Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર
13 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,300 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2439 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
GIFT નિફ્ટી 22,763 ના નેગેટીવ સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળાઈની શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 14 ઓક્ટોમ્બરના નબળાઈની સાથે ખુલવાની સંભાવના છે. મંગળવારના સત્રમાં બજારે મજબૂત પુનરાਗમન કર્યું હતું; HCL ટેક્નોલોજીસના ત્રિમાસિક પરિણામો સારા આવવાને પગલે IT શેરોની આગેવાની હેઠળ નિફ્ટી (Nifty) ૨૨,૭૦૦ની સપાટીની ઉપર બંધ થયો હતો.
શરૂઆતના કલાકોમાં બજારે શરૂઆતનો ઘટાડો ભરપાઈ કરી લીધો હતો અને અસ્થિરતા વચ્ચે સત્રના મોટાભાગના સમય દરમિયાન તેજીના વલણ સાથે કારોબાર કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અંગે સકારાત્મક ટિપ્પણીઓ કરતા રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો, જેના પરિણામે સત્રના અંતિમ કલાકમાં બજારમાં વધુ તેજી જોવા મળી હતી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 1.54 ટકા વધીને 73,033.78 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 1.60 ટકા વધીને 22,721.95 ના સ્તર પર બંધ થયા હતા.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
GIFT નિફ્ટી 22,763 ના નેગેટીવ સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળાઈની શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:
પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 22,743, 22,845 અને 23,011
પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 22,412, 22,309 અને 21,144
ગ્લોબલ માર્કેટ
બજારના સેન્ટિમેન્ટ નબળા ગિફ્ટ નિફ્ટીમાં 70 પોઈન્ટ્સનું દબાણ જોવાને મળી રહ્યું છે. જોકે FIIsની કેશ અને વાયદા બન્ને મળીને 4200 કરોડ રૂપિયાથી વધુની ખરીદદારી થઈ રહી છે. ત્યાંજ USના બજારોમાં ગઈકાલે સામાન્ય દબાણ જોવા મળ્યું, સવારે એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે.
US બજારની સ્થિતિ
UnitedHealthએ EPS ગાઈડન્સ વધાર્યું, શેર ફ્લેટ બંધ થયા છે. Q3ના પરિણામ સાથે બેન્કિંગ સેક્ટરમાં મિશ્ર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. J&Jમાં નરમાશને કારણે હેલ્થકેરમાં દબાણ દેખાયુ. ચિપ કંપનીઓમાં સતત પાંચમા દિવસે ઘટાડો આવ્યો.
મોટી બેન્કોના પરિણામ
Q3માં JPMorgan, Citigroupના લોન ગ્રોથ રેકોર્ડ સ્તરે પહોંચી. Q3માં Wells Fargoનો લોન ગ્રોથ પણ રેકોર્ડ સ્તરે પહોંચી. ઊંચા વ્યાજદર છતાં ગ્રાહકો લોન લઈ રહ્યા છે.
જોન વિલિયમ્સનું નિવેદન
ન્યૂયોર્ક ફેડના પ્રેસિડેન્ટ જોન વિલિયમ્સનું નિવેદન છે. આ વર્ષે વધુ એક વ્યાજ દર વધારાનું સમર્થન આપ્યુ. હાલમાં 2027માં વ્યાજ વધારવાની જરૂર નથી લાગતી. વધુ એક વ્યાજ દર વધારાનો મારો મત નથી બદલાયો.
ક્રિસ્ટોફર વૉલરનું નિવેદન
અમેરિકન ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વોલરનું નિવેદન છે. લાંબાગાળાના ટ્રેઝરી યીલ્ડ વધવાને કારણે માગ પર દબાણ જોવા મળ્યુ. ઓટો અને હાઉસિંગ જેવા સેક્ટરમાં માગ ઘટી રહી છે. ફેડનો ઈરાદો નથી, પણ યીલ્ડ પર અસર છે. ઉપલા સ્તરે રહેલી યીલ્ડ કડક પૉલિસીનું કામ કરી રહી છે.
ક્રૂડમાં ફરી કારોબાર
ક્રૂડનો ભાવ $107ને પાર નિકળ્યો. સાઉદી અને હુતિઓ વચ્ચે સંઘર્ષ વધ્યો. પશ્ચિમ એશિયા તણાવથી સપ્લાય સંકટ વધવાની આશંકા છે. કાલે હુતિઓએ અરામકો હેક્વાર્ટર પર મિસાઈલ છોડી. સાઉદી નેતૃત્વવાળા ગઠબંધનનું યમનમાં જવાબી અભિયાન. તેહરાને સ્ટ્રેટથી સાર થતા ટેન્કરો પર હુમલા વધાર્યા. 19 મિલિયન બેરલથી વધુ ક્રૂડની અવરજવર જોવા મળી.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 83.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.73 ટકાના વધારાની સાથે 68,270.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.03 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 1.44 ટકા વધીને 49,039.49 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.05 ટકાના વધારાની સાથે 24,358.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.91 ટકાની તેજી સાથે 6,152.97 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 6.88 અંક એટલે કે 0.18 ટકા ઉછળીને 3,807.74 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
યુએસ બોન્ડ યિલ્ડ
10 વર્ષના ટ્રેઝરી બોન્ડ્સનો યીલ્ડ થોડો વધીને 5.22% થયો હતો, જ્યારે 2 વર્ષના ટ્રેઝરી બોન્ડ્સનો યીલ્ડ પણ નજીવો વધીને 4.79% થયો.
ડૉલર
બુધવારે ડૉલર નબળો રહ્યો હતો, કારણ કે સતત વધી રહેલી મોંઘવારીનો સામનો કરવા માટે વ્યાજદરમાં વધારો ક્યારે કરવામાં આવશે, તે અંગેના નવા સંકેતોની ટ્રેડર્સ રાહ જોઈ રહ્યા.
અગાઉના સત્રમાં 18 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ડૉલર નબળો પડ્યો હતો. તેલના ભાવમાં ઘટાડો થતાં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે આવેલી તેજીનું રોકાણકારો ફરીથી મૂલ્યાંકન કરતા યુએસ એસેટ્સની માંગ પર અસર પડી હતી. બીજી તરફ, ફ્રાન્સના બજેટ અંગેની ચિંતાઓને કારણે યુરોપના બોન્ડ યીલ્ડ ઊંચા રહ્યા હતા અને બજારોમાં અનિશ્ચિતતા જળવાઈ રહી હતી, જેના કારણે યુરોએ અગાઉનો વધારો જાળવી રાખ્યો..
વિશ્વની મુખ્ય કરન્સીઓની સરખામણીમાં અમેરિકન ડૉલરની મજબૂતી દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ 0.02% ઘટીને 102.17 થયો હતો. મંગળવારે પણ તેમાં 0.35%નો ઘટાડો નોંધાયો.
FII અને DII આંકડા
13 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,300 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2439 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
F&O બેનમાં આવનારા શેર
F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.
એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