TCS Share Price: ટાટાની કંપનીના શેરમાં 6% નો જંગી ઉછાળો, સ્વિટ્ઝર્લેન્ડની ABB સાથે કરી કરોડો ડોલરની AI ડીલ | Moneycontrol Gujarati
Get App

TCS Share Price: ટાટાની કંપનીના શેરમાં 6% નો જંગી ઉછાળો, સ્વિટ્ઝર્લેન્ડની ABB સાથે કરી કરોડો ડોલરની AI ડીલ

ટાટા ગ્રુપની IT કંપની TCS ના શેરમાં આજે 6% નો મોટો ઉછાળો નોંધાયો છે. સ્વિટ્ઝર્લેન્ડની એન્જિનિયરિંગ કંપની ABB સાથે કરોડો ડોલરની મોટી AI ડીલની અસર શેરબજાર પર દેખાઈ. જાણો લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 03:33:24 PM Jul 13, 2026 પર
Story continues below Advertisement
આ ડીલ કંપની માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પ્રોજેક્ટ હેઠળ TCS કંપની ABB ના નેટવર્કને સંપૂર્ણપણે બદલીને એક નવું, AI આધારિત અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે.

TCS Share Price: શેરબજારમાં ટાટા ગ્રુપની દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરોએ આજે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. સોમવારે TCS ના શેરમાં લગભગ 6% નો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ શાનદાર તેજી પાછળનું મુખ્ય કારણ સ્વિટ્ઝર્લેન્ડની જાણીતી એન્જિનિયરિંગ કંપની ABB સાથે થયેલી એક બમ્પર ડીલ છે. આ સારા સમાચારની અસર આખા IT સેક્ટર પર પડી છે અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પણ 4% ના મોટા વધારા સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બપોરે 2.40 વાગ્યા સુધીમાં TCS નો શેર 5.49% ની મજબૂતી સાથે 2,182.50 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો હતો.

TCS અને ABB વચ્ચે શું ડીલ થઈ છે?

ટીસીએસે એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે કે આ એક મલ્ટી-ઈયરએટલે કે બહુ-વર્ષીય ડીલ છે. આ કરાર હેઠળ TCS હવે ABB ના આખા ગ્લોબલ નેટવર્ક ઓપરેશન્સની કમાન સંભાળશે. કંપની માત્ર આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે એપ્લિકેશન મેનેજમેન્ટ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ 'Network-as-a-Service' મોડલ દ્વારા એન્ડ-ટુ-એન્ડ નેટવર્કની સંપૂર્ણ જવાબદારી નિભાવશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કંપનીનો મોટો દાવ

આ ડીલ કંપની માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પ્રોજેક્ટ હેઠળ TCS કંપની ABB ના નેટવર્કને સંપૂર્ણપણે બદલીને એક નવું, AI આધારિત અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે.


TCS ના મેન્યુફેક્ચરિંગ બિઝનેસના પ્રેસિડેન્ટ અનુપમ સિંઘલે આ અંગે જણાવ્યું કે, કંપની AI ની મદદથી એવું સ્માર્ટ નેટવર્ક બનાવશે જે સમય અને જરૂરિયાત મુજબ પોતાની જાતને બદલી શકે અને સતત બહેતર બનતું રહે. આનાથી કંપનીના કામકાજની ઝડપ વધશે અને સાયબર સિક્યોરિટી પણ મજબૂત બનશે.

કંપનીના માળખામાં થયા મોટા ફેરફારો, બન્યા 5 નવા ગ્રુપ

માત્ર નવી ડીલ જ નહીં, પરંતુ TCS એ પોતાના આંતરિક સંગઠનમાં પણ ખૂબ મોટા ફેરફારો કર્યા છે. ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા કંપનીએ 5 નવા બિઝનેસ ગ્રુપ બનાવ્યા છે.

ServiceNow

Travel & Transport

Energy & Utilities

US West Coast

Global Autonomous Business

આ ઉપરાંત કંપનીએ સાયબર સિક્યોરિટી, લાઈફ સાયન્સિસ, બેન્કિંગ, કમ્યુનિકેશન અને મીડિયા જેવા વિભાગોને વધુ મજબૂત કરવા માટે નવા લીડર્સની નિમણૂક પણ કરી છે.

બેન્કિંગ કારોબાર પર વિશેષ ધ્યાન

તમને જણાવી દઈએ કે TCS ની કુલ કમાણીનો લગભગ ત્રીજો ભાગ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસમાંથી આવે છે. જ્યારે, ઉત્તર અમેરિકા કંપનીનું સૌથી મોટું માર્કેટ છે, જ્યાંથી કંપનીને અડધોઅડધ આવક મળે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને, કામગીરીને વધુ સરળ અને નફાકારક બનાવવા કંપનીએ પોતાના અમેરિકન બેન્કિંગ કારોબારને બે અલગ ભાગોમાં વહેંચી દીધો છે - 'US East' અને 'US West'.

ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

આ પણ વાંચો-Fino Payments Bankના શેરમાં 12%નો જોરદાર ઉછાળો, જૂન મહિનાના ધમાકેદાર બિઝનેસ અપડેટથી રોકાણકારો ખુશખુશાલ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 13, 2026 3:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.