સુઝલોન એનર્જીના શેરમાં તેના 52-વીક લો થી 20% ની જોરદાર રિકવરી જોવા મળી છે. બ્રોકરેજ ફર્મે શેર માટે 67 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જાણો કંપનીના પરિણામો અને શેરહોલ્ડિંગમાં થયેલા મોટા ફેરફાર વિશે.
સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પણ સુઝલોન પર ભરોસો વધારી રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો 4.82% હતો, જે હવે વધીને 4.87% થયો છે.
રિન્યુએબલ એનર્જી સેક્ટરની દિગ્ગજ કંપની સુઝલોન એનર્જી (Suzlon Energy) ના શેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજીનો પવન ફૂંકાયો છે. ગયા મહિને 38.19 રૂપિયાના 52-વીક લો સ્ત ે પહોંચ્યા બાદ, આ સ્ટોકમાં હવે 20% થી વધુની રિકવરી જોવા મળી છે. બજારના નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ પણ આ સ્ટોક પર હવે પોઝિટિવ દેખાઈ રહ્યા છે.
બ્રોકરેજ ફર્મ કેમ છે બુલિશ?
બ્રોકરેજ ફર્મ Systematix ના મતે, ચોથા ત્રિમાસિક ગાળામાં (Q4) સુઝલોનના નાણાકીય પરિણામો મજબૂત રહી શકે છે. રિપોર્ટ અનુસાર,, કંપનીની કુલ આવક અંદાજે 5,250 કરોડ રૂપિયા રહી શકે છે, જે વાર્ષિક ધોરણે 38% નો વધારો સૂચવે છે. 820MW ના ઓર્ડર પૂરા થવાને કારણે કંપનીના નફામાં પણ વૃદ્ધિની અપેક્ષા છે. બ્રોકરેજે આ શેર માટે 67 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન ભાવથી લગભગ 46% વધુ છે.
શેરહોલ્ડિંગ પેટર્નમાં મોટો ફેરફાર
સુઝલોન એનર્જીએ માર્ચ 2026 ના અંતે પૂરા થયેલા સમયગાળા માટે પોતાની શેરહોલ્ડિંગ વિગતો જાહેર કરી છે, જેમાં કેટલાક રસપ્રદ આંકડા સામે આવ્યા છે. 'મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ETF' એ કંપનીમાં 1.05% હિસ્સો ખરીદ્યો છે.
આ ઉપરાંત, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પણ સુઝલોન પર ભરોસો વધારી રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો 4.82% હતો, જે હવે વધીને 4.87% થયો છે.
રિટેલ રોકાણકારોનો ક્રેઝ વધ્યો
સુઝલોનના શેરમાં સામાન્ય રોકાણકારોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ડેટા મુજબ, જે રોકાણકારોનું રોકાણ 2 લાખ રૂપિયા સુધીનું છે, તેમની સંખ્યા 55.67 લાખથી વધીને 56.26 લાખ થઈ ગઈ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો રિટેલ હિસ્સો 26.2% થી વધીને 26.67% થયો છે.
શેરની વર્તમાન સ્થિતિ
સોમવારે સુઝલોનનો શેર અંદાજે 1.5% ના વધારા સાથે 46 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 10% જેટલો વધારો થયો છે. જોકે, રોકાણકારોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ શેર હજુ પણ તેના તાજેતરના ઉચ્ચ સ્તર (84 રૂપિયા) થી લગભગ 45% નીચે ટ્રેડ કરી રહ્યો છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.