Stocks to Watch: Dr Reddy’s, HUL અને NCC સહિત આ શેર્સ પર રાખો નજર, આજે સેન્સેક્સની એક્સપાયરી પર થશે ધમાલ
આજે શેરબજારમાં કયા શેરોમાં તેજી જોવા મળશે? Dr Reddy’s, HUL અને NCC જેવા શેરોમાં મોટી હલચલના સંકેત છે. સેન્સેક્સની એક્સપાયરી પર માર્કેટનું વલણ અને મહત્ત્વના સ્ટોક્સ વિશે જાણવા અહીં ક્લિક કરો.
આજે બજારમાં મિક્સ્ડ સંકેતો છે. એક તરફ HUL, Dr Reddy's અને Cochin Shipyard જેવા શેરોમાં પોઝિટિવ સમાચાર છે, તો બીજી તરફ NCC અને Jindal Saw જેવા શેરોમાં નેગેટિવ ન્યૂઝ છે.
Stocks to Watch: શેરબજારમાં રોકાણ કરતા મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો પરથી લાગી રહ્યું છે કે આજે ભારતીય શેરબજારની શરૂઆત ગ્રીન ઝોનમાં એટલે કે તેજી સાથે થઈ શકે છે. જોકે, આજે ગુરુવાર હોવાથી સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, જેના કારણે બજારમાં ભારે વોલેટિલિટી અથવા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
ગઈકાલના સેશન પર નજર કરીએ તો, સેન્સેક્સ 283.29 પોઈન્ટ્સ (0.34%) વધીને 83,734.25 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 93.95 પોઈન્ટ્સ (0.37%) ના ઉછાળા સાથે 25,819.35 ના લેવલ પર બંધ રહ્યો હતો. આ પોઝિટિવ માહોલ વચ્ચે આજે અમુક ચોક્કસ કંપનીઓમાં કોર્પોરેટ એક્ટિવિટીને કારણે મોટી હલચલ જોવા મળી શકે છે.
ચાલો જાણીએ કે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે આજે કયા સ્ટોક્સ પર તમારે ખાસ નજર રાખવી જોઈએ.
આ કંપનીઓના આવશે આજે રિઝલ્ટ
આજે કમાણીની મોસમમાં કેટલીક કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. જેમાં મુખ્યત્વે એબીબી ઈન્ડિયા (ABB India), સીઆઈઈ ઓટોમોટિવ ઈન્ડિયા, મહેશ ડેવલપર્સ અને સત્વ સુકુન લાઈફકેર નો સમાવેશ થાય છે. આ શેરોમાં પરિણામોના આધારે મુવમેન્ટ જોવા મળી શકે છે.
આજે ફોકસમાં રહેનારા મુખ્ય સ્ટોક્સ
1. Dr Reddy’s Laboratories
ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની ડો. રેડ્ડીઝ માટે સારા સમાચાર છે. કંપનીએ યુકે સ્થિત સ્પેશિયાલિટી ફાર્મા કંપની મર્ક્યુરી ફાર્મા ગ્રુપ સાથે એક મહત્વનો કરાર કર્યો છે. આ ડીલ અંતર્ગત ડો. રેડ્ડીઝ ભારતમાં પ્રોગિનોવા અને સાઈક્લો-પ્રોગિનોવાના ટ્રેડમાર્ક અને તેની સાથે સંકળાયેલી સંપત્તિ ખરીદશે. આ સોદો લગભગ $3.21 કરોડમાં ફાઈનલ થયો છે.
2. Hindustan Unilever Ltd (HUL)
FMCG જાયન્ટ હિન્દુસ્તાન યુનિલિવરે પણ વિસ્તરણની યોજના બનાવી છે. કંપનીના બોર્ડે આગામી બે વર્ષમાં બ્યુટી, વેલબીઈંગ અને હોમકેર સેગમેન્ટમાં મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવા માટે આશરે 2000 કરોડ ના રોકાણને મંજૂરી આપી દીધી છે. પ્રીમિયમ કેટેગરીમાં વધતી માંગને પહોંચી વળવા આ પગલું લેવામાં આવ્યું છે.
