Gail India ના પરિણામ બાદ વધ્યા શેર, બ્રોકરેજ ફર્મોથી જાણીએ સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા | Moneycontrol Gujarati
Get App

Gail India ના પરિણામ બાદ વધ્યા શેર, બ્રોકરેજ ફર્મોથી જાણીએ સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા

મૉર્ગન સ્ટેનલીએ ગેલ ઈંડિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 139 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગેસ ટ્રાંસમિશન વૉલ્યૂમમાં વૃદ્ઘિ દેખાય છે જ્યારે પેટ્રોકેમિકલ્સમાં અપસાઈડ રિસ્ક જોવામાં આવી રહ્યા છે. તેમમે કહ્યુ કે જેમ-જેમ ગેસની કિંમત ઘટે છે અને પાઈપલાઈન શુલ્ક વધે છે, વધારો બનેલો રહી શકે છે.

અપડેટેડ 01:53:15 PM Aug 01, 2023 પર
Story continues below Advertisement

Gail India Share Price: ગેલ ઈંડિયા (Gail India) ના નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટર સ્ટેંડઅલોન નેટ પ્રૉફિટ 51.56 ટકા ઘટીને 1,412 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે છેલ્લા વર્ષની પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 2,915,19 કરોડ રૂપિયા રહ્યો હતો. ક્વાર્ટરના આધાર પર કંપનીના નેટ પ્રૉફિટ 133.9 ટકા વધી ગયા. Q4FY23 માં કંપનીના નેટ પ્રૉફિટ 603.52 કરોડ રૂપિયા રહ્યા હતા. જ્યારે FY24 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 32227.47 કરોડ રૂપિયા રહી. તેમાં 14.22 ટકાનો ઘટાડો આવ્યો. સ્ટૉક પર મૉર્ગન સ્ટેનલીએ ઓવરવેટના રેટિંગ આપ્યા છે. જ્યારે નોમુરા અને જેપી મૉર્ગને આ સ્ટૉક પર ન્યૂટ્રલનો નજરીયો અપનાવ્યો છે.

આજે બપોરે 12.57 વાગ્યે ગેલના શેર 0.97 ટકા એટલે 1.50 રૂપિયા ઊપર વધીને 120.60 રૂપિયાના સ્તર પર કારોબાર કરતા જોવામાં આવ્યા.

Brokerage On Gail India


Morgan Stanley On Gail India

મૉર્ગન સ્ટેનલીએ ગેલ ઈંડિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 139 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગેસ ટ્રાંસમિશન વૉલ્યૂમમાં વૃદ્ઘિ દેખાય છે જ્યારે પેટ્રોકેમિકલ્સમાં અપસાઈડ રિસ્ક જોવામાં આવી રહ્યા છે. તેમમે કહ્યુ કે જેમ-જેમ ગેસની કિંમત ઘટે છે અને પાઈપલાઈન શુલ્ક વધે છે, વધારો બનેલો રહી શકે છે.

Nomura On Gail India

નોમુરાએ ગેલ ઈંડિયા પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 125 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બજારે નબળા પરિણામ, આશાવાદી આઉટલુકને પહેલા જ પચાવી લીધા છે. ગેસ ટ્રાંસમિશન ટૈરિફમાં વધારો જોવામાં આવ્યો છે. ગેસ ટ્રાંસમિશન માટે મજબૂત આઉટલુક ટેરિફમાં વધારો અને વધતા વૉલ્યૂમ દ્વારા સમર્થિત છે.

JP Morgan On Gail India

જેપી મૉર્ગને ગેલ ઈંડિયા પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 115 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગેલના પરિણામ એબિટડા અને નફો બન્નેના સ્તરો પર અનુમાનથી ચૂકી ગયા. જો કે રેલી બ્રેંટની કિંમતો અને કમોડિટી કારોબારમાં વધારાની ઉમ્મીદોથી પ્રેરિત રહી. ટ્રાંસમિશન અનુમાનથી નબળા રહ્યા. પેટ્રોકેમિકલ્સે એબિટડા ખોટ દર્જ કરી.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 01, 2023 1:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.