Stock Market: શનિવારે 14 માર્ચે પણ ચાલુ રહેશે શેરબજાર! BSE અને NSE પર થશે સ્પેશિયલ ટ્રેડિંગ, જાણો તમામ વિગતો
શું તમે જાણો છો કે શનિવાર 14 માર્ચે પણ શેરબજાર ખુલ્લું રહેશે? BSE અને NSE દ્વારા સ્પેશિયલ મોક ટ્રેડિંગ સેશન યોજાશે. જાણો ટ્રેડિંગનો સમય અને અન્ય મહત્વની માહિતી.
કોમોડિટી અને કરન્સી ડેરિવેટિવ્ઝ: સવારે 9:15 થી 10 વાગ્યા સુધી લોગ-ઇન. પ્રાઇમરી સાઇટ પર બપોરે 1 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે.
Stock Market : સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય શેરબજાર (Stock Market) શનિવાર અને રવિવારે બંધ રહે છે. પરંતુ, આ શનિવારે એટલે કે 14 માર્ચે શેરબજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. જો તમે શેરબજારના રોકાણકાર છો, તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. હકીકતમાં, BSE અને NSE બંને મોટા એક્સચેન્જ દ્વારા એક સ્પેશિયલ 'મોક ટ્રેડિંગ સેશન' (Mock Trading Session) નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે બંને એક્સચેન્જ દ્વારા સત્તાવાર સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યા છે.
શું છે આ મોક ટ્રેડિંગ અને તેનો હેતુ?
આ મોક ટ્રેડિંગ સેશન પ્રાઇમરી સાઇટ (PR) અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ (DR) બંને પર યોજાશે. BSE ની માહિતી મુજબ, આ સેશન માત્ર સિસ્ટમની ટેસ્ટિંગ અને નવી જાણકારી મેળવવાના હેતુથી જ છે.
જે બ્રોકર્સ અને ટ્રેડિંગ મેમ્બર્સ થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ કે ETI APIs નો ઉપયોગ કરીને પોતાની સિસ્ટમ ચલાવે છે, તેઓ આ સમય દરમિયાન તેમની એપ્લિકેશનને ટેસ્ટ કરી શકશે. તેઓ રિસ્ક-રિડક્શન મોડ અને ટ્રેડિંગ હોલ્ટ જેવી સુવિધાઓ ચકાસી શકશે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, આ ટ્રેડિંગમાં કોઈ વાસ્તવિક રૂપિયાની લેવડ-દેવડ થશે નહીં. આ મોક ટ્રેડિંગના સોદા પર કોઈ માર્જિન, પે-ઇન કે પે-આઉટ લાગુ પડશે નહીં, અને તેમાંથી કોઈ આર્થિક જવાબદારી કે અધિકાર ઊભો થશે નહીં.
BSE પર મોક ટ્રેડિંગનો સમયપત્રક
ઇક્વિટી સેગમેન્ટ: સવારે 9:15 થી 9:45 વચ્ચે લોગ-ઇન કરી શકાશે. પ્રાઇમરી સાઇટ પર ટ્રેડિંગ સવારે 10:15 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. બપોરે 1 થી 1:45 વચ્ચે ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટ પર સ્વિચ કરવામાં આવશે. ત્યારબાદ DR સાઇટ પર બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે. ક્લોઝિંગ સેશન સાંજે 4 થી 4:10 વચ્ચે રહેશે.
ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ: લોગ-ઇન સવારે 9:15 થી 10 વાગ્યા સુધી થશે. પ્રાઇમરી સાઇટ પર ટ્રેડિંગ સવારે 10:15 થી બપોરે 1 વાગ્યા સુધી થશે. 1 થી 1:45 સ્વિચિંગનો સમય રહેશે અને DR સાઇટ પર બપોરે
2 થી સાંજે 4 વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલુ રહેશે.
કોમોડિટી અને કરન્સી ડેરિવેટિવ્ઝ: સવારે 9:15 થી 10 વાગ્યા સુધી લોગ-ઇન. પ્રાઇમરી સાઇટ પર બપોરે 1 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે. ત્યારબાદ DR સાઇટ પર ટ્રેડિંગ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.
NSE પર મોક ટ્રેડિંગનો સમયપત્રક:
કેપિટલ માર્કેટ (ઇક્વિટી): સેશન-1 (પ્રાઇમરી સાઇટ) માં સવારે 8:45 થી 9:00 સુધી બ્લોક ડીલ વિન્ડો ખુલશે. પ્રી-ઓપન સેશન 9:00 થી 9:08 સુધી રહેશે. નોર્મલ માર્કેટ સવારે 9:15 એ ખુલીને બપોરે 12:15 એ બંધ થશે. સેશન-2 (DR સાઇટ) માં પ્રી-ઓપન સમય બપોરે 1:00 થી 1:08 નો રહેશે. નોર્મલ ટ્રેડિંગ બપોરે 1:15 થી 3:15 સુધી ચાલશે. ક્લોઝિંગ સેશન બપોરે 3:25 થી 3:35 સુધી રહેશે.
કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ: પ્રાઇમરી સાઇટ પર સવારે 9 થી બપોરે 12:15 સુધી. DR સાઇટ પર બપોરે 1 થી 2 વાગ્યા સુધી.
કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ: પ્રાઇમરી સાઇટ પર સવારે 9 થી બપોરે 12:15 સુધી. DR સાઇટ પર બપોરે 1 થી 1:45 સુધી.
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O): પ્રાઇમરી સાઇટ પર સવારે 9:15 થી બપોરે 12:15 સુધી. DR સાઇટ પર બપોરે 1:15 થી 3:15 સુધી ટ્રેડિંગ થશે.
સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB): પ્રાઇમરી સાઇટ પર સવારે 9:15 થી બપોરે 12:15 સુધી અને DR સાઇટ પર બપોરે 1:15 થી 1:45 સુધી માર્કેટ ખુલશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.