Nifty 50માં થશે મોટો ફેરફાર, દિગ્ગજ IT કંપની Wiproની જગ્યા લેશે BSEનો શેર, જાણો રોકાણકારોને શું અસર થશે | Moneycontrol Gujarati
Get App

Nifty 50માં થશે મોટો ફેરફાર, દિગ્ગજ IT કંપની Wiproની જગ્યા લેશે BSEનો શેર, જાણો રોકાણકારોને શું અસર થશે

નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ Nifty 50માં 30 સપ્ટેમ્બર 2026થી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. Wiproને હટાવીને BSEને સામેલ કરવામાં આવશે. જાણો વિગત.

અપડેટેડ 12:41:27 PM Aug 11, 2026 પર
Story continues below Advertisement
Nifty 50માં સામેલ થવાના અહેવાલો અને આશા વચ્ચે સોમવારે BSEના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન શેરમાં લગભગ 4 ટકાની તેજી આવી હતી અને દિવસના અંતે શેર 3,596 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.

BSE Share Price: ભારતીય શેરબજારના પ્રમુખ ઈન્ડેક્સ નેશનલ સ્ટોક એક્સચેન્જના Nifty 50 માં એક બહુ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. શેરબજારના આ દિગ્ગજ ઈન્ડેક્સમાં હવે સ્ટોક એક્સચેન્જ BSEની એન્ટ્રી થવાની છે. Nifty 50 માંથી જાણીતી IT કંપની Wiproને બહાર કરવામાં આવશે અને તેની જગ્યાએ BSE ના શેરને સ્થાન મળશે. આ નવો ફેરફાર 30 સપ્ટેમ્બર 2026 થી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે.

NSE Indices ની 'ઈન્ડેક્સ મેન્ટેનન્સ સબ-કમિટી' દ્વારા તેમની છ માસિક સમીક્ષા દરમિયાન આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજારના મુખ્ય સૂચકાંકોની નિયમિત સમીક્ષાના નિયમો હેઠળ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

BSE ને શા માટે મળી Nifty 50માં એન્ટ્રી?

કોઈપણ કંપનીને Nifty 50 માં સામેલ કરવા પાછળ તેનું 'ફ્રી-ફ્લોટ માર્કેટ કેપ' ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.છેલ્લા 6 મહિનાની સરેરાશ જોઈએ તો, BSE નું ફ્રી-ફ્લોટ માર્કેટ કેપ આશરે 1.40 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. બીજી તરફ, જે કંપની ઈન્ડેક્સમાંથી બહાર થઈ રહી છે તે Wipro નું 6 મહિનાનું સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપ લગભગ 55,930 કરોડ રૂપિયા હતું. NSEના નિયમ મુજબ, ઈન્ડેક્સમાં નવી સામેલ થનારી કંપનીનું સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપ, ઈન્ડેક્સની સૌથી નાની કંપની કરતા ઓછામાં ઓછું 1.5 ગણું હોવું જોઈએ. BSE આ શરતને સંપૂર્ણપણે પૂરી કરે છે.

BSE ના શેરમાં જોવા મળી શાનદાર તેજી


Nifty 50 માં સામેલ થવાના અહેવાલો અને આશા વચ્ચે સોમવારે BSE ના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન શેરમાં લગભગ 4 ટકાની તેજી આવી હતી અને દિવસના અંતે શેર 3,596 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.

આ કંપનીઓ Nifty 50 માં સ્થાન ચૂક્યો

Nifty 50 માં જગ્યા બનાવવા માટે TVS Motor અને Divi’s Laboratories જેવી કંપનીઓ પણ લાયક હતી. જોકે, છેલ્લા 6 મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપના માપદંડમાં તેઓ જરૂરી સીમા પાર કરી શકી નહીં, તેથી તેમને સામેલ કરવામાં આવી નથી. આ ઉપરાંત, નિયમ મુજબ Nifty 50 માં સામેલ થવા માટે જે-તે કંપનીનો શેર NSE ના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રેડ થતો હોવો પણ ફરજિયાત છે.

અન્ય ઈન્ડેક્સમાં પણ ફેરફાર

માત્ર Nifty 50 જ નહીં, પરંતુ Nifty 50 Equal Weight Index માં પણ નિયમો અનુસાર Wipro ની જગ્યાએ BSE ને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત, NSE Indices દ્વારા Nifty 100, Nifty 500, Nifty Midcap 150, Nifty Smallcap 250 અને Nifty Next 50 જેવા અન્ય મહત્વના ઈન્ડેક્સમાં પણ કંપનીઓના ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.

Nifty 50માં થતો આ ફેરફાર માર્કેટ અને રોકાણકારો માટે ખૂબ જ મહત્વનો છે. જ્યારે કોઈ શેર આવા મોટા ઈન્ડેક્સમાં સામેલ થાય છે, ત્યારે ઇન્ડેક્સ ફંડ્સ અને વિદેશી રોકાણકારોનું રોકાણ તે શેરમાં વધે છે. 30 સપ્ટેમ્બર 2026 થી આ નવા ફેરફારો બજારમાં લાગુ થઈ જશે.

આ પણ વાંચો-US કોર્ટમાંથી ગૌતમ અદાણીને ક્લીનચીટ, અદાણી ગ્રુપના શેરોમાં 3.5% સુધીનો જબરદસ્ત ઉછાળો, જાણો એક્સપર્ટની સલાહ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 11, 2026 12:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.