TVS Motor ના Q4 પરિણામ સારા આવવાથી સ્ટૉકમાં તેજી, જાણો શું છે બ્રોકરેજહાઉસની રણનીતિ - TVS Motor's Q4 results boost stocks, know what is brokerage house's strategy | Moneycontrol Gujarati
Get App

TVS Motor ના Q4 પરિણામ સારા આવવાથી સ્ટૉકમાં તેજી, જાણો શું છે બ્રોકરેજહાઉસની રણનીતિ

TVS Motor share price: ફિલિપ કેપિટલે TVSL પર પોતાની 'Buy' ના રેટિંગને બનાવી રાખ્યા છે. ફિલિપ કેપિટલનું માનવું છે કે ટીવીએસ મોટર પ્રીમિયમ સેગમેન્ટ અને શહેરી બજારો (સ્કૂટર) નુ સારૂ પ્રદર્શન, સારૂ ઉત્પાદ અને સેગમેન્ટ મિક્સ, ખર્ચ કપાતની સાથે ઑપરેટિંગ માળખામાં સુધારની સાથે ઈંડસ્ટ્રીથી સારૂ પ્રદર્શન કરતી દેખાશે.

અપડેટેડ 02:52:23 PM May 05, 2023 પર
Story continues below Advertisement
આજના નબળા બજારમાં પણ ટીવીએસ મોટર કંપની (TVSL) ના શેરોએ બીએસઈ પર 5.5 ટકાનો વધારો દેખાડતા 1235 રૂપિયાના નવા 52-વીક હાઈ લગાવ્યો.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    TVS Motor share price: આજના નબળા બજારમાં પણ ટીવીએસ મોટર કંપની (TVSL) ના શેરોએ બીએસઈ પર 5.5 ટકાનો વધારો દેખાડતા 1235 રૂપિયાના નવા 52-વીક હાઈ લગાવ્યો. આ બે પૈંડા વાહન બનાવા વાળી કંપનીએ 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરમાં ઉમ્મીદથી સારૂ પ્રદર્શન કર્યુ છે. હાલમાં 2:30 વાગ્યે આ સ્ટૉક એનએસઈ પર 49.79 અંક એટલે કે 4.25% ની તેજીની સાથે 1218.75 ના સ્તર પર દેખાય રહ્યા છે.

    કંસોલીડેટેડ નફો 21 ટકા વધ્યો

    ચેન્નઈ સ્થિત ટીવીએસ મોટર કંપનીએ ગુરૂવારના જણાવ્યુ કે 31 માર્ચ, 2023 ના સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીના કંસોલીડેટેડ નફો 21 ટકા વધીને 336 કરોડ રૂપિયા પર રહ્યા છે. આ સમયમાં વેચાણ વધવાથી કંપનીનો નફો પણ વધ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 275 કરોડ રૂપિયા પર રહ્યો હતો.


    રેવેન્યૂ વધીને 8021 કરોડ રૂપિયા રહ્યા

    ટીવીએસ મોટર કંપનીએ શેર બજારને જણાવ્યુ છે કે કંપનીના જાન્યુઆરી-માર્ચ, 2023 ક્વાર્ટરના રેવેન્યૂ વધીને 8021 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષની સમાન ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યૂ 6585 કરોડ રૂપિયા પર રહી હતી.

    31 માર્ચ, 2023 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં 8.68 વાહન વેચ્યા

    કંપનીએ એ પણ જણાવ્યુ છે કે તેને 31 માર્ચ, 2023 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં 8.68 વાહન વેચ્યા જ્યારે માર્ચ, 2022 ક્વાર્ટરમાં કંપનીને 8.56 લાખ વાહનોનું વેચાણ કર્યુ હતુ. નાણાકીય વર્ષ 2022-23 માં કંપનીના બે પૈંડા અને 3 પૈંડા વાહનોનું કુલ વેચાણ 11 ટકા વધીને 36.82 લાખ યૂનિટ રહી છે. તે 2021-22 માં 33.10 લાખ યૂનિટ પર હતી.

    સમગ્ર નાણાકીય વર્ષ 2022-23 માં કંપનીના કંસોલીડેટેડ નફો 1329 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22 માં કંપનીનો નફો 757 કરોડ રૂપિયા પર રહ્યો હતો. આ રીતે સમગ્ર નાણાકીય વર્ષ 2022-23 માં કંપનીની કંસોલીડેટેડ આવક 31974 કરોડ રૂપિયા રહી છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22 માં કંપનીની આવક 24355 કરોડ રૂપિયા પર રહી હતી.

    વર્ષના અંત સુધી હાસિલ કરવાનો છે ડબલ ડિઝિટ રિટર્ન તો મે ના નિચલા સ્તરો પર કરો રોકાણ, મિડકેપ પર રાખો ફોક્સ

    મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝની સલાહ

    મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝનું માનવું છે કે ઘરેલૂ બે પૈંડા વાહન બજારમાં સુધાર, નવા પ્રોડક્ટ (રેડર, 125 સીસી સ્કૂટર અને આઈક્યૂબ) ના લૉન્ચની સાથે-સાથે એક્સપોર્ટમાં સુધારથી કંપનીના વેચાણમાં વધારો જોવાને મળ્યો છે. TVSL પોતાના કુલ એબિટાના લગભગ 40 ટકા ઘરેલૂ સ્કૂટર કારોબારથી કમાય છે. એવા ઈલેક્ટ્રિક વ્હીકલ ડિસરપ્શનથી કંપનીને મુશ્કેલી થઈ શકે છે. એવામાં મોતીલાલ ઓસવાલે TVSL ના નેચરલ રેટિંગ બનાવી રાખતા 1060 રૂપિયાના લક્ષ્ય આપ્યા છે.

    ફિલિપ કેપિટલની સલાહ

    બીજી તરફ ફિલિપ કેપિટલે TVSL પર પોતાની ખરીદારીના રેટિંગ બનાવી રાખ્યા છે. ફિલિપ કેપિટલનું માનવુ છે કે ટીવીએસ મોટર પ્રીમિયમ સેગમેન્ટ અને શહેરી બજારો (સ્કૂટર) ના સારા ઉત્પાદ અને સેગમેન્ટ મિક્સ, ખર્ચ કપાતની સાથે ઑપરેટિંગ માળખામાં સુધારની સાથે ઈંડસ્ટ્રીથી સારૂ પ્રદર્શન કરતુ દેખાશે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

     

    MoneyControl News

    MoneyControl News

    First Published: May 05, 2023 2:52 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.