Stock Market Today: GIFT નિફ્ટી 25,520 ની લોઅરનો ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળાઈની શરૂઆત દર્શાવે છે.
Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 07 નવેમ્બરના નબળાઈની સાથે ખુલવાની સંભાવના છે. બજાર શરૂઆતના કલાકોમાં મળેલા વધારા પર નિર્ભર રહ્યું અને સમગ્ર સત્ર દરમિયાન રેન્જબાઉન્ડ રહ્યું, છેલ્લા કલાકમાં વેચાણ દબાણને કારણે નિફ્ટી 25,500 ની નીચે ગયો અને પછી દિવસના નીચા સ્તરે બંધ થયો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.18 ટકા ઘટીને 83,311.01 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.34 ટકા ઘટાડાની સાથે 25,509.70 ના સ્તર પર બંધ થયા હતા.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
GIFT નિફ્ટી 25,520 ની લોઅરનો ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળાઈની શરૂઆત દર્શાવે છે.
નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:
પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 25,632, 25,676 અને 25,748
પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 25,489, 25,444 અને 25,373
ગ્લોબલ માર્કેટના સંકેત
ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની સતત છઠ્ઠા દિવસે કેશમાં વેચવાલી જોવા મળી. GIFT NIFTY આશરે 100 પોઇન્ટ્સ નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. એશિયામાં પણ નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ AI કંપનીઓને લઈ વધતી ચિંતા અને employmentના આંકડાથી US INDICESમાં મોટો ઘટાડો થયો. નાસ્ડેક સૌથી વધારે આશરે 2 ટકા ઘટ્યો.
US બજારની સ્થિતી
AI ચિંતાઓથી બજારમાં દબાણ દેખાયુ. જોબ કટ ડેટાએ પણ દબાણ બનાવ્યું. નાસ્ડેકમાં એપ્રિલ પછીનો સૌથી મોટો ઘટાડો થયો.
USમાં નોકરીઓનું સંકટ
ઓક્ટોબરમાં છટણીનો આંકડો 1.53 મિલિયનને વટાવી ગયો. મહિના દર મહિનાના આધારે છટણીમાં 183% અને વર્ષ દર વર્ષના આધારે 175% નો વધારો થયો. 2003 પછી છટણીની સૌથી વધુ સંખ્યા છે. ટેકનોલોજી સેક્ટરમાં છટણીની સંખ્યા સૌથી વધુ છે.
USમાં ઘટશે વ્યાજ દર
10 ડિસેમ્બરથી વ્યાજદરો પર નિર્ણય લેશે ફેડ. 71% લોકોને દરોમાં 0.25% કાપની આશા છે.
ટ્રેડ ડીલ પર બોલ્યા ટ્રમ્પ
ટ્રેડ ડીલ પર ભારત સાથે સારી વાતચીત ચાલી રહી છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કર્યું. PM મોદી મારા મિત્ર અને અમે વાત કરતા રહીએ છીએ. શક્ય છે કે આવતા વર્ષે હું ભારતની મુલાકાત લઉ.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 94.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.20 ટકાના ઘટાડાની સાથે 49,763.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.47 ટકા ઘટીને 27,769.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.84 ટકાના ઘટાડાની સાથે 26,263.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.57 ટકા તૂટીને 3,922.80 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 4.42 અંક એટલે કે 0.11 ટકા લપસીને 4,003.34 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
યુએસ બોન્ડ યીલ્ડ
10-વર્ષીય ટ્રેઝરી પરનું યીલ્ડ એક બેસિસ પોઇન્ટ વધીને 4.09 ટકા થયું, જ્યારે 2-વર્ષીય ટ્રેઝરી પરનું યીલ્ડ નજીવું વધીને 3.56 ટકા થયું.
ડૉલર ઈંડેક્સ
શુક્રવારે એશિયાના શરૂઆતના વેપારમાં ડોલરમાં ઘટાડો થયો હતો, જેના કારણે મુખ્ય ચલણોમાં ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે રોકાણકારો પાસે યુએસ શ્રમ બજાર અંગે સત્તાવાર ડેટાનો અભાવ હતો, અને ખાનગી ક્ષેત્રના સર્વેક્ષણોમાં નબળાઈના સંકેતો પર તેઓ કબજે થયા હતા.
FII અને DII આંકડા
06 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 3263 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 5283 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
F&O બેનમાં આવનારા શેર
F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.
એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ
એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: નીલ