Share Market Closing: વર્ષના અંતિમ દિવસોમાં અને ક્રિસમસના તહેવાર પહેલા શેરબજારમાં જે ઉત્સાહની અપેક્ષા હતી, તે મંગળવારે જોવા મળી ન હતી. 23 ડિસેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક ઇન્ડેક્ષ આખો દિવસ એક મર્યાદિત દાયરામાં અથડાયા બાદ અંતે લગભગ ફ્લેટ એટલે કે સપાટ સ્તરે બંધ થયા હતા. ખાસ કરીને કોઈ મોટા ટ્રિગરના અભાવે બજારમાં ‘સાન્તા રેલી’ની રાહ જોઈ રહેલા રોકાણકારોને થોડી નિરાશા સાંપડી હતી.
સતત બે સેશન સુધી તેજી બાદ થોડી સુસ્તી
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ સતત બે સેશન સુધી તેજી બતાવ્યા બાદ, મંગળવારે બજારમાં સામાન્ય નરમાઈ ફરી વળી હતી. વિદેશી રોકાણકારો દ્વારા ફરીથી વેચવાલીનું દબાણ અને નવા પોઝિટિવ સંકેતોના અભાવે બજાર સુસ્ત રહ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ 42.64 પોઈન્ટ અથવા 0.05 ટકાના સામાન્ય ઘટાડા સાથે 85,524.84ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટીમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો, જે 4.75 પોઈન્ટ અથવા 0.02 ટકા વધીને 26,177.15ના સ્તર પર બંધ રહ્યો હતો.
સ્ટોક સ્પેસિફિકમાં ભરપૂર એક્શન
નિફ્ટી પરના મુખ્ય શેરોની વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India), શ્રીરામ ફાઈનાન્સ (Shriram Finance), અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement), ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને પાવર ગ્રીડ કોર્પોરેશન જેવા શેરોમાં ખરીદી નીકળતા તેઓ ટોપ ગેનર્સ બન્યા હતા. બીજી બાજુ, આઈટી અને ફાર્મા સેક્ટરમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. ઈન્ફોસીસ (Infosys), ભારતી એરટેલ (Bharti Airtel), સિપ્લા (Cipla), ટેક મહિન્દ્રા (Tech Mahindra) અને એક્સિસ બેન્ક (Axis Bank) રેડ ઝોનમાં બંધ રહીને ટોપ લૂઝર્સ સાબિત થયા હતા. એકંદરે, 23 ડિસેમ્બરનો દિવસ મોટા ઉતાર-ચઢાવ વગર શાંતિપૂર્ણ રીતે પસાર થયો હતો.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.