Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

02 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 3114 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 392 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

અપડેટેડ 09:10:11 AM Nov 03, 2026 પર
Story continues below Advertisement
GIFT નિફ્ટી 23,551.50 ના હાયરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ગેપ-અપ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 03 નવેમ્બરના સ્ટ્રોંગની સાથે ખુલવાની સંભાવના છે. 0૩ નવેમ્બર, GIFT નિફ્ટીના સંકેતો મુજબ, શરૂઆતી કારોબારમાં તે 154 પોઈન્ટના વધારા સાથે 23,551.50 પર ટ્રેડ કરી રહ્યો છે. ૨ નવેમ્બરના રોજ ભારતીય બજારના મુખ્ય સૂચકાંકો સતત ત્રીજા સત્રમાં વધારા સાથે બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) જેવા દિગ્ગજ શેરોમાં ભારે ખરીદીના ટેકાથી નિફ્ટી 23,300 ના સ્તરને પાર કરી ગયો હતો. બીજા ત્રિમાસિક ગાળાના (Q2) મજબૂત પરિણામો જાહેર કર્યા બાદ RILના શેરમાં લગભગ 11.5%નો ઉછાળો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત, યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો, ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટેની વાતચીતમાં પ્રગતિની આશાઓ વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નરમાઈ, અને ઓક્ટોબર મહિનામાં GSTની મજબૂત આવક જેવા પરિબળોએ પણ બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શેરમાં 11% થી વધુનો ઉછાળો આવ્યો છે, જે એપ્રિલ 2020 પછીનો એક દિવસનો સૌથી મોટો વધારો છે. નાણાકીય વર્ષ 2027 ના બીજા ત્રિમાસિક ગાળા (Q2 FY27) માં નોંધાયેલી રેકોર્ડ કમાણી અને બ્રોકરેજ ફર્મ્સના સકારાત્મક અભિપ્રાયોને પગલે, આ તેજીને કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂલ્ય) ₹17 લાખ કરોડને પાર કરી ગયું છે. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.42 ટકા વધીને 74,459.53 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.51 ટકા વધીને 23,053.10 ના સ્તર પર બંધ થયા હતા.


કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

GIFT NIFTY

GIFT નિફ્ટી 23,551.50 ના હાયરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ગેપ-અપ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:

પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 23,452, 23,507 અને 23,597

પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 23,274, 23,218 અને 23,129

ગ્લોબલ માર્કેટ

ક્રૂડ ઓઈલમાં જોરદાર ઘટાડાથી ભારતીય બજારના સેન્ટિમેન્ટ સુધર્યા. સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટ્સથી વધુનો ઉછાળો જોવા મળ્યો. FIIsની કેશ અને વાયદા મળાવી 8000 કરોડની ખરીદી.

AIની ફંડિંગ, ટેક પર દબાણ

માર્વેલ ટેક 13% ઘટ્યો, લ્યૂમેંટમ 18% ઘટ્યો. $115 બિલિયનની ઓલ સ્ટોક અધિગ્રહણ ડીલ છે. ડીલ પહેલા સ્ટોક દોઢીથી ત્રણ ગણા થયા હતા. Oracle 8% ઘટ્યો, $20 એકત્ર કર્યા. માઈક્રોસોફ્ટે બોન્ડ દ્વારા $25 બિલિયન એકત્ર કર્યા. મેટાની $20 બિલિયન એકત્ર કરવાની તૈયારી છે.

US-ઈરાન અપડેટ

ઈરાનના સુપ્રીમ લીડરે રાષ્ટ્રપતિને વધુ અધિકારો આપ્યા. શાંતી વાર્તા માટે રાષ્ટ્રપતિને વધુ અધિકારો આપ્યા. મસૂદ પેજેશકિયાન ઈરાનના રાષ્ટ્રપતિ છે. પેજેશકિયાને કહ્યું કે વાતચીતથી મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો.

ટ્રમ્પનું નિવેદન

ટ્રમ્પે કહ્યું અમેરિકા વાતચીત માટે તૈયાર છે. US ઈરાન સાથે ડીલ ઈચ્છે છે. મિડટર્મ ચૂંટણી પછી હુમલો નહીં કરીએ.

JD વેન્સનું નિવેદન

ઈરાન સાથે સારી વાતચીત થઈ. કરાર પર ટ્રમ્પ અને હું આશાવાદી છે.

અબ્બાસ અરાઘચીનું નિવેદન

પોતાની શરતો, યોજના US સમક્ષ રજૂ કરી. હવે બધુ USની સમજદારી પર નિર્ભર છે.

મિડટર્મ ચૂંટણીની હલચલ

કેલિફોર્નિયાની બેલેટ રોકવાની અરજી રદ્દ થઈ. 20,000 મેલ ઈન બેલેટ રોકવા અરજી કરી હતી. US મિડટર્મ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. USમાં સાંજે 6 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થશે. ભારતીય સમયઅનુસાર સવારે 3:30 વાગ્યે પરિણામ આવશે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 128.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.33 ટકાના ઘટાડાની સાથે 63,081.86 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.28 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.41 ટકા ઘટીને 44,282.26 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.42 ટકાના વધારાની સાથે 23,503.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 3.39 ટકાની તેજી સાથે 5,660.40 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 26.03 અંક એટલે કે 0.72 ટકા લપસીને 3,612.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

યુએસ બોન્ડ યિલ્ડ

બેન્ચમાર્ક યુએસ 10-વર્ષીય ટ્રેઝરી નોટ પરનું યીલ્ડ 4.9145% પર સ્થિર રહ્યું, જ્યારે 30-વર્ષીય બોન્ડ પરનું યીલ્ડ પણ 5.2868% પર યથાવત રહ્યું. અગાઉના સત્રમાં આ બંને લગભગ બે મહિનાના તેમના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતા.

ડૉલર

મંગળવારે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી સફળતા મળવાની આશાઓને પગલે ડોલર અને તેલના ભાવમાં વધઘટ જોવા મળી હતી, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના વ્યાજ દર અંગેના નિર્ણય પહેલાં ઓસ્ટ્રેલિયન ડોલર (ઓસી) સ્થિર રહ્યો. ડોલર ઇન્ડેક્સ - જે યેન અને યુરો સહિતના વિવિધ ચલણોના સમૂહની સામે ડોલરનું મૂલ્ય માપે છે - તે સોમવારે એક મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા બાદ, મંગળવારે સહેજ નબળો પડીને 101.76 પર ટ્રેડ થઈ રહ્યો.

FII અને DII આંકડા

02 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 3114 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 392 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

F&O બેનમાં આવનારા શેર

F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.

એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ

એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: કેયન્સ ટેક્નોલોજી ઈન્ડિયા, સેલ

એફએન્ડઓ પ્રતિબંધથી હટાવામાં આવ્યો આ સ્ટૉક: નીલ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 03, 2026 9:10 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.