ભારતીય શેરબજારમાં શરૂઆતી ઘટાડા પછી જબરદસ્ત રિકવરી જોવા મળી. સેન્સેક્સ 117 અંક વધ્યો જ્યારે નિફ્ટી 23,650ની ઉપર બંધ રહ્યો. જાણો આ રિકવરીના મુખ્ય કારણો અને કયા શેરોમાં તેજી જોવા મળી.
દિવસના અંતે, ઓઇલ-ગેસ, એનર્જી અને ડિફેન્સ શેરોમાં ખરીદી રહી, જ્યારે ઇન્ફ્રા, ઓટો અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ વધારા સાથે બંધ થયા.
Closing Bell: આજે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે એક રોલરકોસ્ટર દિવસ રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં રૂપિયાની નબળાઈ અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઉછાળાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, દિવસ આગળ વધતા બજારમાં જોરદાર રિકવરી આવી અને શરૂઆતમાં થયેલું તમામ નુકસાન લગભગ ભરપાઈ થઈ ગયું.
બજારમાં યુ-ટર્ન અને બંધ ભાવ
સવારના કારોબારમાં સેન્સેક્સ 671 પોઈન્ટ જેટલો ગગડીને 74,529.41 સુધી પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 220 પોઈન્ટથી વધુ ગગડીને 23,397.30 સુધી નીચે આવી ગયો હતો. પરંતુ, બજારમાં આવેલા જોરદાર યુ-ટર્નના કારણે દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં બંધ થયા.
સેન્સેક્સ: 117.54 અંક એટલે કે 0.16 ટકાના વધારા સાથે 75,318.39 ના સ્તરે બંધ થયો.
નિફ્ટી: 41.00 અંક એટલે કે 0.17 ટકાના વધારા સાથે 23,659.00 ના સ્તરે બંધ થયો.
દિવસના મધ્યમાં, નિફ્ટી 50 0.24% વધીને 23,674.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સ 0.13% વધીને 75,298.78 પર પહોંચ્યો હતો. સેન્સેક્સ નીચલા સ્તરેથી 715.23 પોઈન્ટ રિકવર થયો હતો, જ્યારે નિફ્ટી 50 લગભગ 242.95 પોઈન્ટ્સ રિકવર થયો હતો.
શેરોનું પ્રદર્શન અને ટોપ ગેઈનર્સ-લુઝર્સ
નિફ્ટીને ઉપર લાવવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મોટો ફાળો રહ્યો, જેણે નિફ્ટીમાં 55.03 પોઈન્ટ્સનો ઉમેરો કર્યો. આ ઉપરાંત, હિન્ડાલ્કો, M&M, એક્સિસ બેંક અને બજાજ ઓટો જેવા શેરોએ પણ ઇન્ડેક્સને ટેકો આપ્યો. બીજી તરફ, ICICI બેંક સૌથી વધુ ગગડ્યો, જેણે ઇન્ડેક્સને 12.55 પોઈન્ટ નીચે ખેંચ્યો. ITC, BEL, ટાટા સ્ટીલ અને HDFC બેંક જેવા શેરો પણ નુકસાનમાં રહ્યા.
Karnataka Bank ના શેરમાં 10% નો ઉછાળો
આજના કારોબારમાં કર્ણાટક બેંકના શેરમાં 10 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, જે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
સેક્ટોરલ પ્રદર્શન
દિવસના મધ્ય ભાગમાં સેક્ટરવાઇઝ વાત કરીએ તો,, નિફ્ટી ઓટો શરૂઆતી 1% ના ઘટાડામાંથી બહાર આવીને લગભગ 1% મજબૂત થયો. નિફ્ટી PSU બેંક પણ 1% થી વધુના ઘટાડામાંથી બહાર આવીને ગ્રીન ઝોનમાં આવ્યો.
નિફ્ટી આઈટી પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ સ્ટોક્સમાં પણ જોરદાર રિકવરી જોવા મળી, નિફ્ટી મિડકેપ 100 શરૂઆતી 1% ના ઘટાડામાંથી બહાર આવીને ગ્રીન ઝોનમાં આવ્યો. સ્મોલકેપ સ્ટોક્સમાં દબાણ હતું, પરંતુ તેમાં પણ અડધા ટકાથી ઓછો ઘટાડો રહ્યો. જોકે, નિફ્ટી FMCG માં અડધા ટકાથી વધુનો ઘટાડો હતો, અને નિફ્ટી મેટલ પણ લાલ નિશાનમાં જ રહ્યું. દિવસના અંતે, ઓઇલ-ગેસ, એનર્જી અને ડિફેન્સ શેરોમાં ખરીદી રહી, જ્યારે ઇન્ફ્રા, ઓટો અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ વધારા સાથે બંધ થયા.
વૈશ્વિક સંકેતો અને રૂપિયાની સ્થિતિ
વૈશ્વિક બજારમાં, મોંઘવારીની ચિંતાઓના કારણે બોન્ડ વેચાવાથી US ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો. 30 વર્ષની યીલ્ડ જુલાઈ 2007 પછીના સૌથી ઊંચા સ્તરે 5.197% સુધી પહોંચી ગઈ હતી, જોકે પછીથી તે 5.174% પર ટ્રેડ થઈ રહી હતી. US ફ્યુચર્સમાં S&P 500 ફ્યુચર્સ 0.1% વધ્યો અને નાસ્ડેક 100 ફ્યુચર્સ 0.4% વધ્યો, જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સમાં 0.02% નો ઘટાડો નોંધાયો.
ભારતીય રૂપિયાની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો હતો, જે બજાર માટે ચિંતાનો વિષય રહ્યો.
બજારમાં રિકવરીના મુખ્ય કારણો
બજારમાં આવેલી આ જોરદાર રિકવરી પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે.
વેલ્યુ બાઇંગ: નીચલા સ્તરેથી રોકાણકારો દ્વારા ખરીદી શરૂ થતા બજારમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો.
મજબૂત સપોર્ટ લેવલ: એનાલિસ્ટ્સના મતે, નિફ્ટી 50 માટે 23,400-23,300 એક મજબૂત સપોર્ટ લેવલ તરીકે કામ કરી રહ્યું છે. આ લેવલ જાળવી રાખવાથી રોકાણકારોમાં વિશ્વાસ જળવાઈ રહ્યો.