Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

BELને 3,000કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપનીને કોચીન શીપયાર્ડ તરફથી 2,118.57 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપનીને 886 કરોડ ના વધારાના ઓર્ડર પણ મળ્યા છે. નાણાકીય વર્ષ 24 માટે અત્યાર સુધીમાં કુલ 14,384 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા.

અપડેટેડ 09:15:40 AM Sep 18, 2023 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Tata Steel

    બ્રિટન સરકાર અને ટાટા સ્ટીલ વચ્ચે કરાર કરશે. બ્રિટન સરકારે પોર્ટ ટાલબોટમાં રોકાણના પ્રસ્તાવને મંજૂરી આપી. UKમાં EAF સ્ટીલની 3 mtpa ક્ષમતા સ્થાપવામાં આવશે. Port Talbotમાં 125 કરોડ પાઉન્ડનું રોકાણ થશે. કંપનીને UK સરકાર પાસેથી 500 મિલિયન પાઉન્ડની ગ્રાન્ટ મળી. બાકીનું 700 કરોડનું રોકાણ આંતરીક ફંડમાંથી કરશે. ટાટા સ્ટીલનું ગ્રોસ દેવું 75,561 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 10 વર્ષમાં 50 મિલિયન ટન ડાયરેક્ટ એમિશન ઘટાડશે. આ યોજનાને કારણે ટાટા સ્ટીલના બેલેન્સશીટ રિસ્ટ્રક્ચર થશે. નવા પ્રસ્તાવથી UK કારોબારની ખોટમાં ઘટાડો આવવાની શક્યતા છે.


    DEFENCE cos

    DAC પાસેથી 45,000 કરોડ રૂપિયાના 9 જેટલા રક્ષા સોદાને મંજૂરી મળી. વિવિધ કંપનીઓ પાસેથી ખરીદી માટે મંજૂરી મળી. 45000 કરોડ રૂપિયાના રક્ષા સોદા છે. HAL પાસેથી 12 Su-30 MKI અને પ્લેન ખરીદવા મંજૂરી. ડોર્નિયર એરક્રાફ્ટના અપગ્રેડેશન પણ HAL પાસેથી કરાવશે. BDL પાસેથી ધ્રુવાસ્ત્ર મિસાઈલ ખરીદવા મંજૂરી મળી. આ ધ્રુવાસ્ત્ર મિસાઈલનો ALH Mk-IV હેલિકોપ્ટરોમાં ઉપયોગ થશે. ભારત ફોર્જ પાસેથી Light Armoured Multipurpose Vehicles ખરીદવા મંજૂરી. BEML પાસેથી ગન માટેના ટોઈંગ વ્હીકલ ખરીદવા મંજૂરી. કોચિન શિપયાર્ડ પાસેથી નેક્સ્ટ જનરેશન સર્વે જહાજ ખરીદવા મંજૂરી. BEL પાસેથી સર્વેલન્સ અને ટાર્ગેટિંગ સિસ્ટમ ખરીદવા મંજૂરી.

    BEL

    BELને 3,000કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપનીને કોચીન શીપયાર્ડ તરફથી 2,118.57 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપનીને 886 કરોડ ના વધારાના ઓર્ડર પણ મળ્યા છે. નાણાકીય વર્ષ 24 માટે અત્યાર સુધીમાં કુલ 14,384 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા.

    ONGC

    વિંડ ફોલ ટેક્સ 6,700 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા પર ટન કર્યા. ATF પર સ્પેશલ એડિશનલ એક્સાઈસ ડ્યૂટી ઘટાડી. ATF પર ડ્યૂટી 4 રૂપિયા થી ઘટા઼ડી 3.50 રૂપિયા કરી. નવા ભાવ 16 સપ્ટેમ્બરથી અમલમાં છે. ડિઝલ પર ડ્યૂટી 6 રૂપિયાથી ઘટાડીને 5.50 રૂપિયા કરી. પેટ્રોલ પર સ્પેશલ એડિશનલ એક્સાઈસ ડ્યૂટી શૂન્ય છે.

