Closing Bell: US-ઈરાન શાંતિ કરારની આશાએ શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1695 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,600ને પાર | Moneycontrol Gujarati
Get App

Closing Bell: US-ઈરાન શાંતિ કરારની આશાએ શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1695 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,600ને પાર

US અને ઈરાન વચ્ચે શાંતિ કરારની આશાથી શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી. સેન્સેક્સ 1695 પોઈન્ટ ઉછળીને 75,527 અને નિફ્ટી 23,622 પર બંધ. જાણો આજના માર્કેટની સંપૂર્ણ હાઈલાઈટ્સ.

અપડેટેડ 03:52:43 PM Jun 12, 2026 પર
Story continues below Advertisement
આજે માત્ર મોટી કંપનીઓ જ નહીં, પરંતુ મધ્યમ અને નાના કદની કંપનીઓના શેરોએ પણ બેન્ચમાર્ક કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.

Closing Bell: શેરબજારમાંથી આજે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા (US) અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાની પ્રબળ આશાને કારણે ભારતીય શેર બજારમાં જાણે રોનક આવી ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટના આ પોઝિટિવ સંકેતોને પગલે તમામ સેક્ટર્સમાં રોકાણકારો દ્વારા ભારે ખરીદી કરવામાં આવી છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં તોફાની તેજી

12 જૂન 2025 ના રોજ પૂરા થયેલા કારોબારમાં બજારમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આજના ટ્રેડિંગ સેશનના અંતે બેન્ચમાર્ક ઇન્ડેક્સે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. કારોબારના અંતે સેન્સેક્સ 1695.40 પોઈન્ટ્સ (એટલે કે 2.30 ટકા) ના મસમોટા ઉછાળા સાથે 75,527.95 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 461.30 પોઈન્ટ્સ (1.99 ટકા) ની શાનદાર તેજી જોવા મળી અને તે 23,622.90 ની સપાટી વટાવીને બંધ થયો.

માર્કેટનું ઓવરઓલ પ્રદર્શન

શેર બજારમાં આજે ચારેકોર લીલોતરી છવાયેલી રહી હતી. આંકડાકીય માહિતી મુજબ,,,લગભગ 3110 શેરોમાં આજે તેજી જોવા મળી હતી.માત્ર 969 શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.જ્યારે 149 શેરો એવા હતા જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો ન હતો.


નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર્સ

બજારની આ તેજીમાં કેટલીક કંપનીઓના શેરોએ રોકાણકારોને સૌથી વધુ કમાણી કરાવી છે.

Top Gainers

આ લિસ્ટમાં શ્રીરામ ફાઇનાન્સ, L&T, ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફાઇનાન્સ અને HDFC બેન્કનો સમાવેશ થાય છે.

Top Losers

બીજી તરફ, નેસ્લે ઇન્ડિયા, ONGC, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પોરેશન અને SBI લાઇફ ઇન્શ્યોરન્સના શેરોમાં આજે દબાણ અને ઘટાડો જોવા મળ્યો હતો.

સેક્ટર મુજબ માર્કેટની સ્થિતિ

સેક્ટરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, માત્ર IT સેક્ટરને બાદ કરતા તમામ ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં બંધ થયા છે. ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, ટેલિકોમ, બેન્કિંગ, ઓટો, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ અને મેટલ સેક્ટરમાં 1 થી 2 ટકા જેટલી મજબૂત તેજી નોંધાઈ છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદી

આજે માત્ર મોટી કંપનીઓ જ નહીં, પરંતુ મધ્યમ અને નાના કદની કંપનીઓના શેરોએ પણ બેન્ચમાર્ક કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 બંને ઇન્ડેક્સમાં લગભગ 2 ટકાનો ઉછાળો નોંધાયો છે, જે દર્શાવે છે કે રિટેલ રોકાણકારોનો બજાર પર ભરોસો અકબંધ છે.

આ પણ વાંચો-Brigade Enterprises bonus share: 6 વર્ષ બાદ રિયલ્ટી કંપનીની મોટી જાહેરાત, 3 શેર પર 1 બોનસ શેર ફ્રી મળશે, જાણો રેકોર્ડ ડેટ અને ડિવિડન્ડની વિગતો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 12, 2026 3:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.