Share Market : સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 23300ની નીચે, IT શેરોમાં હાહાકાર | Moneycontrol Gujarati
Get App

Share Market : સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 23300ની નીચે, IT શેરોમાં હાહાકાર

3 જૂને શેરબજારમાં મોટો કડાકો. ગ્લોબલ સંકેતોની અનિશ્ચિતતા અને FII ની 4000 કરોડની વેચવાલીને કારણે સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23300 ની નીચે પટકાયો. જાણો માર્કેટની લેટેસ્ટ સ્થિતિ.

અપડેટેડ 09:46:44 AM Jun 03, 2026 પર
Story continues below Advertisement
નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.67% અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.48% ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

Share Market : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં અનિશ્ચિતતા તેમજ વૈશ્વિક પરિબળોને કારણે આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. આ ઘટાડામાં સૌથી મોટો ફટકો IT સેક્ટરના શેરોને પડ્યો છે.

બજારની શરૂઆત અને ઐતિહાસિક કડાકો

ગ્લોબલ માર્કેટના હકારાત્મક સંકેતો હોવા છતાં, 3 જૂને ભારતીય બજારોએ નિરાશાજનક શરૂઆત કરી હતી. ગિફ્ટ નિફ્ટીમાં પહેલેથી જ 125 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જેની સીધી અસર બજાર ખૂલવા પર પડી. સવારે 9:18 વાગ્યે જ નિફ્ટી 50 178.25 પોઈન્ટ (0.76%) તૂટીને 23,307.40 પર આવી ગયો હતો. જ્યારે સેન્સેક્સ 707.07 પોઈન્ટ (0.95%) ના મોટા ઘટાડા સાથે 73,958.38 ના સ્તરે ગગડી ગયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ

થોડા સમય બાદ વેચવાલીનું દબાણ વધુ વધ્યું હતું, જેમાં સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ જેટલો નીચે ગયો હતો. લેટેસ્ટ આંકડા મુજબ,,,સેન્સેક્સ 586.65 પોઈન્ટ (0.79%) ના ઘટાડા સાથે 74,063.19 ના સ્તરે છે. જ્યારે નિફ્ટી 166.40 પોઈન્ટ (0.71%) તૂટીને 23,317.15 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બજારનો ઓવરઓલ મૂડ જોઈએ તો 1062 શેરોમાં વધારો, 1163 શેરોમાં ઘટાડો અને 150 શેરો ફ્લેટ જોવા મળ્યા છે.


મિડકેપ અને સ્મોલકેપમાં પણ દબાણ

મોટી કંપનીઓની સાથે સાથે નાના અને મધ્યમ કદના શેરોમાં પણ નિરાશા છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.67% અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.48% ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

IT સેક્ટરમાં 3% નો તોતિંગ ઘટાડો, મેટલ સેક્ટરે બચાવી લાજ

આજના કડાકા પાછળ સૌથી મોટું કારણ IT સેક્ટર રહ્યું છે. સેક્ટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો નિફ્ટી IT ઇન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો છે અને તે સૌથી ખરાબ પરફોર્મર સાબિત થયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી PSU બેંકમાં પણ અંડરપરફોર્મન્સ જોવા મળ્યું છે. જોકે, આ પડતા બજારમાં પણ નિફ્ટી મેટલ સેક્ટરે પોતાને મોટા નુકસાનથી બચાવી લીધું છે.

ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ

સૌથી વધુ તૂટેલા શેરો

નિફ્ટી પર IT દિગ્ગજોમાં સૌથી વધુ ધોવાણ થયું છે. TCS, HCL Tech, Infosys, Tech Mahindra અને Eternal મોટા લૂઝર્સ રહ્યા છે.

સૌથી વધુ વધેલા શેરો

જ્યારે ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, એપોલો હોસ્પિટલ્સ, ONGC અને કોલ ઇન્ડિયા જેવા શેરોમાં ખરીદી જોવા મળી છે.

બજાર કેમ તૂટ્યું? શું છે મુખ્ય કારણો?

વિદેશી રોકાણકારોની વેચવાલી: શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેશ અને ફ્યુચર્સ માર્કેટમાં મળીને 4000 કરોડ રૂપિયાથી વધુની જંગી વેચવાલી કરી હતી, જેણે બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું.

RBI ની આગામી બેઠક: સ્થાનિક મોરચે હવે રોકાણકારોનું પૂરું ધ્યાન બુધવારથી શરૂ થતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક પર છે. વ્યાજદરમાં ફેરફારની અનિશ્ચિતતાને કારણે રોકાણકારો હાલ નવો માલ ખરીદવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચો-Stock Market View: બજારનું સેન્ટિમેન્ટ નબળું, 'લેવલ-બેઝ્ડ ટ્રેડિંગ' રહેશે બેસ્ટ, નિષ્ણાતોએ આપ્યા કમાણી માટે આ 2 શેરોના ટાર્ગેટ

MoneyControl News

MoneyControl News

First Published: Jun 03, 2026 9:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.