Stocks on Broker's Radar: GAIL, SBI અને Varun Beverages બ્રોકરેજની પસંદગીમાં
CLSAએ SBIને આઉટપરફોર્મ રેટિંગ આપ્યું છે. તેણે રુપિયા 1050 નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ કહે છે કે SBI તેના સ્વીટ સ્પોટ પર છે, સતત ચોથા વર્ષે બજારહિસ્સો વધ્યો છે. તેણે માત્ર સરકારી બેંકો જ નહીં પરંતુ કેટલીક ખાનગી બેંકો પાસેથી પણ બજારહિસ્સો મેળવ્યો છે. ડિપોઝિટનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું, તેમાં થોડી વૃદ્ધિ જોવા મળી હતી.
શેરબજારમાં આજે GAIL, SBI અને Varun Beveragesના શેર્સ બ્રોકરેજ હાઉસિસના રડાર પર છે.
Stocks on Broker's Radar: શેરબજારમાં આજે GAIL, SBI અને Varun Beveragesના શેર્સ બ્રોકરેજ હાઉસિસના રડાર પર છે. આ ત્રણેય કંપનીઓ પર બ્રોકરેજ ફર્મ્સે બુલિશ અભિપ્રાય આપ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નીચે આ ત્રણેય શેર્સ પર બ્રોકરેજની રેટિંગ અને ટાર્ગેટ પ્રાઈસની વિગતો આપવામાં આવી છે.
GAIL: નેચરલ ગેસ ટેરિફમાં વધારાની શક્યતા
જેફરીઝે GAIL પર બુલિશ અભિપ્રાય જાહેર કરતાં ખરીદીની ભલામણ કરી છે અને શેરનો ટાર્ગેટ પ્રાઈસ 210 નક્કી કર્યો છે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)ની આગામી બેઠકમાં નેચરલ ગેસ ટેરિફમાં 20% વધારાની અપેક્ષા છે, જ્યારે જેફરીઝ 10% વધારાની શક્યતા જુાઈ રહ્યું છે. ટેરિફમાં 10% અથવા 20% વધારો થાય તો GAILનું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ (ROCE) ડબલ ડિજિટમાં પહોંચી શકે છે. આ સાથે, શેરની ફેર વેલ્યુ 235-250 સુધી જઈ શકે છે. જો ટેરિફ વધારો ન થાય તો રિસ્ક રહેલું છે.
SBI: માર્કેટ શેરમાં વધારો, આઉટપરફોર્મ રેટિંગ
CLSAએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) પર આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખી છે અને ટાર્ગેટ પ્રાઈસ 1050 નક્કી કર્યું છે. SBIએ સતત ચોથા વર્ષે માર્કેટ શેરમાં વધારો કર્યો છે, જેમાં સરકારી બેન્કો ઉપરાંત કેટલીક ખાનગી બેન્કોમાંથી પણ શેર છીનવ્યો છે. ડિપોઝિટ ગ્રોથ મિશ્ર રહી છે, પરંતુ CASA (કરન્ટ એન્ડ સેવિંગ્સ એકાઉન્ટ) રેશિયો પ્રતિસ્પર્ધીઓની તુલનામાં મજબૂત રહ્યો છે. આસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે, જે FY25માં સ્લિપેજ રેશિયો સુધારનારી થોડી બેન્કોમાં SBIનો સમાવેશ કરાવે છે. જોકે, નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) નબળું રહ્યું છે, જેના કારણે FY26માં પડકારો રહી શકે છે. FY27માં 1% RoA અને 14-15% RoEની અપેક્ષા છે.
Varun Beverages: ગ્રોથની મજબૂત સંભાવના
HSBCએ Varun Beverages પર ખરીદીની ભલામણ કરી છે અને ટાર્ગેટ પ્રાઈસ 670 નક્કી કર્યું છે. બ્રોકરેજનું માનવું છે કે શેરની ઈક્વિટી વેલ્યુમાં 28%નો ઘટાડો તર્કસંગત નથી, જે ખરાબ હવામાન અને સ્પર્ધાને કારણે થયો છે. અર્બન ખપત અને રૂરલ વિસ્તરણથી ગ્રોથને બૂસ્ટ મળવાની શક્યતા છે. શેર હાલમાં CPG (કન્ઝ્યુમર પેકેજ્ડ ગુડ્સ)ના સરેરાશ PE મલ્ટિપલથી 20% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે રોકાણ માટે આકર્ષક તક આપે છે.
રોકાણકારો માટે શું છે તક?
આ ત્રણેય શેર્સ હાલમાં બ્રોકરેજની ટોચની પસંદગીમાં છે. GAILને નેચરલ ગેસ ટેરિફમાં વધારાની અપેક્ષાથી ફાયદો થઈ શકે છે, SBI મજબૂત માર્કેટ શેર અને આસેટ ક્વોલિટીથી આગળ વધી રહી છે, અને Varun Beverages ગ્રોથની મજબૂત સંભાવનાઓ સાથે આકર્ષક વેલ્યુએશન ધરાવે છે. રોકાણકારોએ પોતાના નાણાકીય સલાહકારની સલાહ લઈને આ શેર્સમાં રોકાણનો નિર્ણય લેવો જોઈએ.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.