શેરબજારમાં અજીબ ખેલ: Niftyમાં મોટો કડાકો અને Sensexમાં 500 પોઈન્ટનો ઉછાળો, જાણો આ મોટા ગેપ પાછળનું સાચું કારણ | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં અજીબ ખેલ: Niftyમાં મોટો કડાકો અને Sensexમાં 500 પોઈન્ટનો ઉછાળો, જાણો આ મોટા ગેપ પાછળનું સાચું કારણ

Nifty big fall but Sensex Green: આજના શેરબજારમાં નિફ્ટી અડધો ટકો તૂટ્યો જ્યારે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. જાણો SEBI ના નવા નિયમ અને NSE ના ટાઇમિંગ બદલાવાના કારણે બજારમાં આટલો મોટો તફાવત કેમ આવ્યો છે.

અપડેટેડ 09:58:04 AM Aug 04, 2026 પર
Story continues below Advertisement
બંને ઇન્ડેક્સ વચ્ચે તેજી કે ઘટાડાનો તફાવત ખૂબ જ સામાન્ય રહેતો હોય છે. પરંતુ આજે માર્કેટમાં કંઈક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

Nifty big fall but Sensex Green: સામાન્ય રીતે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટાભાગે એકસાથે ઉપર ચડતા હોય છે અથવા નીચે પડતા હોય છે. બંને ઇન્ડેક્સ વચ્ચે તેજી કે ઘટાડાનો તફાવત ખૂબ જ સામાન્ય રહેતો હોય છે. પરંતુ આજે માર્કેટમાં કંઈક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

આજે શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ લીલા નિશાનમાં જોવા મળ્યો, જ્યારે નિફ્ટી લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયો હતો. નિફ્ટી ખુલતાની સાથે જ અડધા ટકાથી વધુ તૂટી ગયો હતો, જ્યારે બીજી તરફ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

આજના બજારની સ્થિતિ (સવારે 09:23 વાગ્યા સુધીના આંકડા)

Sensex: 192.71 પોઈન્ટ (0.25%)ના વધારા સાથે 78,831.74 ના સ્તર પર હતો. શરૂઆતી કારોબારમાં તે 504.12 પોઈન્ટ ઉછળીને 79,143.15 ની ટોચે પહોંચ્યો હતો.

Nifty: 150.60 પોઈન્ટ (0.61%) તૂટીને 24,623.70ના સ્તર પર હતો. શરૂઆતી કારોબારમાં તે 184.45 પોઈન્ટ ગગડીને 24,589.85 પર આવી ગયો હતો.


નિફ્ટી અને સેન્સેક્સ વચ્ચે આટલો મોટો તફાવત કેમ?

બંને ઇન્ડેક્સ વચ્ચે જોવા મળેલા આ મોટા ગેપ પાછળ એક નવો નિયમ જવાબદાર છે. ગત ટ્રેડિંગ સેશનમાં 3 ઓગસ્ટના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ એ ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટ માટે ટ્રેડિંગનો સમય 10 મિનિટ વધારી દીધો હતો.

સેબીના નવા માળખા મુજબ, 03:15 PMથી 03:35 PM સુધી ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) ચલાવવામાં આવ્યું. સાદી ભાષામાં સમજીએ તો, રેગ્યુલર માર્કેટ 03:15 PM એ બંધ થયા પછી 20 મિનિટનું એક ખાસ સેશન રાખવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ માર્કેટ ઓર્ડર અને લિમિટ ઓર્ડર મૂક્યા હતા, જેના આધારે શેરનો અંતિમ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.

નિફ્ટી પર શું અસર પડી?

આ વધારાની વિન્ડો માત્ર F&O સેગમેન્ટના શેરો માટે જ ખુલ્લી હતી. આની સીધી અસર નિફ્ટી પર જોવા મળી. આગલા ટ્રેડિંગ દિવસે કારોબાર પૂરો થવાની બરાબર છેલ્લી 2 મિનિટમાં નિફ્ટી લગભગ 201 પોઈન્ટ ઉછળીને 24,773 પર બંધ થયો હતો.

જો 3 ઓગસ્ટના ક્લોઝિંગ આંકડા જોઈએ તો, સેન્સેક્સ 544.39 પોઈન્ટ 0.70%ના ઉછાળા સાથે 78,639.03 પર અને નિફ્ટી 390.70 પોઈન્ટ 1.60%ના વધારા સાથે 24,774.30 પર બંધ થયો હતો. આગલા દિવસના ક્લોઝિંગમાં નોંધાયેલા આ ભારે તફાવતના કારણે જ આજે ખુલતા બજારે સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચે આટલો મોટો ગેપ જોવા મળ્યો છે.

SEBI એ આ નવો નિયમ કેમ બનાવ્યો?

માર્કેટ રેગ્યુલેટર સેબી ઇચ્છે છે કે શેરની સાચી કિંમત નક્કી કરવાની પ્રક્રિયા વધુ પારદર્શક અને મજબૂત બને. એટલા માટે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે. આ નવો નિયમ માત્ર એવા શેરો પર લાગુ થશે જે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ ધરાવે છે. બાકીના સામાન્ય શેરો માટે જૂની VWAP એટલે કે વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇસ સિસ્ટમ જ ચાલુ રહેશે. અગાઉ બધા શેરોનો ક્લોઝિંગ ભાવ છેલ્લા અડધા કલાકમાં થયેલા ટ્રેડના આધારે VWAP નક્કી થતો હતો, જે હવે કેટલાક શેરો પૂરતો બદલાયો છે. અંતેમાં કહીએ તો, બજારમાં આજે કોઈ ગભરાટનું વાતાવરણ નથી, પરંતુ ટેકનિકલ ટાઇમિંગ અને સિસ્ટમમાં થયેલા ફેરફારના કારણે બંને ઇન્ડેક્સના આંકડાઓમાં આ રમત જોવા મળી રહી છે.

આ પણ વાંચો - Market view : ઓપ્શન રાઈટર્સ 3:10 પહેલા પોઝિશન કવર કરે, આજે આ 2 શેરમાં થઈ શકે છે બમ્પર કમાણી

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 04, 2026 9:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.