સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 227 પોઈન્ટ વધ્યો, રોકાણકારોએ રુપિયા 37,000 કરોડની કરી કમાણી
ભારતીય શેરબજારો આજે 27મી ડિસેમ્બરે સપ્તાહના છેલ્લા દિવસે વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 227 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી 23,800ને પાર કરી ગયો હતો. જેના કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 38,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આજના કારોબાર દરમિયાન ઓટો, ફાર્મા અને આઈટી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 27 ડિસેમ્બરે વધીને રૂ. 442.39 લાખ કરોડ થઈ છે.
Share Market Today: ભારતીય શેરબજારો આજે 27મી ડિસેમ્બરે સપ્તાહના છેલ્લા દિવસે વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 227 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી 23,800ને પાર કરી ગયો હતો. જેના કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 38,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આજના કારોબાર દરમિયાન ઓટો, ફાર્મા અને આઈટી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. બ્રોડર માર્કેટનો ટ્રેન્ડ મિશ્ર રહ્યો હતો. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.08 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.28 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 226.59 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 78,699.07 પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 63.20 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 23,813.40 પર બંધ થયો હતો.
રોકાણકારોએ રુપિયા 38,000 કરોડની કમાણી કરી
BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 27 ડિસેમ્બરે વધીને રૂ. 442.39 લાખ કરોડ થઈ છે, જે તેના પાછલા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવાર, ડિસેમ્બર 26ના રોજ રૂ. 442.01 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 38,000 કરોડનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 38,000 કરોડનો વધારો થયો છે.
સેન્સેક્સના આ 5 શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો
BSE સેન્સેક્સના 30માંથી 19 શેરો લીલા રંગમાં એટલે કે ઉછાળા સાથે બંધ થયા છે. આમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના શેરમાં સૌથી વધુ 2.47 ટકાનો વધારો થયો હતો. આ પછી ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને બજાજ ફિનસર્વના શેર 1.32 ટકાથી 2.30 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સના આ 5 શેરો સૌથી વધુ તૂટ્યા
સેન્સેક્સના બાકીના 11 શેર આજે નુકસાન સાથે બંધ થયા હતા. તેમાં પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેર 1.49 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર હતા. જ્યારે ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઝોમેટો અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.72 ટકાથી 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
2,024 શેર ઘટ્યા હતા
એક્સચેન્જમાં આજે કુલ 4,087 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 1,944 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 2,024 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 113 શેર કોઈપણ વધઘટ વગર સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 115 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 72 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.