Trade Spotlight: સોમવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ? - Trade Spotlight: These 3 stocks made huge gains on Monday, should they stay or exit? | Moneycontrol Gujarati
Get App

Trade Spotlight: સોમવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

3 એપ્રિલના રેલ વિકાસ નિગમ, ઑયલ ઈન્ડિયા અને સોનાટા સૉફ્ટવેરમાં જોરદાર એક્શન જોવાને મળ્યુ હતુ. રેલ વિકાસ નિગમ 10 ટકાની તેજી લઈને 75.35 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે, ઑયલ ઈન્ડિયા 3 ટકાના વધારાની સાથે 259.5 ના સ્તર પર બંધ થયો હતો. આ રીતે સોનાટા સૉફ્ટવેર પણ 3 ટકાની તેજી લઈને 859 ના સ્તર પર બંધ થયો હતો.

અપડેટેડ 01:12:45 PM Apr 05, 2023 પર
Story continues below Advertisement
આરવીએનએલએ હાલમાં ઊપરની તરફ ઉછાળો દેખાય છે સાથે તેના વૉલ્યૂમમાં પણ વધારો જોવાને મળ્યો છે. આ સ્ટૉકમાં લૉન્ગ બિલ્ડઅપના સંકેત છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આરએસઆઈ ઈન્ડેક્સ પણ 60 ની ઊપર દેખાય રહ્યા છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Trade Spotlight: 3 એપ્રિલને ભારી વોલેટિલિટીની વચ્ચે બજાર લગાતાર ત્રીજા દિવસે વધારા પર બંધ થવામાં કામયાબ રહ્યા. નિફ્ટી આશરે 40 અંકોના વધારાની સાથે 17398 ના સ્તર પર બંધ થયા. જ્યારે સેન્સેક્સ 115 અંકોના વધારાની સાથે 59106 ના સ્તર પર બંધ થયો હતો. છેલ્લા કારોબારી દિવસે ઑટો, બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને ફાર્મા શેરોથી બજારને સપોર્ટ મળ્યો હતો. જ્યારે, પસંદગીના એફએમસીજી, ટેક્નોલૉજી, મેટલ, તેલ અને ગેસ શેરોમાં વેચવાલી જોવાને મળી હતી. દિગ્ગજોની જેમ જ નાના-મધ્યમ શેરોમાં પણ વધારો જોવાને મળ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.4 ટકા અને સ્મૉલકેપ 100 ઈન્ડેક્સ 0.7 ટકાના વધારો લઈને બંધ થયો હતો. બજારમાં વોલેટિલિટી પણ થોડી ઓછી થઈ હતી. ફીયર ઈન્ડેક્સ India VIX 2.7 ટકા ઘટીને 12.59 ના સ્તર પર આવી ગયો હતો.

    3 એપ્રિલના રેલ વિકાસ નિગમ, ઑયલ ઈન્ડિયા અને સોનાટા સૉફ્ટવેરમાં જોરદાર એક્શન જોવાને મળી હતી. રેલ વિકાસ નિગમ 10 ટકાની તેજી લઈને 75.35 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે, ઑયલ ઈન્ડિયા 3 ટકાના વધારાની સાથે 259.5 ના સ્તર પર બંધ થયો હતો. આ રીતે સોનાટા સૉફ્ટવેર પણ 3 ટકાની તેજીની લઈને 859 ના સ્તર પર બંધ થયો હતો.

    Hot Stocks: આજની ટૉપ શૉર્ટ ટર્મ પિક્સ, જેમાં આ સપ્તાહે થઈ શકે છે જોરદાર કમાણી


    આવો જાણીએ હવે આ શેરો પર શું છે જીઈપીએલ કેપિટલના વિજ્ઞાન સાવંતની ટ્રેડિંગ રણનીતિ

    Sonata Software

    સોનાટા સૉફ્ટવેર વર્તમાનમાં રેકૉર્ડ ઊંચાઈ પર કારોબાર કરી રહ્યા છે, જે બતાવે છે કે સ્ટૉક પહેલાથી જ મજબૂત મોમેંટમમાં છે. ટ્રેડર્સ અને ઈનવેસ્ટર્સને આ સ્ટૉકમાં ક્લોઝિંગ બેસિસ પર 820 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 960 રૂપિયાના લક્ષ્ય માટે હોલ્ડ કરવાની સલાહ રહેશે.

    Rail Vikas Nigam

    આરવીએનએલએ હાલમાં ઊપરની તરફ ઉછાળો દેખાય છે સાથે તેના વૉલ્યૂમમાં પણ વધારો જોવાને મળ્યો છે. આ સ્ટૉકમાં લૉન્ગ બિલ્ડઅપના સંકેત છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આરએસઆઈ ઈન્ડેક્સ પણ 60 ની ઊપર દેખાય રહ્યા છે. આ સ્ટૉકમાં તેજી કાયમ રહેવાના સંકેત છે. એવામાં ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સને આ સ્ટૉકમાં ક્લેઝિંગ બેસિસ પર 70 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 90 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવાની સલાહ રહેશે.

    Oil India

    ઑક્ટોબર 2022 થી, ઑયલ ઈન્ડિયાએ હાયર હાઈઝ અને હાયર લૉઝ પેટર્ન બની રહી છે. આ સ્ટૉકના પ્રદર્શનમાં પૉઝિટિવ ટ્રેંડ કાયમ રહેવાના સંકેત છે. એવામાં ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સના આ સ્ટૉકમાં ક્લોઝિંગ બેસિસ પર 250 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 290 રૂપિયાના લક્ષ્ય માટે હોલ્ડ કરવાની સલાહ રહેશે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 05, 2023 1:12 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.