30 જૂન 2026 સુધીના આંકડા મુજબ, કંપની પાસે 19,331 કરોડ રૂપિયાનું તોતિંગ ઓર્ડર બેકલોગ છે. આ સેગમેન્ટની આવક વાર્ષિક ધોરણે 41.98 ટકા વધીને 1,386.3 કરોડ રૂપિયા થઈ છે.
Siemens Energy Share Target: શેર બજારમાં સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓ રોકાણકારોને હંમેશા માલામાલ કરે છે. આવી જ એક કંપની છે સીમેન્સ એનર્જી ઈન્ડિયા. એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીએ અત્યંત શાનદાર પરિણામો જાહેર કર્યા છે, જેને પગલે ટોચની બ્રોકરેજ કંપનીઓ આ શેર પર ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આવનારા સમયમાં આ શેરમાં 15 ટકા સુધીનો જોરદાર ઉછાળો આવી શકે છે.
બ્રોકરેજ ફર્મ્સના નવા ટાર્ગેટ પ્રાઈઝ
કંપનીના પરિણામો આવ્યા બાદ મોતીલાલ ઓસ્વાલ અને નુવામા ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝે શેર પર પોતાનો ભરોસો કાયમ રાખ્યો છે,,મોતીલાલ ઓસ્વાલ બ્રોકરેજ ફર્મે શેર માટે પોતાની 'Buy' રેટિંગ જાળવી રાખી છે અને ટાર્ગેટ પ્રાઈઝ 3,950 રૂપિયાથી વધારીને 4,100 રૂપિયા પ્રતિ શેર કરી દીધો છે. નુવામાએ પણ Buy રેટિંગ આપીને શેરનો ટાર્ગેટ 4,200 રૂપિયા નક્કી કર્યો છે. નોંધનીય છે કે, BSE પર આ શેરનો હાલનો ભાવ 3648.75 રૂપિયા છે. આ જોતાં નુવામાનો ટાર્ગેટ વર્તમાન ભાવ કરતા લગભગ 15 ટકા વધારે છે.
એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના દમદાર આંકડા
સીમેન્સ એનર્જી (જે ઓક્ટોબરથી ડિસેમ્બરને નાણાકીય વર્ષ તરીકે ગણે છે) માટે જૂન 2026 ક્વાર્ટર ખૂબ જ નફાકારક સાબિત થયું છે. વાર્ષિક ધોરણે 67.8 ટકા વધીને 440.9 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. કામકાજમાંથી થતી આવક 39.3 ટકાના વધારા સાથે 2485.6 કરોડ રૂપિયા નોંધાઈ છે. કંપનીનો કુલ ખર્ચ 1949.5 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ઓપરેટિંગ માર્જિન સુધરીને 23.6 ટકા થઈ ગયું છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં 72.1 ટકા વધીને 585.7 કરોડ રૂપિયા થઈ ગયું છે.
બિઝનેસ અને ઓર્ડર બુકની સ્થિતિ
30 જૂન 2026 સુધીના આંકડા મુજબ, કંપની પાસે 19,331 કરોડ રૂપિયાનું તોતિંગ ઓર્ડર બેકલોગ છે. આ સેગમેન્ટની આવક વાર્ષિક ધોરણે 41.98 ટકા વધીને 1,386.3 કરોડ રૂપિયા થઈ છે. આ સેગમેન્ટની આવક પણ 36.02 ટકાના ઉછાળા સાથે 1,099.3 કરોડ રૂપિયા રહી છે.
બ્રોકરેજ કંપનીઓના તર્ક શું છે?
મોતીલાલ ઓસ્વાલના રિસર્ચ નોટ અનુસાર, પાવર ટ્રાન્સમિશન અને જનરેશન બંનેમાં જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે. કુલ ઓર્ડર ઇનફ્લો 3 ટકા વધીને 34 અબજ રૂપિયા (3400 કરોડ) થયો છે. મોતીલાલને આશા છે કે કંપનીને રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર અને સ્ટીમ ટર્બાઇન સેક્ટરમાં સ્થાનિક તેમજ એક્સપોર્ટ માર્કેટમાંથી મોટો ફાયદો થશે.
બીજી તરફ, નુવામાનું કહેવું છે કે આગામી 12 થી 24 મહિનામાં કંપની પોતાના જૂના ઓર્ડર કેટલી ઝડપથી પૂરા કરે છે તે જોવું અગત્યનું રહેશે. ખાસ કરીને કલવા અને ગ્રીનફિલ્ડ ટ્રાન્સફોર્મરની નવી ક્ષમતા શરૂ થવાથી ફાયદો થશે. સારા માર્જિનને કારણે નુવામાએ FY26E અને FY27E ના EPS અનુમાનમાં અનુક્રમે 12 ટકા અને 3 ટકાનો વધારો કર્યો છે.
6 મહિનામાં રોકાણકારોને 33% રિટર્ન
શેર બજારમાં સીમેન્સ એનર્જીનું માર્કેટ કેપ વધીને અંદાજે 1.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જૂન 2026 ના અંત સુધીમાં કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 75 ટકા હતો. આ શેરે છેલ્લા 6 મહિનામાં જ રોકાણકારોને 33 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં આ શેર 43 ટકા મજબૂત થઈ ચૂક્યો છે. લાંબા ગાળાના રોકાણ માટે આ આંકડા ખૂબ જ ઉત્સાહજનક છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.