Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળ્યો; બેન્ક નિફ્ટી 62,300ને પાર, જાણો 3 કારણો | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળ્યો; બેન્ક નિફ્ટી 62,300ને પાર, જાણો 3 કારણો

17 નવેમ્બરે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળીને 82,897.49 અને નિફ્ટી 210 પોઈન્ટ વધીને 25,501.35ની સપાટીએ પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટીએ પહેલીવાર 62,300નો આંકડો પાર કર્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, વિદેશી રોકાણકારોની ખરીદી અને બેન્કિંગ-રિયલ્ટી શેરોમાં તેજી બજારમાં ઉછાળાનાં મુખ્ય ત્રણ કારણો રહ્યાં હતાં.

અપડેટેડ 01:27:06 PM Nov 17, 2026 પર
Story continues below Advertisement
Share Market Rally: સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળ્યો, બેન્ક નિફ્ટી પહેલીવાર 62,300ને પાર; ક્રૂડના ભાવમાં ઘટાડો, FIIની ખરીદી અને બેન્કિંગ-રિયલ્ટી શેરોમાં તેજીથી બજારમાં સતત બીજા દિવસે રોનક.

Share Market Rally: 17 નવેમ્બરે ભારતીય શેરબજારમાં સતત બીજા ટ્રેડિંગ દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ લીલા નિશાનમાં કારોબારની શરૂઆત કરી હતી. ત્યારબાદ સેન્સેક્સ અગાઉના બંધ સ્તરથી 793 પોઈન્ટ સુધી ઉછળીને 82,897.49ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 210 પોઈન્ટ સુધી વધીને 25,501.35ની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો. ખાસ કરીને બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.

આ અગાઉ સોમવારે સેન્સેક્સ 512.34 પોઈન્ટના ઉછાળા સાથે 82,104.79 પર અને નિફ્ટી 146.80 પોઈન્ટ વધીને 25,291.10 પર બંધ થયો હતો. જ્યારે શુક્રવાર, 13 નવેમ્બરે બજારમાં ઘટાડો નોંધાયો હતો. મંગળવારે બજારમાં આવેલી તેજી પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર રહ્યાં હતાં.

1. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો


મધ્ય પૂર્વમાંથી નિકાસમાં સુધારો થવાની સંભાવનાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો વધવાની આશા છે. આ કારણસર બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આશરે 1% ઘટીને 91.69 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 84.9 ડોલર પ્રતિ બેરલ પર હતું.

2. વિદેશી રોકાણકારોની ખરીદી

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્રારંભિક આંકડા અનુસાર, સોમવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FII)એ ભારતીય શેરબજારમાં ₹5,737 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ ₹2,254 કરોડના શેર વેચ્યા હતા.

નવેમ્બરના પ્રથમ 15 દિવસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં મજબૂત વાપસી કરતાં કુલ ₹84,290 કરોડનું રોકાણ કર્યું હતું.

3. બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં ખરીદી

મંગળવારે બેન્કિંગ શેરોમાં મજબૂત ખરીદીને કારણે બેન્ક નિફ્ટી પહેલીવાર 62,300ની સપાટી પાર કરી ગયો હતો. NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં સારી તેજી જોવા મળી હતી.

નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સમાં પંજાબ નેશનલ બેન્કનો શેર આશરે 4% ઉછળ્યો હતો. બેન્ક ઑફ ઇન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેન્કના શેરોમાં 3%ની તેજી નોંધાઈ હતી. જ્યારે કેનેરા બેન્ક, યુકો બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયાના શેરોમાં 2%નો ઉછાળો આવ્યો હતો.

બીજી તરફ, નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં શોભા રિયલ્ટીનો શેર 4% વધ્યો હતો. પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સનો શેર આશરે 4% અને લોઢા ડેવલપર્સનો શેર 3.5% વધ્યો હતો.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Growwના ₹1,905 કરોડના બ્લોક ડીલથી શેરમાં 4%નો ઉછાળો, 8.7 કરોડ શેરનું ટ્રાન્ઝેક્શન

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2026 1:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.