Vishal Mega Mart: કંપનીના પ્રમોટર સમયત સર્વિસીસ આજે બ્લોક ડીલ દ્વારા 6.5% સુધીનો હિસ્સો વેચી શકે છે.
Stocks to Watch Today: આજે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની Nvidia ના નબળા પ્રદર્શન બાદ ટેક શેરોમાં આવેલા ઘટાડાને કારણે એશિયન બજારો અને ગિફ્ટ નિફ્ટીમાં દબાણ છે.
ગઈકાલે ઘણી કંપનીઓએ મોટા કોન્ટ્રાક્ટ, નવી ડીલ અને અન્ય જાહેરાતો કરી છે, જેની સીધી અસર આજે તેમના શેરો પર જોવા મળશે. જો તમે આજે બજારમાં ટ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે નીચે આપેલા શેરો પર ખાસ નજર રાખવી જોઈએ.
આજે આ કંપનીઓના પરિણામ આવશે
આજે કેટલીક કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો (Q3 Results) જાહેર કરવા જઈ રહી છે. જેમાં NKE વ્હીલ્સ (ઈન્ડિયા), જગતજીત ઈન્ડસ્ટ્રીઝ, K&R રેલ એન્જિનિયરિંગ અને રેન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શનિવારે BF યુટિલિટીઝ અને વાસવાણી ઈન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ પણ આવશે.
આજના ફોકસ સ્ટોક્સ
નીચે આપેલી કંપનીઓના શેરમાં આજે મોટી હલચલ જોવા મળી શકે છે:
Vishal Mega Mart: કંપનીના પ્રમોટર સમયત સર્વિસીસ આજે બ્લોક ડીલ દ્વારા 6.5% સુધીનો હિસ્સો વેચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓફરની સાઈઝ 3,507.5 કરોડ રૂપિયા હશે અને તેની ફ્લોર પ્રાઈસ 115 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
Jio Financial Services: કંપનીએ રોકડ આપીને પોતાની 100% માલિકીની સબસિડિયરી 'જિયો ક્રેડિટ' ના 3.35 કરોડ ઈક્વિટી શેર સબસ્ક્રાઈબ કર્યા છે. આ ડીલની કુલ કિંમત 1,999.88 કરોડ રૂપિયા છે. જિયો ક્રેડિટ આ ફંડનો ઉપયોગ પોતાના બિઝનેસને આગળ વધારવા માટે કરશે.
Gujarat Mineral Development Corporation (GMDC): GMDC એ કોલસા અને લિગ્નાઈટ ગેસિફિકેશનના ક્ષેત્રમાં નવી તકો શોધવા માટે દેશની દિગ્ગજ કંપની NTPC સાથે મહત્વનો કરાર કર્યો છે.
Netweb Technologies India: કંપનીએ વર્ટિવ (Vertiv) સાથે કોલોબરેશનની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ નેટવેબના ઈન-હાઉસ ડીઝાઈન કરેલા GPU કમ્પ્યુટ પ્લેટફોર્મને વર્ટિવના AI ડેટા સેન્ટર સોલ્યુશન્સ સાથે જોડવામાં આવશે.
Indian Oil Corporation (IOC): નાણાકીય વર્ષ 2026 માટે બીજા વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરવા માટે કંપનીના બોર્ડની 6 માર્ચે મીટિંગ મળશે.
Engineers India: કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2026 માટે 1.5 રૂપિયા પ્રતિ શેરના બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 6 માર્ચ નક્કી કરાઈ છે.
Indian Railway Finance Corporation (IRFC): બીજા વચગાળાના ડિવિડન્ડ અને માર્કેટ બોરોઈંગ પ્રોગ્રામને મંજૂરી આપવા માટે બોર્ડ 9 માર્ચે મીટિંગ કરશે.
Brigade Enterprises: કંપનીએ પ્રાઈમસ સિનિયર લિવિંગ સાથે બેંગલુરુ અને દક્ષિણ ભારતમાં ત્રણ મોટા પ્રોજેક્ટ લોન્ચ કરવા માટે ભાગીદારી કરી છે. આ પ્રોજેક્ટ્સની અંદાજિત કિંમત 750 કરોડ રૂપિયા છે.
Greaves Cotton: તેની સબસિડિયરી ગ્રીવ્સ ઈલેક્ટ્રિક મોબિલિટીએ STC ઓટો સોલ્યુશન સાથે મળીને નેપાળમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાની જાહેરાત કરી છે.
Zaggle Prepaid Ocean Services: કંપનીએ ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ, સુપરકિંગ વેન્ચર્સ અને સૌરાષ્ટ્ર સિમેન્ટ સાથે અગત્યનો કરાર કર્યો છે. આ હેઠળ કંપની તેમને કોર્પોરેટ એક્સપેન્સ કાર્ડ્સ અને બેનિફિટ્સ પૂરા પાડશે.
બજારમાં થયેલી મોટી બ્લોક ડીલ્સ (Bulk Deals)
Zelio E Mobility: પ્રખ્યાત બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ દ્વારા કંપનીમાં 9.8 કરોડ રૂપિયામાં 3.5 લાખ શેર ખરીદવામાં આવ્યા છે.
Apollo Pipes: એસ ગુપ્તા હોલ્ડિંગે 8.29 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 2.43 લાખ શેર ખરીદ્યા છે.
Capital Infra Trust: લાર્સન એન્ડ ટુબ્રો (L&T) એ 38.92 કરોડ રૂપિયામાં 56 લાખ યુનિટ ખરીદ્યા છે. જ્યારે સામે ટાટા ઈક્વિટી પ્લસ ફંડે 48.4 કરોડ રૂપિયાના 69.66 લાખ યુનિટ વેચ્યા છે.
Arisinfra Solutions: થિંક ઈન્વેસ્ટમેન્ટ્સ PCC દ્વારા 13 કરોડ રૂપિયામાં 11.2 લાખ શેર વેચવામાં આવ્યા છે, જ્યારે મહેવર્ષ ફિનકોને 5.7 કરોડ રૂપિયાના 4.96 લાખ શેર ખરીદ્યા છે.
નવી લિસ્ટિંગ અને એક્સ-ડિવિડન્ડ સ્ટોક્સ
આજે મેઈનબોર્ડ પર 'ગૌડિયમ IVF એન્ડ વિમેન હેલ્થ' અને SME પ્લેટફોર્મ પર 'મનિલમ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા' નું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. સાથે જ આજે ધુનસેરી વેન્ચર્સ, શ્રીજી શિપિંગ ગ્લોબલ, સ્પાઈસ આઈલેન્ડ્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોબીન્સ ટેક્નોલોજીસના શેર એક્સ-ડિવિડન્ડ અને એક્સ-બોનસ તરીકે ટ્રેડ કરશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.