Stock Market Today: બજારમાં આજે પણ ભારે વેચવાલી, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા બાદ નરમાશનો માહોલ
Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે મોટી રિકવરી જોવા મળે તેવા સંકેત છે. ગયા અઠવાડિયે બજારમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો. આજે, સેન્સેક્સ 229 પોઈન્ટના ઉછાળા સાથે 73,427.65 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 70 પોઈન્ટના વધારા સાથે 22,194 પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે મોટી રિકવરી જોવા મળે તેવા સંકેત છે. ગયા અઠવાડિયે બજારમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો. આજે, સેન્સેક્સ 229 પોઈન્ટના ઉછાળા સાથે 73,427.65 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 70 પોઈન્ટના વધારા સાથે 22,194 પર ખુલ્યો. બેન્ક નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 48,478 પર ખુલ્યો હતો. રૂપિયો 14 પૈસા મજબૂત થઈને 87.36/$ પર ખુલ્યો. સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, આજે લગભગ તમામ ઇન્ડેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં માત્ર થોડી નબળાઈ જોવા મળી રહી છે.
ભારતીય બજારમાં ભારે વેચવાલીનો ટ્રેન્ડ ચાલુ છે. આવી સ્થિતિમાં, આજે કેટલાક એવા સમાચાર છે જે બજારનો મૂડ નક્કી કરી શકે છે. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર અંદાજિત 6.2 ટકા રહ્યો, જેનાથી દેશની આર્થિક સ્થિતિ મજબૂત થઈ છે. નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રોથનો અંદાજ ઘટાડીને 6.5 ટકા કરવામાં આવ્યો છે. મુખ્ય આર્થિક સલાહકારે આશા વ્યક્ત કરી છે કે ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.6 ટકા સુધી પહોંચી શકે છે, જે અર્થતંત્રની પોઝિટીવિટી દર્શાવે છે. દરમિયાન, ફેબ્રુઆરીમાં GST કલેક્શન 9 ટકા વધીને રુપિયા 1.84 લાખ કરોડ થયું, જે સરકારની ટેક્ષ વસૂલાતમાં સતત વધતી જતી તાકાત દર્શાવે છે. આ સૂચવે છે કે આર્થિક પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે અને ગ્રાહક માંગ પણ અકબંધ છે.
US બજારોમાં જોરદાર તેજી
શુક્રવારે અમેરિકન શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. ડાઉ જોન્સ 600 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, જ્યારે નાસ્ડેક 300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો. આ વધારાનો પ્રભાવ ભારતીય શેરબજાર પર પણ જોવા મળી શકે છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ મોટી તેજી આવી છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને વિશ્વની "ક્રિપ્ટો કેપિટલ" બનાવવાની અને 'યુએસ ક્રિપ્ટો રિઝર્વ' સ્થાપિત કરવાની યોજના જાહેર કરી છે. આ સમાચાર પછી, બિટકોઈન અને અન્ય ડિજિટલ કરન્સીમાં 10થી 35 ટકાનો વધારો નોંધાયો.
વિદેશી રોકાણકારોએ વેચાણ ચાલુ રાખ્યું
ફેબ્રુઆરી દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. શુક્રવારે સ્થાનિક રોકાણકારોએ રુપિયા 12,300 કરોડની ખરીદી કરી હતી, જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રુપિયા 11,600 કરોડનું વેચાણ કર્યું હતું. ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય શેરબજારમાંથી 34,500 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે, જેના કારણે બજારમાં થોડું દબાણ છે.
ઓટોમોબાઈલ સેક્ટર સેલ્સ રિપોર્ટ
ફેબ્રુઆરીમાં ઓટોમોબાઈલ કંપનીઓનું વેચાણ મિશ્ર રહ્યું. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઇનું વેચાણ અંદાજ કરતાં ઓછું હતું, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) અને ટીવીએસ મોટરનું વેચાણ અપેક્ષાઓ મુજબ હતું. રોયલ એનફિલ્ડના વેચાણમાં 19 ટકાનો વધારો નોંધાયો છે, જેનાથી કંપની મજબૂત બની છે.
એક્સચેન્જોમાં નવી ડાયરેક્ટ પે-આઉટ સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી
એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશનો અને ડિપોઝિટરીઝે નવા "ડાયરેક્ટ પે-આઉટ સેટલમેન્ટ"નો અમલ કર્યો છે. આ અંતર્ગત, હવે શેર સીધા રોકાણકારોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેનાથી બ્રોકરની ભૂમિકા ખતમ થશે અને પારદર્શિતા વધશે.
સેબી વિવાદ અને નવા ચેરમેનની નિમણૂક
મુંબઈની ACB કોર્ટે સેબીના ભૂતપૂર્વ વડા માધવી પુરી બુચ અને અન્ય પાંચ લોકો સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. સેબીએ કહ્યું છે કે તે આ નિર્ણય સામે કાનૂની પડકાર આપશે. દરમિયાન, સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ કાર્યભાર સંભાળ્યો છે અને તેમણે ટેકનોલોજી, ટીમવર્ક, પારદર્શિતા અને વિશ્વાસને તેમની પ્રાથમિકતાઓ ગણાવી છે.
ભારતમાં ટેસ્લાનો પ્રવેશ
ટેસ્લાએ ભારતમાં તેના પહેલા શોરૂમનું સ્થાન નક્કી કરી લીધું છે. પહેલો શોરૂમ બીકેસી, મુંબઈમાં અને બીજો શોરૂમ દિલ્હીમાં ખોલવામાં આવશે. આનાથી ભારતીય ઓટોમોબાઈલ બજારમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વિજય
ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લઈને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ જીત્યો. હવે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.