Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર - Stocks in News: Stocks in news, do not miss it | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:34:05 AM Jun 14, 2023 પર
Story continues below Advertisement
કોટક મહિન્દ્રા બેેંક 16 જૂનને બોર્ડ બેઠક યોજાશે. NCDs, બૉન્ડ્સ અને અન્ય વિકલ્પ દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    BALKRISHNA INDUSTRIES

    બિપરજોયને કારણે ભૂજ સ્થિત પ્લાન્ટની કામગીરી સ્થગિત કરી. 2-4 દિવસ માટે પ્લાન્ટ બંધ રહેશે.


    Tata Chemicals

    કંપનીએ નિરમાને અનુસરી સોડા એશના ભાવ ઘટાડી ₹2300/ ટન કર્યા. નિરમાએ તેના સોડા એશના ભાવમાં ₹2000/ ટનનો ઘટાડો કર્યો. સ્પર્ધાને કારણે કંપનીએ આ ભાવમાં ઘટાડો કર્યો.

    Fiem Industries

    સોનીપતના યુનિટ-7 માં આગની દુર્ધટના સર્જાઈ. ફાયર બ્રિગેડની મદદથી ગણતરીના કલાકોમાં આગ પર કાબુ આવી. દુર્ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. કેટલીક બિલ્ડિંગ, પ્લાન્ટ અને મશીનરી, સ્ટોર્સ અને ફર્નિચરને નુકસાન થયું. કંપની ઈશ્યોરન્સ દ્વારા કવરેજ આવરી લેશે. કંપનીએ ક્લેઈમ માટેની જરૂરી પ્રક્રિયા શરૂ કરી.

    Zydus Life

    US FDA પાસેથી અમદાવાદ ખાતે ચાંગોદર યુનિટને ક્લીન ચીટ મળી. US FDAએ CGMP તપાસ હાથ ધરી હતી. CGMP એટલે કે Current Good Manufacturing Practice. ચાંગોદર યુનિટ ઇન્જેક્ટેબલ્સ મેન્યુફેક્ચરિંગ કરે છે. US FDA દ્વારા 5 થી 13 જૂન વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.

    Anupam Rasayan

    કંપનીએ જાપાનીઝ સ્પેશિયાલિટી કેમિકલ કંપની સાથે ₹2186 કરોડનો કરાર કર્યો.

    INFOSYS

    કંપનીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કીટ્રેડ બેન્ક પાસેથી ઓર્ડર મળ્યો.

    3I INFOTECH

    NuRe ફ્યુચર ટેકે કેમ્પસમાં AI લેબ ખોલવા માટે કરાર કર્યા. ચેન્નઈની SRM વલ્લીમાઈ એન્જીનિયરિંગ કોલેજ સાથે કરાર કર્યા. NuRe ફ્યુચર ટેક 3I ઈન્ફોટકની સબ્સિડરી કંપની છે.

    Kotak Mahindra Bank

    16 જૂનને બોર્ડ બેઠક યોજાશે. NCDs, બૉન્ડ્સ અને અન્ય વિકલ્પ દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે.

    VODAFONE IDEA

    કંપનીને ફરી ઊભી કરવા 14000 કરોડ રૂપિયાની મૂડી નાખી શકે છે. આદિત્ય બિરલા ગ્રુપ અને UKનું વોડાફોન ગ્રુપ અડધી અડધી રકમ આપી શકે.

    Dhampur Sugar

    અનાજ આધારીત ડિસ્ટિલરીનું 100 KLPD ક્ષમતાના વિસ્તરણને પૂર્ણ કર્યુ. 13 જૂન, 2023ના રોજ નવી ક્ષમતા શરૂ કરી. કુલ ક્ષમતા હવે 450 KLPD થઈ છે.

    KEC INTERNATIONAL

    વિવિધ બિઝનેસ સેગમેન્ટમાં ₹1373 કરોડના નવા ઓર્ડર મળ્યા.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 14, 2023 10:34 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.