Sterlite Tech Share: ₹3,000 કરોડના Capex પ્લાનની જાહેરાત બાદ શેર અપર સર્કિટમાં | Moneycontrol Gujarati
Get App

Sterlite Tech Share: ₹3,000 કરોડના Capex પ્લાનની જાહેરાત બાદ શેર અપર સર્કિટમાં

Sterlite Technologiesના શેરમાં ₹3,000 કરોડના Capex Planની જાહેરાત બાદ 5%નો ઉછાળો આવ્યો અને શેર Upper Circuit પર પહોંચ્યો. કંપની આ રોકાણથી પોતાની Manufacturing Capacityમાં આશરે 50% વધારો કરશે. AI Data Centres અને Global Optical Fibre Demandને કંપનીના આગામી Growth Driver તરીકે જોવામાં આવી રહ્યા છે. CLSAએ શેરને Outperform Rating સાથે ₹950નો Target આપ્યો છે, જે 33%થી વધુ Upside દર્શાવે છે.

અપડેટેડ 02:09:27 PM Sep 04, 2026 પર
Story continues below Advertisement
₹3,000 કરોડના Capex Planની જાહેરાત બાદ સ્ટરલાઈટ ટેક્નોલોજીના શેરમાં 5%નો ઉછાળો, શેર અપર સર્કિટ પર પહોંચ્યો.

Sterlite Technologies Share: બ્રોડબેન્ડ ટેક્નોલોજી કંપની ના શેરમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી. કંપની દ્વારા હાલની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં ક્ષમતા વધારવા માટે ₹3,000 કરોડના Capital Expenditure (Capex) Planને મંજૂરી આપ્યા બાદ શેર 5%ના Upper Circuit પર પહોંચ્યો હતો. NSE પર કંપનીનો શેર ₹748.90ના સ્તરે ટ્રેડ થયો હતો, જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં 5%નો વધારો દર્શાવે છે. આ દિવસની મહત્તમ મંજૂર ટ્રેડિંગ લિમિટ પણ હતી.

Capacityમાં 50%નો વધારો

કંપનીના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત Expansion Plan પૂર્ણ થયા બાદ તેની હાલની Installed Manufacturing Capacityમાં આશરે 50%નો વધારો થશે. આ વધારાની ક્ષમતા FY29ના અંત સુધીમાં ઉમેરવાની યોજના છે.


વિશ્વભરમાં ઓપટીકલ ફાઈબર કેબલ અને કનેક્ટીવીટી બિઝનેસની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ કેપેસિટી એક્સપ્રેસન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં કંપનીની એક્સાઈટીંગ કેપેસિટી યુટીલેશન આશરે 70% છે.

AI Data Centresથી વધશે Growth Opportunity

બ્રોકરેજએ સ્ટરલાઇટ ટેક્નોલોજીસ પર 'આઉટપર્ફોમ' રેટિંગ જાળવી રાખી છે. બ્રોકરેજએ શેર માટે ₹950નો લક્ષ્યાંક પ્રાઈઝ આપ્યો છે, જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં 33%થી વધુ અપસાઈડ પોટેન્શિયલ દર્શાવે છે.

CLSAના જણાવ્યા અનુસાર, મેનેજમેન્ટનું માનવુ છે કે કંપનીનો બિઝનેસ એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યો છે અને એઆઈ ડેટા સેન્ટરને કારણે ગ્રોથ ઓપર્ચ્યુનિટીમાં નોંધપાત્ર વધારો થયો છે. એઆઈ ડેટા સેન્ટરમાં ટ્રેડિશનલ ડેટા સેન્ટરની સરખામણીમાં અલગ પ્રકારની કનેક્ટીવીટી જરૂરિયાત હોય છે. એઆઈની વધુ ડેસ્ટીનીને કારણે ડેટા ટ્રાફિકમાં અનેકગણો વધારો થઈ શકે છે. આ ઉપરાંત વિવિધ ડેટા સેન્ટર વચ્ચે હાઈ-સ્પીડ ઈન્ટરકનેક્શનની જરૂરિયાત પણ વધશે.

ભારતના ડેટા સેન્ટર માર્કેટમાં પણ તક

બ્રોકરેજના જણાવ્યા અનુસાર, અમેરિકાના ડેટા સેન્ટર માર્કેટ ઉપરાંત ભારતીય બજારમાં પણ સ્ટરલાઈટ ટેક્નોલોજીસ માટે મોટી તક છે. ભારતમાં 10G કનેક્ટીવીટીનું પ્રમાણ હાલના આશરે 1.5GWથી વધીને 2030 સુધીમાં 10GW સુધી પહોંચવાની અપેક્ષા છે. CLSAના મતે, ભારતનું Data Centre Market STLને તેના Global Relationshipsને Domestic Market સુધી વિસ્તારવાની તક આપશે.

નાણાકીય વર્ષ 2029 સુધી ₹20,000 કરોડ વેચાણનો ટાર્ગેટ

સ્ટરલાઈટ ટેક્નોલોજીએ FY29 સુધીમાં ₹20,000 કરોડના રેવેન્યૂનું ટાર્ગેટ નક્કી કર્યું છે. તેની સરખામણીમાં CLSAનો Revenue Estimate ₹10,400 કરોડ છે. મેનજમેન્ટએ FY29 માટે 27% Marginનું લક્ષ્ય રાખ્યું છે, જ્યારે બ્રોકરેજનો અંદાજ 23% છે.

કંપની આગામી ગ્રોથ ફેઝ માટે પોતાની મેન્યુફેક્ચરિંગ કેપેસિટીને હાલની સરખામણીમાં 1.5 ગણી કરવા જઈ રહી છે. આ માટે દર વર્ષે આશરે ₹1,000 કરોડનું રોકાણ કરવાની યોજના છે, જેમાં ભારતમાં નવી ગ્રીનફિલ્ડ મેન્ચ્યુફેક્ચરિંગ ફેસિલિટીનો પણ સમાવેશ થાય છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Prestige Estatesના શેરમાં અચાનક કડાકો, રોકાણકારો માટે શું છે કારણ?

MoneyControl News

MoneyControl News

First Published: Sep 04, 2026 2:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.