Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

22 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 3,458 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2,891 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

અપડેટેડ 09:05:28 AM Oct 23, 2026 પર
Story continues below Advertisement
GIFT નિફ્ટી 22,816.50 ના મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની પોઝિટીવની શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 23 ઓક્ટોમ્બરના મજબૂતીની સાથે ખુલવાની સંભાવના છે. 22 ઓક્ટોબરના રોજ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રીજા સત્રમાં ઘટાડા સાથે બંધ થયા હતા. ભૌગોલિક-રાજકીય તણાવ વધવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 110 ડોલરની સપાટીને વટાવી ગયા હતા, જેની અસર હેઠળ નિફ્ટી 22,700 ની નીચે સરકી ગયો હતો.

વૈશ્વિક સ્તરે નબળા સંકેતો વચ્ચે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને મોટાભાગના સત્ર દરમિયાન નકારાત્મક વલણમાં રહ્યું હતું. અલગ અલગ સેક્ટરમાં વ્યાપક વેચવાલીને કારણે નિફ્ટી દિવસ દરમિયાન 22,600 ની નીચે પણ ગયો હતો, પરંતુ 22,554.85 ના દિવસના નીચા સ્તરેથી સુધારો દર્શાવતા તે 22,650 ની ઉપર બંધ થયો હતો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.62 ટકા ઘટીને 73,249.39 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.54 ટકા ઘટીને 22,687.65 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.


GIFT NIFTY

GIFT નિફ્ટી 22,816.50 ના મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની પોઝિટીવની શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:

પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 22,764, 22,818 અને 22,906

પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 22,588, 22,534 અને 22,446

ગ્લોબલ માર્કેટ

US માં AI ટ્રેડ રિવર્સલ અને બૉન્ડ યીલ્ડમાં નરમાશથી આપણા માર્કેટના સેન્ટિમેન્ટ સારા રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ્સ ઉપર કારોબાર કરતા દેખાય રહી છે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 5 ટકાની નીચે છે.

AI SPENDINGને લઈ ચિંતાથી અમેરિકાના બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. INTEL, AMD, માઈક્રોન અને NVIDIA જેવા શેર્સના 4 થી 8 ટકા ઘટવાથી નાસ્ડેક અઢી ટકાથી વધારે તૂટ્યો. એશિયામાં પણ દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાના બજાર KOSPI 2 ટકા નીચે કારોબાર કરી રહ્યા છે.

$800 બિલિયન ડૂબ્યા

Meta, Amazon, Microsoft માં મોટો ઘટાડો થયો. Alphabet અને Nvidia માં પણ ભારે ઘટાડો થયો. 5 કંપનીઓનું માર્કેટ કેપ લગભગ $800 બિલિયન ઘટ્યું. રોકાણકારોએ ટેક શેર્સમાંથી પૈસા કાઢવાના શરૂ કર્યા. કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને યુટિલિટી કંપનીઓમાં રોકાણ વધ્યું.

મેટામાં ઘટાડો કેમ?

પરિણામ બાદ સ્ટોક 7% જેટલો ઘટ્યો. મેટાનો ફ્રી કેશ ફ્લો નેગેટિવ થયો. લિસ્ટિંગ બાદ પહેલી વાર ફ્રી કેશ ફ્લો નેગેટિવ થયો. મેટાની ભવિષ્યમાં ખર્ચ વધારવાની યોજના છે. ખર્ચ $700 બિલિયનથી વધારી $825 બિલિયન થવાની આશા છે. કંપનીએ કેપેક્સનું અનુમાન પણ વધારી $135-145 બિલિયન કર્યું. મેટાના બોન્ડમાં પણ નરમાશ જોવા મળી.

ક્રૂડમાં દબાણ

બ્રેન્ટમાં ભાવ $113ની ઉપર બંધ થયા. મે 2026 બાદ બ્રેન્ટનો ભાવ $113ને પાર પહોંચ્યો. હુતિઓના હુમલાથી ક્રૂડમાં ઉછાળો જોવા મળ્યો. હુતિઓએ સાઉદીમાં ઘણી જગ્યાએ હુમલો કર્યો. ડેટેડ બ્રેન્ટના ભાવ લગભગ $120 પ્રતિ બેરલ પર છે.

બોન્ડમાં રોકાણ વધ્યું

બોન્ડમાં એક વર્ષથી વધુ સમયની સૌથી મોટી તેજી જોવા મળી. શેર બજારમાં વેચવાલીથી બોન્ડમાં રોકાણ વધ્યું. USમાં 10 વર્ષની યીલ્ડ એક મહિનામાં પહેલી વાર 5%ની નીચે છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 118.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.43 ટકાના ઘટાડાની સાથે 62,006 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.55 ટકાનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.39 ટકા મજબૂતીની સાથે 23,023.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.09 ટકા તૂટીને 5,417.86 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 47.33 અંક એટલે કે 1.31 ટકા લપસીને 3,610.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

યુએસ બોન્ડ યિલ્ડ

10-વર્ષીય ટ્રેઝરી પરનું યીલ્ડ 1 બેસિસ પોઈન્ટ વધીને 4.96 ટકા થયું છે, અને 2-વર્ષીય ટ્રેઝરી યીલ્ડ 2 બેસિસ પોઈન્ટથી વધુ વધીને 4.66 ટકા પર પહોંચ્યું છે.

ડૉલર

યુએસ ડૉલર ઇન્ડેક્સ, જે અન્ય છ ચલણોની સરખામણીમાં ડૉલરનું મૂલ્ય માપે છે, તે શુક્રવારે શરૂઆતી કારોબારમાં ઘટીને 101.54 પર ટ્રેડ થઈ રહ્યો.

FII અને DII આંકડા

22 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 3,458 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2,891 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

F&O બેનમાં આવનારા શેર

F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.

એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ

એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: અંબુજા સિમેન્ટ્સ, કેયન્સ ટેક્નોલોજી ઈન્ડિયા, સેલ

એફએન્ડઓ પ્રતિબંધથી હટાવામાં આવ્યો આ સ્ટૉક: નીલ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 23, 2026 9:05 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.