Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર | Moneycontrol Gujarati
Get App

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

Stock in News: આગામી 3 વર્ષમાં 30,000 કરોડ રૂપિયાના કેપેક્સનો લક્ષ્ય છે. પાઇપલાઇન્સ, પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ્સ, CGD પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે કંપની. ઓપરેશનલ કેપેક્સમાં પણ રોકાણ કરશે કંપની. કંપની પાસે 15,600 કિલોમીટરની પાઇપલાઇન કાર્યરત છે.

અપડેટેડ 09:12:14 AM Aug 24, 2023 પર
Story continues below Advertisement
Stock in News: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    RIL

    QIAએ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 8278 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. QIA એટલે કે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી. QIA RRVL માં 0.99% હિસ્સો ખરીદશે. ઈશા અંબાણીએ કહ્યું RRVL ને વિશ્વ કક્ષાની રિટેલ ચેઈન બનાવશે. QIA નું રોકાણ ભારતના વધતા અર્થતંત્ર તરફ હકારાત્મક દૃષ્ટિકોણ દર્શાવે છે.


    COFORGE

    HULST BVની કોફોર્જમાં બ્લૉક ડીલ દ્વારા હિસ્સો વેચવાની યોજના છે. HULST BV 26.63% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચી શકે છે. ફ્લોર પ્રાઈસ 4550 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ સંભવ છે. 1.62 કરોડ શેર્સની બ્લૉક ડીલ શક્ય છે. હાલના ભાવથી 7.4% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ થઈ શકે છે. બ્લૉક ડીલની ઓફર સાઈઝ $893 મિલિયન છે.

    CHANDRYAN STOKCS

    ચંદ્રયાનની સફળતામાં ભાગીદારીમાં ટાટા એલેક્સીએ સ્પેસક્રાફ્ટ, એવિયોનિક્સ સોફ્ટવેર બનાવ્યા. L&Tએ ISROનું લોન્ચ પેડ અને અન્ય ઈન્ફ્રા તૈયાર કર્યું. MTAR ટેકએ ISRO માટે રોકેટ એન્જીન, કોર પંપ બનાવે છે. BHEL એ ચંદ્રયાન-3ના પેલોડનું નિર્માણ કર્યું. HAL એ લેન્ડર સાથે અન્ય મિકેનિક સપોર્ટ ઈક્વિપમેન્ટ બનાવ્યું. સેન્ટ્રમ ઈલેક્ટ્રોનિક્સ એ ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન, ડેવલપમેન્ટ કર્યુ. વાલચંદ નગર એ રોકેટના બૂસ્ટર સેગમેન્ટને બનાવી ટેસ્ટ કર્યા હતા. મિશ્રધાતુ એ ચંદ્રયાન-3ના લોન્ચ વ્હીકલ માટે મહત્વની ધાતુઓ આપી.

    SUGAR stocks પર ફોક્સ

    ભારત શુગરની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવા અહેવાલ છે. ઓછા વરસાદથી શેરડીની વાવણી ઓછી થવાના કારણે પ્રતિબંધ. 7 વર્ષમાં પહેલી વાર ભારત શુગરની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદની 50% જેટલી ખોટ પડી છે. આ બન્ને રાજ્યોમાં દેશની અડધીથી વધુ શેરડીની વાવણી થાય છે.

    TVS Motor

    TVSની નવી ઈલેક્ટ્રિક સ્કૂટર. TVSની બીજી ઈલેક્ટ્રિક સ્કૂટર TVS X લોન્ચ થઈ. દુબઈમાં એક ઈવેન્ટમાં લોન્ચ કરી TVS X. TVS Xની એક્સ શો રૂમ કિંમત 2.50 લાખ રૂપિયા છે. નવેમ્બરથી બેંગાલુરુથી TVS Xની ડિલવરી શરૂ થશે. વર્ષના અંત સુધીમાં 15 શહેરોમાં ડિલવરી શરૂ થશે. આવતા વર્ષ સુધીમાં TVS X વૈશ્વિક બજારમાં લોન્ચ થશે. કંપનીએ પ્રોજેક્ટમાં 250 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. વાર્ષિક 30,000 સ્કૂટર બનાવશે કંપની. સિંગલ ચાર્જમાં 140 Km ચાલવાનો કંપનીનો દાવો કર્યો છે. Xleton પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે TVS X. ટોપ સ્પીડ 105kmphની હશે, 10.2 ઈંચની TFT ડિસ્પ્લે છે. TVS મોટરનો ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 19% માર્કેટ શેર છે.

    TORRENT PHARMA

    દહેજ પ્લાન્ટનું OAI સ્ટેટસ ઘટાડીને VAI કર્યું. પ્લાન્ટ જુલાઈ 2019માં ઓફિશિયલ એક્શન ઈન્ડિકેટેડમાં વર્ગીકૃત થોય હતો. મે 2023માં અહીં USFDA દ્વારા તપાસ થઈ હતી, 2 અવલોકનો મળ્યા હતા.

    SUN PHARMA

    Deuruxolitinib પેટન્ટ કેસમાં USની કોર્ટે કંપની વિરુદ્ધ ચૂકાદો આપ્યો. વાળ ખરવાની બિમારી માટે Deuruxolitinibનો ઉપયોગ થાય છે. Incyteએ 2017માં પેટન્ટને પડકારતી અરજી કરી હતી.

    PI Industries

    ગઈકાલે બપોરે ભરૂચના ઝઘડીયા પ્લાન્ટમાં બ્રોમેઈન ગળતરની ઘટના બની. 28 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કંપની તરફથી કોઈ કમેન્ટ્રી નથી આવી.

    GAIL

    આગામી 3 વર્ષમાં 30,000 કરોડ રૂપિયાના કેપેક્સનો લક્ષ્ય છે. પાઇપલાઇન્સ, પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ્સ, CGD પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે કંપની. ઓપરેશનલ કેપેક્સમાં પણ રોકાણ કરશે કંપની. કંપની પાસે 15,600 કિલોમીટરની પાઇપલાઇન કાર્યરત છે. 4200 કિલોમીટરની પાઇપલાઇન અન્ડર કનસ્ટ્રક્શનમાં છે. GAIUL આગામી કેલેન્ડર વર્ષમાં લગભગ 20,000 કિમી નેશનલ ગેસ ગ્રીડ પૂર્ણ કરશે.

    Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTY પણ 19500ની ઉપર

    Vascon Engineers

    Vascon Engineers ને BMSICL તરફથી 605.7 કરોડ રૂપિયાનો LOA (Letter Of Acceptance )મળ્યો. BMSICL એટલે કે Bihar Medical Services & Infrastructure Corporation Limited.

    HCL TECH

    AMAZON વેબ સર્વિસિસ સાથે જેનરેટિવ AI એડૉપ્શન માટે કરાર કર્યા.

    NHPC

    રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે આંધ્ર પ્રદેશ પાવર જનરેશન કોર્પ સાથે MoU કર્યા.

    Atul Auto

    Societe Generaleએ 0.54% હિસ્સો 409.54 રૂપિયાના ભાવે ખરીદ્યો.

    Snowman Logistics

    પ્રમોટર ગેટવે ડિસ્ટ્રીપાર્કે 0.66% હિસ્સો 53.56 રૂપિયા પ્રતિશેરના ભાવે ખરીદ્યો. જૂન 2023 મુજબ ગેટવેનો કંપનીમાં 41.75- (પિચ્યોતેર)%નો હિસ્સો ધરાવે છે.

     

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 24, 2023 9:12 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.