SIP Closure: 2025માં 1 કરોડથી વધુ SIP બંધ, શું તમે પણ SIP બંધ કરવાનું વિચારો છો? તે પહેલા જાણી લો આ વાત
SIP Stoppage Ratio: એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) ના ડેટા અનુસાર, 2025માં અત્યાર સુધીમાં એક કરોડથી વધુ SIP બંધ થઈ ગઇ છે. ફક્ત જૂન મહિનામાં જ લગભગ 48 લાખ SIP બંધ થઇ છે અથવા પરિપક્વ થઇ છે. આનાથી SIP સ્ટોપેજ રેશિયો 77.7% થયો છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે ઘણા ઈન્વેસ્ટર્સ માર્કેટ ગિરાવટ દરમિયાન SIP બંધ કરી દે છે, પરંતુ આ સમયે ઈન્વેસ્ટ કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે.
SIP Closure: ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં આ વર્ષે મોટી હલચલ જોવા મળી છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)ના ડેટા અનુસાર, 2025માં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ખાતાં બંધ થયા છે. ખાસ કરીને જૂન મહિનામાં લગભગ 48 લાખ SIP ખાતાં બંધ થયા અથવા તેમની મેચ્યોરિટી પૂર્ણ થઈ. આનાથી SIP સ્ટોપેજ રેશિયો 77.7% સુધી પહોંચી ગયો છે. આ આંકડાઓથી ઘણા ઈન્વેસ્ટર્સમાં ચિંતા વ્યાપી છે, પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી હજુ પણ મજબૂત છે.
જૂનમાં SIP દ્વારા રેકોર્ડબ્રેક ઈન્વેસ્ટમેન્ટ
જુન 2025માં SIP દ્વારા થતું મંથલી ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા 27,269 કરોડના ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્યું, જે મે મહિનાના રૂપિયા 26,688 કરોડથી વધુ છે. SIP ખાતાંની સંખ્યા પણ વધીને 9.19 કરોડ થઈ, જે મે મહિનામાં 9.06 કરોડ હતી. SIP સ્ટોપેજ રેશિયો એ નવા ખુલતા SIPની સરખામણીમાં બંધ થતા SIPની સંખ્યા દર્શાવે છે. ઊંચો સ્ટોપેજ રેશિયો એ દર્શાવે છે કે ઈન્વેસ્ટર્સ ઈન્વેસ્ટમેન્ટ બંધ નથી કરી રહ્યા, પરંતુ ઘણા SIP મેચ્યોર થઈ રહ્યા છે.
હાઈ વેલ્યુએશનની ચિંતા
લેમન માર્કેટ્સના ગૌરવ ગર્ગના જણાવ્યા અનુસાર, માર્કેટનું હાઈ વેલ્યુએશન ઘણા ઈન્વેસ્ટર્સને ચિંતામાં મૂકી રહ્યું છે. આ કારણે ઘણા ઈન્વેસ્ટર્સ પોતાના ફંડ્સ ઉપાડી રહ્યા છે, જેની અસર SIP ખાતાની સંખ્યા પર પડી રહી છે. તેમનું કહેવું છે કે માર્કેટમાં ઘટાડાનો ડર ઈન્વેસ્ટર્સને પોતાના ઈન્વેસ્ટમેન્ટ ઉપાડવા મજબૂર કરે છે. જોકે, લાંબા ગાળાનું ઈન્વેસ્ટમેન્ટ હંમેશા સારું રિટર્ન આપે છે.
SIP બંધ કરવું ભૂલ બની શકે
ફિનએજના કો-ફાઉન્ડર અને CEO હર્ષ ગહલોતનું કહેવું છે કે જ્યારે માર્કેટ પીક પર હોય ત્યારે SIP બંધ કરવું એ મોટી ભૂલ બની શકે છે. ઘણા ઈન્વેસ્ટર્સને લાગે છે કે આ સમજદારીભર્યું પગલું છે, પરંતુ આનાથી લાંબા ગાળાના શાનદાર રિટર્નની તક ગુમાવી શકાય છે. SIP એ લાંબા ગાળે ડિસિપ્લિન સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવાની સુવિધા આપે છે, જે માર્કેટના ઉતાર-ચઢાવથી અસરગ્રસ્ત નથી.
માર્કેટનો સ્વભાવ: ઘટાડા બાદ નવો હાઈ
એક્સપર્ટ્સનું કહેવું છે કે ઘણા ઈન્વેસ્ટર્સ માર્કેટ ઘટાડા દરમિયાન SIP બંધ કરી દે છે, પરંતુ આ સમયે ઈન્વેસ્ટ કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. માર્કેટ અગાઉ પણ ઘણી વખત ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ પડ્યું છે, પરંતુ તે ફરીથી નવો હાઈ બનાવે છે. રૂપી કોસ્ટ એવરેજિંગ અને કમ્પાઉન્ડિંગનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે ઈન્વેસ્ટમેન્ટ લાંબા સમય સુધી જાળવી રાખવામાં આવે.