Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર - Stocks in News: On the last business day of the week, this stock will remain in Focus | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:02:58 AM Jun 02, 2023 પર
Story continues below Advertisement
પ્રમોટર લીલાવતી પાર્વતા રેડ્ડીએ 347000 શેર્સ ₹1880/ના ભાવે વેચ્યા. સોસાયટી જનરલે 416,500 શેર્સ ખરીદ્યા.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    IRCTC

    આખા ભારતના 1275 સ્ટેશનને મોર્ડનાઈઝ કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ ફેરફાર થશે. રેલવે કેટરીંગમાં મોટા પરિવર્તન માટે પણ બેઠક થશે.


    COAL INDIA

    બેઝ સાઈઝથી 3.46 ગણો OFS ભરાયો. હવે ગ્રીન શુ ઓપ્શનનો ઉપયોગ કરશે. આજથી રિટેલ રોકાણકારો માટે OFS ખુલ્યો.

    AB Capital

    પ્રમોટર્સને ₹165/શેરના ભાવ ₹1250 કરોડના શેર આપવા મંજૂરી મળી. ₹1000 કરોડના શેર્સ ગ્રાસિમને ₹250 કરોડના શેર સુર્યા કિરણ ઈન્વેસ્ટમેન્ટને આપશે. આ શેર પ્રેફરેન્શિયલ ધોરણે આપવામાં આવશે.

    Paras Defence

    ઈઝરાયલની CONTROP પ્રસિઝન ટેક્નોલોજી સાથે JV કર્યું. EO/IR સિસ્ટમના વિવિધ ઉપયોગ વધારવા માટે JV કર્યું. EO/IR સિસ્ટમ એટલે ઈલેક્ટ્રો-ઓપ્ટિલકલ/ઈન્ફ્રારેડ સિસ્ટમ છે.

    NHPC

    નેપાળની વિદ્યુત ઉત્પાદન કંપની સાથે કરાર કર્યો. 480 MWની ક્ષમતાવાળા ફુકોત કરનાલી HE પ્રોજેક્ટ વિકસાવવા કરાર કર્યો. આ એક હાઈડ્રો પાવર પ્રોજેક્ટ છે.

    Bank Of Maharashtra

    આજે ₹500 કરોડનો QIP લોન્ચ થયો. ₹1000 કરોડ સુધી વધારી શકવાનો વિકલ્પ છે. ફ્લોર પ્રાઈસ ₹28.59/શેરની રાખી. મોતિલાલ ઓસવાલ, HDFC સિક્યોરિટી, BoB કેપિટલ બ્રોકર.

    MTAR

    પ્રમોટર લીલાવતી પાર્વતા રેડ્ડીએ 347000 શેર્સ ₹1880/ના ભાવે વેચ્યા. સોસાયટી જનરલે 416,500 શેર્સ ખરીદ્યા.

    RateGain

    અવતાર હોલ્ડિંગ્સે 55,00,000 શેર્સ ₹375 ભાવે વેચ્યા. આદિત્ય બિરલા સન લાઈફ MFએ 25.34 લાખ શેર્સ ખરીદ્યા. સોસાયટી જનરલએ 9.11 લાખ શેર્સ ખરીદ્યા.

    Stock Market Today: બજાર પર આજે આ સમાચારને દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 02, 2023 10:02 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.