જેફરીઝની સકારાત્મક ભલામણ બાદ કેફીન ટેકના શૅરમાં 13 ટકાનો ઉછાળો   | Moneycontrol Gujarati
Get App

જેફરીઝની સકારાત્મક ભલામણ બાદ કેફીન ટેકના શૅરમાં 13 ટકાનો ઉછાળો  

શુક્રવારે સત્રથી શરૂઆતથી જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો થયો છે પરંતુ કેફીન ટેકનો શૅર 13 ટકાથી અધિક વધ્યો છે કારણ કે જેફરીઝે રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરીને 500 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે

અપડેટેડ 01:13:41 PM Aug 25, 2023 પર
Story continues below Advertisement
આ વિદેશી બ્રોકરેજ ગૃહે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને લિસ્ટેડ કોર્પોરેટ્સને વિવિધ સર્વિસીસ પુરી પાડવામાં કેફીન ટેક અગ્રણી કંપની છે.

શુક્રવારે સત્રથી શરૂઆતથી જ સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો થયો છે પરંતુ કેફીન ટેકનો શૅર 13 ટકાથી અધિક વધ્યો છે કારણ કે જેફરીઝે રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરીને 500 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે.

આ વિદેશી બ્રોકરેજ ગૃહે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને લિસ્ટેડ કોર્પોરેટ્સને વિવિધ સર્વિસીસ પુરી પાડવામાં કેફીન ટેક અગ્રણી કંપની છે. કંપની માર્કેટ લીડરશીપ ધરાવે છે. કંપનીને સેવિંગ્સનો નાણાકીય ફાયદો થશે, એમ પણ જેફરીઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

આ સિવાય બ્રોકરેજ કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેફીન ટેક માટે આંતરરાષ્ટ્રીય અને અલ્ટરનેટિવ્ઝ એ બે નવા વૃદ્ધિના દ્વાર છે. આગળ જતા કંપનીનો નફો વધશે અને કેશ ફ્લોમાં પણ વધારો થશે. કેફીન તેમની આરટીએ અને એફએ સર્વિસીસને આંતરરાષ્ટ્રીય ધોરણે વધારી રહી છે.


Trade Spotlight: ગુરૂવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

કંપની એવા બજારોને ટાર્ગેટ કરી રહી છે જેમની સાઈઝ ભારત કરતા અઢી ગણી વધુ છે. કંપની ૪૮ વિદેશી ગ્રાહકો ધરાવે છે અને હાલના સમયમાં જ મલેશિયા, સિંગાપોર અને થાઈલેન્ડના ગ્રાહકોનો ઉમેરો થયો છે. જ્યારે એઆયએફ/પીએમએસમાં કંપની ૨૫૦ ગ્રાહકો ધરાવે છે જેમાંથી થનારી આવકમાં ૩૦ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થવાનો અંદાજ છે. આ સેગમેન્ટ આવતા ત્રણ વર્ષમાં નવ ટકાથી 13 ટકા વધી શકે છે કારણ કે એયુએમમાં વધારો થશે, ફી ઉંચી હશે અને અનુપાલન કામકાજમાં વધારો થશે.

જેફરીઝનું કહેવુ છે કે કેફિન ટેકનો શૅર હાલમાં તેના નાણાકીય વર્ષ 2024ના અંદાજિત પીઈ (પ્રાઈસ-ટુ-અર્નિંગ) રેશિયો કરતા 29 ગણો ટ્રેડ થઈ રહ્યો છે, તેથી વર્તમાન સમયમાં શૅર ડિસ્કાઉન્ટમાં છે.

જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 10 ટકા ઘટીને 43 કરોડ રૂપિયા થયો હતો. જ્યારે આવક સાત ટકા વધીને 182 કરોડ રૂપિયા થઈ હતી.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2023 1:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.