    Adani Total Gas

    કંપનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઓર્ડર મળ્યો. કુલ 130-150 કરોડ રૂપિયાની રેન્જનો ઓર્ડર મળ્યો. PPP મોડલ પર 500 ટન પ્રતિ દિવસની ક્ષમતાના બાયો CNG પ્લાન્ટ માટે ઓર્ડર મળ્યો. અમદાવાદના પીરાણા/ગ્યાસપુર ખાતે બનશે બાયો CNG પ્લાન્ટ.

    DABUR

    મધ્યમ ગાળે સ્થાનિક આવક ગ્રોથ ડબલ ડિજીટમાં લઈ જવાનું લક્ષ્ય છે. નાણાકીય વર્ષ 25 થી EBITDA માર્જિન 20%ની ઉપર જાળવી રાખવાનો પ્રયાસ છે. ગ્રામિણ માગમાં સુધારો આવતા FY24માં ગ્રોથ વધી શકે છે. સ્થાનિક આવક 1.5x કરવાનું લક્ષ્ય છે.

    Brigade Enterprises

    સબ્સિડરી બ્રિગેડ ટેટ્રાર્ચે બેંલાગુરૂ સિરામિક્સ પાસેથી જમીન ખરીદી. કુલ 123.50 કરોડ રૂપિયામાં 5 એકર જમીન ખરીદી. કંપની જમીન પર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલોપ કરશે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં 800 કરોડની કુલ આવકની સંભાવના છે.

    Gensol Engineering

    સ્કોર્પિયસ ટ્રેકર્સના 54.38% હિસ્સાનું 135 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું. અધિગ્રહણથી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સમાં કંપનીની સ્થિતિ મજબૂત થશે. ગ્રાહકોને નવી સોલર ટ્રેકિંગ ટેકનોલોજી સાથે EPC સોલ્યુશન ઓફર કરી શકશે.

    IRCTC

    Amazon સાથે લાઈવ પાયલોટ પ્રોજેક્ટ બનાવ્યો. 6 મહિના માટે ઈ-માર્કેટ પ્લેસ, રિચાર્જ અને બિલ પેમેન્ટ માટે પ્રોજેક્ટ બનાવ્યો. IRCTCની વેબસાઈટ અને મોબાઈલ એપ્સ પર એમેઝોન ઈ-કોમર્સ પ્રોડક્ટ્સનું એકીકરણ કર્યુ. IRCTC વપરાશકર્તાઓને Amazonની ઈ-માર્કેટ પ્લેસ સર્વિસ ઉપલબ્ધ થશે.

    Global Market: ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, એશિયામાં નરમાશ સાથે કારોબાર

    PVR INOX

    અમદાવાદના હિમાલયા મોલમાં 5 સ્ક્રીન વાળું મલ્ટીપ્લેક્સ શરૂ થયું. આ લોન્ચ સાથે, PVR INOX બન્યુ સૌથી મોટું મલ્ટિપ્લેક્સ નેટવર્ક છે. ભારત અને શ્રીલંકા મળી કુલ 115 શહેરોમાં 362 પ્રોપર્ટીઝમાં 1,713 સ્ક્રીન છે.

    Texmaco Rail

    QIP દ્વારા 1000 કરોડ રૂપિયા એકત્ર કરવા બોર્ડ પાસેથી મંજૂરી મળી છે.

    Restaurants Brands Asia

    QSR એશિયા PTEએ બ્લૉક ડીલ દ્વારા 12.5 કરોડ શેર્સ વેચ્યા.

    5Star finance

    Sequoia એ કંપનીમાં 30 લાખ શેર્સ 700.15 રૂપિયા પ્રતિશેરના ભાવ પર વેચ્યા છે. સ્માલકેપ વર્લ્ડ ફંડ INCએ 30 લાખ શેર્સ ખરીદ્યા.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 18, 2023 9:15 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.