30 જૂનના રોજ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. જૂન એક્સપાયરીના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. જાણો આજના ટોપ ગેનર્સ, લુઝર્સ અને સેક્ટરની લેટેસ્ટ સ્થિતિ.
સૌથી વધુ નુકસાન સહન કરનારા શેરોમાં આઇશર મોટર્સ, ઇન્ફોસિસ, ટાટા કન્ઝ્યુમર, TCS અને વિપ્રોનો સમાવેશ થાય છે.
Closing Bell: ભારતીય શેરબજારમાં 30 જૂનના રોજ ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જૂન મહિનાના એક્સપાયરી સેશનમાં માર્કેટમાં વેચવાલીનું દબાણ રહ્યું. આજના કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. ખાસ કરીને IT સેક્ટરમાં નરમાશને કારણે નિફ્ટી 23,900 ના મહત્વના સ્તરની નીચે સરકી ગયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીની ક્લોઝિંગ સ્થિતિ
આજના ટ્રેડિંગ સેશનના અંતે BSE સેન્સેક્સ 249.70 પોઈન્ટ એટલે કે 0.33 ટકાના ઘટાડા સાથે 76,478.67 ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ, NSE નિફ્ટી પણ 80.50 પોઈન્ટ અથવા 0.34 ટકા તૂટીને 23,865.75 ના સ્તર પર બંધ થયો.
બજારમાં ઓવરઓલ ટ્રેન્ડની વાત કરીએ તો બ્રોડર માર્કેટમાં થોડી ખરીદી જોવા મળી હતી. આજે લગભગ 2250 શેરોમાં વધારો નોંધાયો હતો, જ્યારે 1805 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. આ ઉપરાંત 173 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર થયો ન હતો.
આજના ટોપ લુઝર્સ અને ગેનર્સ
નિફ્ટી 50 ઇન્ડેક્સમાં આજે કેટલીક મોટી કંપનીઓના શેર ગગડ્યા હતા.
ટોપ લુઝર્સ
સૌથી વધુ નુકસાન સહન કરનારા શેરોમાં આઇશર મોટર્સ, ઇન્ફોસિસ, ટાટા કન્ઝ્યુમર, TCS અને વિપ્રોનો સમાવેશ થાય છે.
ટોપ ગેનર્સ
જ્યારે બીજી બાજુ, મારુતિ સુઝુકી, ટાઇટન કંપની, અદાણી એન્ટરપ્રાઇઝિસ, બજાજ ફાઇનાન્સ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના શેરોમાં સારી ખરીદી નીકળતા તે ટોપ ગેનર્સ બન્યા હતા.
સેક્ટર મુજબ માર્કેટની ચાલ
અલગ-અલગ સેક્ટરના પ્રદર્શન પર નજર કરીએ તો,,,IT ઇન્ડેક્સમાં સૌથી વધુ વેચવાલી રહી અને તે 2.5 ટકા તૂટ્યો હતો. FMCG સેક્ટરમાં 0.4 ટકાનો ઘટાડો નોંધાયો. PSU બેન્ક અને મીડિયા ઇન્ડેક્સ બંનેમાં 0.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. રાહતના સમાચાર એ રહ્યા કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો સારો ઉછાળો નોંધાયો હતો.
મિડકેપ અને સ્મોલકેપમાં તેજી
મોટા અને બ્લુચીપ શેરોમાં ભલે દબાણ હતું, પરંતુ નાના અને મધ્યમ કદની કંપનીઓના શેરોમાં રોકાણકારોએ ઉત્સાહ દાખવ્યો હતો. આજે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.4 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકાના મજબૂત વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે.