Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર - Stocks in News: Don't be ignorant, these are today's hot stocks | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:32:39 AM Apr 19, 2023 પર
Story continues below Advertisement

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Windfall tax -

સરકારે સ્થાનિક ક્રૂડ પર વિંડફોલ ટેક્સ લગાવ્યો છે. 6400 રૂપિયા પ્રતિ ટનનો વિંડફોલ ટેક્સ લાગવ્યો છે. સરકારે ડિઝલ એક્સપોર્ટ પર ડ્યૂટી સંપૂર્ણ નાબૂદ કરી છે.


Zydus Life -

US FDA પાસેથી એસ્ટ્રાડીઓલ ટ્રાન્સડર્મલ સિસ્ટમ માટે મંજૂરી મળી ગઈ છે. પોસ્ટમેનોપોઝલ ઑસ્ટિયોપોરોસિસની સારવાર માટે દવાનો ઉપયોગ થયો છે. દવા અમદાવાદમાં મોરૈયામાં ગ્રૂપની ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બનાવવામાં આવશે. યૂએસમાં દવાનું વાર્ષિક વેચાણ $ 1.9 Mn છે.

Piramal Pharma -

US FDAએ USના પેન્સલવેનિયાના સ્થિત પ્લાન્ટની તપાસ કરી છે. સેલર્સવિલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે EIR મળ્યો છે.

Prestige Estates -

સબ્સિડિયરી પ્રેસ્ટિજ એક્સોરા બિઝનેસ પાર્ક્સે હિસ્સો ખરીદ્યો છે. દાશન્યા ટેક પાર્ક્ઝમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે. દાશન્યા ટેક પાર્ક્ઝ કમર્શિયલ ઓફિસો બાંધવાનું કામ કરે છે.

Pidilite -

અમેરિકાની કંપની Basic Adhesives LLCસાથે એસેટ પરચેજ કરાર કર્યા છે. ટેક, ડિઝાઈન, ટ્રેડમાર્ક, કોપીરાઈટ અને ડોમેઈન ખરીદવા કરાર કર્યા છે. Basic Adhesives ઇકો - ફ્રેન્ડલી પ્રોડક્ટમાંથી હેન્ડબેગ્સ, બેલ્ટ, ફૂટવેર, લેધરની વસ્તુઓ બનાવે છે. યૂએસમાં બનતા આ પ્રોડક્ટ 31 દેશોમાં વેચાય છે.

Avalon Tech -

ગોલ્ડમેન સૅસ (મોરીશિયસ)I એ 445,405 શેર્સ ખરીદ્યા છે. 408.13 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ખરીદ્યા છે. ગોલ્ડમેન સૅસ ઇન્ડિયા ઇક્વિટી પોર્ટફોલિયોએ 350,230 શેર્સ ખરીદ્યા છે. 412.91 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર શેર્સ ખરીદ્યા છે.

BEML -

આજે BEML લેન્ડ એસેટ્સનું લિસ્ટિંગ થશે. BEML લેન્ડ એસેટ્સ બેંગલુરુ અને મૈસૂરમાં લગભગ 550 એકર જમીન ધરાવે છે. શેરધારકોને BEMLના 1 શેર પર નવી કંપનીના 1 શેર મળશે. લિસ્ટમાં ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટ આવશે. cos લેન્ડ બેંકની અંદાજિત કિંમત 8400 કરોડ રૂપિયા છે. લેન્ડ અસેટ્સની અંદાજિત વેલ્યુ 500-525 રૂપિયા પ્રતિ શેર છે. BLAL ઓક્ટોબર 2022 માં BEMLથી ડિમર્જ થઈ હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 19, 2023 8:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.