શેરબજારમાં તેજી: ટોપ 10માંથી 9 કંપનીઓની સંપત્તિ 2.51 લાખ કરોડ વધી, બજાજ ફાઈનાન્સને સૌથી મોટો ફાયદો | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં તેજી: ટોપ 10માંથી 9 કંપનીઓની સંપત્તિ 2.51 લાખ કરોડ વધી, બજાજ ફાઈનાન્સને સૌથી મોટો ફાયદો

Market Cap: શેરબજારમાં સતત તેજી. સેન્સેક્સની ટોપ 10માંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં 2.51 લાખ કરોડનો તોતિંગ વધારો. જાણો કઈ કંપનીને કેટલો ફાયદો થયો અને કોને નુકસાન.

અપડેટેડ 12:27:25 PM Aug 02, 2026 પર
Story continues below Advertisement
Market Cap: શેરબજારમાં સતત તેજી. સેન્સેક્સની ટોપ 10માંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં 2.51 લાખ કરોડનો તોતિંગ વધારો.

Market Cap: વિતેલા સપ્તાહે શેરબજારમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સની ટોપ 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના બજાર મૂલ્યમાં કુલ 2,51,228.75 કરોડનો તોતિંગ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે સેન્સેક્સ 2,034.87 પોઈન્ટ એટલે કે 2.67 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 616.15 પોઈન્ટ 2.59 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

બજાજ ફાઈનાન્સને બખ્ખાં, રિલાયન્સ નંબર વન

આ તેજીના માહોલમાં સૌથી મોટો ફાયદો બજાજ ફાઈનાન્સને થયો છે. જોકે, માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.

કઈ કંપનીના માર્કેટ કેપમાં કેટલો વધારો થયો?

ચાલો એક નજર કરીએ ટોપ 9 કંપનીઓને થયેલા ફાયદાના આંકડાઓ પર:


બજાજ ફાઈનાન્સ: સૌથી વધુ 80,345.97 કરોડનો ફાયદો થયો. હવે કંપનીનું કુલ માર્કેટ કેપ 7,10,817.51 કરોડ થઈ ગયું છે.

ભારતી એરટેલ: કંપનીની વેલ્યુ 44,959.50 કરોડ વધીને 12,30,005.63 કરોડ પર પહોંચી ગઈ છે.

TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ): 40,414.03 કરોડના વધારા સાથે નવું માર્કેટ કેપ 8,55,894.78 કરોડ થયું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ: 39,447.35 કરોડ વધીને કુલ બજાર મૂલ્ય 17,69,108.79 કરોડ થયું.

L&T (લાર્સન એન્ડ ટુબ્રો): 21,096.80 કરોડના ફાયદા સાથે માર્કેટ કેપ 5,41,844.69 કરોડ થયું.

SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા): 10,845.97 કરોડ વધીને માર્કેટ કેપ 9,47,799.81 કરોડ પર પહોંચ્યું.

HDFC Bank: 8,164.73 કરોડના વધારા સાથે હવે કંપનીનું મૂલ્ય 11,52,150.63 કરોડ છે.

LIC (ભારતીય જીવન વીમા નિગમ): 4,427.49 કરોડ વધીને કુલ વેલ્યુ 5,37,435.05 કરોડ થઈ.

ICICI Bank: 1,660.37 કરોડના મામૂલી વધારા સાથે માર્કેટ કેપ 10,29,878.30 કરોડ થયું.

હિન્દુસ્તાન યુનિલિવરને મોટું નુકસાન

બજારમાં ચારેબાજુ તેજી હોવા છતાં, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડને આ ટ્રેન્ડનો ફટકો પડ્યો છે. HUL નું માર્કેટ કેપ 10,326.46 કરોડ ઘટી ગયું છે અને હવે તે ઘટીને 4,93,602.13 કરોડ પર આવી ગયું છે.

માર્કેટ કેપ મુજબ દેશની ટોપ 10 કંપનીઓનું લિસ્ટ:

* રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

* ભારતી એરટેલ

* HDFC બેંક

* ICICI બેંક

* સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)

* ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)

* બજાજ ફાઈનાન્સ

* લાર્સન એન્ડ ટુબ્રો (L&T)

* ભારતીય જીવન વીમા નિગમ (LIC)

* હિન્દુસ્તાન યુનિલિવર (HUL)

નવા સપ્તાહમાં આ શેર્સ થશે લિસ્ટ

શેરબજારમાં રોકાણકારો માટે નવા સપ્તાહમાં કેટલીક નવી તકો આવી રહી છે. 5 ઓગસ્ટના રોજ મેઈનબોર્ડ સેગમેન્ટમાં Manipal Health Enterprises ના શેર NSE અને BSE પર પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત 6 ઓગસ્ટના રોજ NSE અને BSE બંને એક્સચેન્જ પર Juniper Green Energy અને MV Electrosystems ના શેરનું લિસ્ટિંગ થવાની પૂરેપૂરી આશા છે. રોકાણકારોની નજર આ નવા લિસ્ટિંગ પર રહેશે.

આ પણ વાંચો- Market Outlook: મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં બે સપ્તાહનો ઘટાડો અટક્યો, જાણો Nifty માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 02, 2026 12:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.