3. Cochin Shipyard
ડિફેન્સ અને શિપિંગ સેક્ટરના આ સ્ટોક પર આજે ખાસ નજર રાખવી. કોચીન શિપયાર્ડને ફ્રાન્સની કંપની CMA CGM પાસેથી 2,000 કરોડ થી પણ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ડીલ હેઠળ કંપની LNG થી ચાલતા 6 ફીડર કન્ટેનર જહાજોનું નિર્માણ કરશે. પહેલું જહાજ 36 મહિનામાં અને છેલ્લું જહાજ 64 મહિનામાં ડિલિવર કરવાનું રહેશે.
4. NCC
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની NCC માટે ખરાબ સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એનસીસી અને તેની પેટા કંપની ઓબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે આ કંપનીઓ 17 ફેબ્રુઆરીથી આવનારા બે વર્ષ સુધી NHAI ના કોઈપણ ટેન્ડરમાં ભાગ લઈ શકશે નહીં. આ સમાચાર શેર પર નેગેટિવ અસર કરી શકે છે.
5. Zydus Lifesciences
અમદાવાદ સ્થિત આ ફાર્મા કંપનીને અમેરિકન રેગ્યુલેટર USFDA તરફથી મંજૂરી મળી છે. કંપનીને 32 મિલિગ્રામની બોસેન્ટન ટેબ્લેટ (ઓરલ સસ્પેશન) માટે ફાઈનલ અપ્રુવલ મળ્યું છે. આ દવાનો ઉપયોગ પલ્મોનરી આર્ટરીયલ હાઈપરટેન્શન (PAH) ની સારવારમાં થાય છે.
6. TVS Motor Company
ટીવીએસ મોટર કંપનીએ ઇન્ડોનેશિયામાં એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ 19 વર્ષ પહેલાં ઇન્ડોનેશિયામાં એન્ટ્રી કરી હતી અને હવે ત્યાં તેમનું કુલ પ્રોડક્શન 10 લાખ યુનિટને પાર કરી ગયું છે, જે કંપનીની મજબૂત પકડ દર્શાવે છે.
7. અન્ય મહત્વના ઓર્ડર્સ અને અપડેટ્સ
Pace Digitek: કંપનીની સબસિડિયરી લાઈનએજ પાવરને મોબાઈલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે $13.5 કરોડ નો ઓર્ડર મળ્યો છે.
BL Kashyap and Sons: ગ્રેટર નોઈડામાં ગ્રુપ હાઉસિંગ પ્રોજેક્ટ માટે કંપનીને CRC ગ્રીન્સ તરફથી 300 કરોડ નો ઓર્ડર મળ્યો છે.
Jindal Saw: અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યૂટના ઓડિટમાં અનિયમિતતા જણાતા જિંદાલ સો પર API મોનોગ્રામ લગાવવા પર રોક લગાવી છે, જે નેગેટિવ સમાચાર છે.
RNIT AI Solutions: મેઘાલય સરકાર તરફથી ફેસ રેકગ્નિશન સિસ્ટમ માટે 1 કરોડ નો પાયલટ વર્ક ઓર્ડર મળ્યો છે.
Hilton Metal Forging: કંપનીના બોર્ડે 16.68 ના ભાવે 1.67 કરોડ રાઈટ્સ ઈક્વિટી શેર બહાર પાડવાની મંજૂરી આપી છે.
બ્લોક ડીલ અને લિસ્ટિંગ
આજે Capri Global Capital ના શેરમાં પણ હલચલ જોવા મળી શકે છે. BNP પારિબાસે મોર્ગન સ્ટેનલી પાસેથી આ કંપનીના 30.78 લાખ શેર (0.32% હિસ્સો) શેર દીઠ 176.2 ના ભાવે ખરીદ્યા છે.
બીજી તરફ, આજે NSE ના SME પ્લેટફોર્મ પર મરુશિકા ટેક (Marushika Tech) ના શેરનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે.
F&O Ban
ટ્રેડર્સે ધ્યાનમાં રાખવું કે આજે સમ્માન કેપિટલ અને સેલના શેરો F&O બેનમાં છે. એટલે કે આ શેરોમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં નવી પોઝિશન લઈ શકાશે નહીં.
આજે બજારમાં મિક્સ્ડ સંકેતો છે. એક તરફ HUL, Dr Reddy's અને Cochin Shipyard જેવા શેરોમાં પોઝિટિવ સમાચાર છે, તો બીજી તરફ NCC અને Jindal Saw જેવા શેરોમાં નેગેટિવ ન્યૂઝ છે. એક્સપાયરી ડે હોવાથી સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરવાની સલાહ છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.