 15-50% ટેરિફ. અમેરિકાએ કેનેડા પર 50% ટેરિફ લગાવ્યું હતું. કેનેડાએ ડોલર ફોર ડોલરનો વાયદો કર્યો હતો. માર્ક કાર્નીએ કહ્યું કે ટેરિફનો હેતુ વિવાદ વધારવાનો નહીં, કર્મચારીની સુરક્ષાનો છે. ટ્રમ્પે કહ્યું કેનેડાની કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટથી બહાર કરીશું. કેનેડા ફૂલ એન્ડ ફેર રેસિપ્રોસિટી યથાવત્ કરે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 69.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.19 ટકાના વધારાની સાથે 65,392.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.65 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.77 ટકા વધીને 47,470.11 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.25 ટકાના ઘટાડાની સાથે 5,730.21 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.44 ટકાની તેજી સાથે 7,054.85 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 11.21 અંક એટલે કે 0.28 ટકા ઉછળીને 3,951.56 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 09, 2026 8:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.