Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર
22 સપ્ટેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 3800 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 4,120 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
GIFT નિફ્ટી 23,344.50 ના હાયર સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની પોઝીટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 23 સપ્ટેમ્બરના પોઝિટિવની સાથે ખુલવાની સંભાવના છે. 22 સપ્ટેમ્બરના રોજ અસ્થિર કારોબાર દરમિયાન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, PSU બેંક અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં થયેલા વેચવાલીના દબાણને કારણે ભારતીય ઇક્વિટી સૂચકાંકોનો સતત ચાર દિવસનો તેજીનો દોર તૂટ્યો અને તેઓ 23,350 ના સ્તરની નીચે બંધ થયા. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.44 ટકા ઘટીને 74,529.08 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.36 ટકા ઘટીને 23,329 ના સ્તર પર બંધ થયા હતા.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
GIFT નિફ્ટી 23,344.50 ના હાયર સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની પોઝીટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:
પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 23,446, 23,494 અને 23,571
પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 23,290, 23,242 અને 23,165
ગ્લોબલ માર્કેટ
ઠીક-ઠાક સંકેતો છતા ગિફ્ટ નિફ્ટીમાં દબાણ જોવા મળ્યુ. આશરે 50 અંક નીચે કારોબાર થતો દેખાય છે. ત્યાંજ એશિયામાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. કોસ્પી 2 ટકા ઉપર કારોબાર થઈ રહ્યો છે. કાલે અમેરિકાના બજાર મિશ્ર રહ્યાં. ડાઓ નીચે પરંતુ નાસ્ડેકમાં બીજા દિવસે રેકોર્ડ હાઈ ક્લોઝિંગ જોવા મળ્યું.
UNGAમાં બોલ્યા ટ્રમ્પ
ટ્રમ્પે UNGAમાં 37 મિનિટનું ભાષણ આપ્યું. ઈરાન પર ટૂંકમાં જ મોટો નિર્ણય લેવાના સંકેત છે. મિડ-ટર્મ ચૂંટણી બાદ ઈરાન સાથે ડીલ શક્ય છે. ઈરાન ચૂંટણીમાં મારા પ્રદર્શનની રાહ જોઈ રહ્યું છે. ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક સાથે કરાર કર્યા. US, યુરોપની રક્ષા માટે જરૂરી પગલા લીધા છે. અમેરિકામાં કમ્યુનિઝમ ક્યારેય નહીં આવે. પરંતુ ક્યુબામાં આઝાદી આવશે. જરૂર પડ્યે સેનાની તાકાતનો ઉપયોગ કરીશું. ઓદ્યોગિક ક્રાંતિથી પણ મોટી હશે AIની ક્રાંતિ.
યુદ્ધ પર અપડેટ
ટ્રમ્પે કહ્યું ઈરાનના પ્રતિનિધિઓને US અધિકારી મળ્યા. બન્ને પક્ષો વચિ્ચે ઘણી સારી બેઠક થયાનો દાવો કર્યો. બેઠક 3 કલાક ચાલી અને પ્રોડક્ટિવ રહી. US તરફથી વિટકૉફ, કુશ્નરે પ્રતિનિધિત્વ કર્યું. ટૂંકમાં જ ઈરાન સાથે બીજી બેઠક થશે. ઈરાન તરફતી હજુ અધિકારીક નિવેદન નથી આવ્યું. ટ્રમ્પ ગલ્પ કોઓપરેશન કાફન્સિલને પણ મળશે.
રોયટર્સનો મોટો દાવો
સાઉદીએ ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનનું ઓપરેશન શરૂ કર્યું. રેડ-સીના યાનબૂ પોર્ટથી આજથી એક્સપોર્ટ શરૂ થઈ શકે. હુતીઓના હુમલા બાદ મહિનાની શરૂમાં પાઈપલાઈન બંધ હતી. પાઈપલાઈન સંપૂર્ણ શરૂ થતાં 6-8 સપ્તાહ લાગી શકે છે. અરામકોની રિસ્ટાર્ટ ક્ષમતા વધારવાની તૈયારી છે. ક્ષમતા વધારીને 40 લાખ BPD કરવાની તૈયારી છે.
જલ્દી શરૂ થશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
ઈરાની અધિકારીઓએ રોયટર્સ સાથે વાત કરી. 7 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાના સંકેત છે. સૌથી પહેલા USએ નાકાબંદી હટાવવી પડશે.
ટ્રમ્પ-શી મુલાકાત પર નજર
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે વોશિંગ્ટન પહોંચશે. ટ્રેડ ટેરિફ અને AI એજન્ડા પર મહત્વના મુદ્દાઓ સામેલ થયા છે. અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થયો. ચીનના સામાન પર USનું ઈફેક્ટિવ ટેરિફ 22.8% છે. ચીનના સ્ટીલ, એલ્યુમિનિયમ આયાત પર સૌથી વધુ ટેરિફ છે.
એશિયાઈ બજાર
બુધવારે એશિયન શેરબજારોમાં સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી. વોલ સ્ટ્રીટ પર AI ચિપમેકર્સના શેરોમાં ઉછાળો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી બજારને સપોર્ટ મળ્યો. MSCI એશિયા-પેસિફિક ઇન્ડેક્સ 0.4% વધ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.26% ચડ્યો. જાપાનના બજારો ત્રણ દિવસની રજાને કારણે બંધ રહ્યા અને ગુરુવારે ફરી ખુલશે.
યુએસ બોન્ડ યિલ્ડ
10-વર્ષના અમેરિકી ટ્રેઝરી બોન્ડની યીલ્ડ વધીને 4.96% થઈ હતી, જ્યારે 2-વર્ષના ટ્રેઝરીની યીલ્ડ 4.75% રહી હતી. મંગળવારે અમેરિકી 2-વર્ષના ટ્રેઝરીની યીલ્ડ જુલાઈ 2024 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચી હતી, જોકે ત્યારબાદ તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
ડૉલર
ટૂંકા ગાળામાં વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાઓને પગલે બુધવારે ડોલર તેના છેલ્લા બે મહિનાના સર્વોચ્ચ સ્તરની નજીક સ્થિર રહ્યો, જ્યારે મધ્ય પૂર્વના યુદ્ધના અંત માટે રાજદ્વારી સફળતા મળવાની આશાએ તેલના ભાવમાં થયેલા ઘટાડા વચ્ચે રોકાણકારો સાવચેતીભરી સ્થિતિમાં રહ્યા.
FII અને DII આંકડા
22 સપ્ટેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 3800 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 4,120 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
F&O બેનમાં આવનારા શેર
F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.
એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: કેયન્સ ટેક્નોલોજી ઈન્ડિયા