Voda Idea Share Price: વોડાફોન આઈડિયાના શેરમાં ડબલ સપોર્ટથી જબરદસ્ત ઉછાળો, શેર પહોંચ્યો 1 વર્ષની ટોચ પર, જાણો આ તેજીના 2 મોટા કારણો | Moneycontrol Gujarati
Get App

Voda Idea Share Price: વોડાફોન આઈડિયાના શેરમાં ડબલ સપોર્ટથી જબરદસ્ત ઉછાળો, શેર પહોંચ્યો 1 વર્ષની ટોચ પર, જાણો આ તેજીના 2 મોટા કારણો

વોડાફોન આઈડિયાના શેરમાં ડબલ સપોર્ટને કારણે મોટો ઉછાળો આવ્યો છે. નવા ગ્રાહકો જોડાવાથી અને CRISIL રેટિંગ અપગ્રેડ થવાથી શેર 1 વર્ષની ટોચ પર પહોંચ્યો. જાણો સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 10:23:17 AM May 27, 2026 પર
Story continues below Advertisement
કંપની માટે સૌથી સારા સમાચાર એ છે કે લોકો ફરીથી વોડાફોન આઈડિયા સાથે જોડાઈ રહ્યા છે અને કંપની પોતાનો યુઝર બેઝ વધારી રહી છે.

Voda Idea Share Price: શેરબજારમાં લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલી દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા પર હવે ધીમે ધીમે રોકાણકારોનો ભરોસો પાછો ફરી રહ્યો છે. બે મોટા પોઝિટિવ સમાચારોના કારણે આજે આ કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને શેર એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, ઉપલા મથાળે નફાવસૂલી  આવતા શેર થોડો નીચે આવ્યો હતો.

શરૂઆતી કારોબારમાં વોડાફોન આઈડિયાનો શેર 0.99% ઉછળીને 14.29 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો, જે તેનો 1 વર્ષનો રેકોર્ડ હાઈ છે. બાદમાં તે સામાન્ય ઘટાડા (0.14%) સાથે 14.13 રૂપિયાની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ચાલો જાણીએ કયા બે કારણોથી શેરમાં આ જોશ આવ્યો છે.

એપ્રિલ મહિનામાં નવા ગ્રાહકોનો ઉમેરો

કંપની માટે સૌથી સારા સમાચાર એ છે કે લોકો ફરીથી વોડાફોન આઈડિયા સાથે જોડાઈ રહ્યા છે અને કંપની પોતાનો યુઝર બેઝ વધારી રહી છે. ટેલિકોમ સબસ્ક્રાઈબર્સના લેટેસ્ટ ડેટા મુજબ,,સળંગ ત્રીજા મહિને કંપનીએ નવા ગ્રાહકો ઉમેર્યા છે. એપ્રિલ મહિનામાં કંપની સાથે 53,257 નવા ગ્રાહકો જોડાયા છે. અગાઉ માર્ચ મહિનામાં 10,300 અને ફેબ્રુઆરીમાં 21,927 ગ્રાહકો જોડાયા હતા. તેની સરખામણીમાં એપ્રિલનો આંકડો ઘણો મોટો અને ઉત્સાહજનક છે.

CRISIL રેટિંગ્સ દ્વારા મોટું અપગ્રેડ


શેરમાં તેજીનું બીજું મોટું કારણ પ્રખ્યાત રેટિંગ એજન્સી CRISIL રેટિંગ્સ છે. ક્રિસિલે વોડાફોન આઈડિયાની ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કરીને 'સ્ટેબલ આઉટલુક' થી 'A-' (એ માઈનસ) કરી દીધી છે. આ અપગ્રેડ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે.

આદિત્ય બિરલા ગ્રુપનો સપોર્ટ: આદિત્ય બિરલા ગ્રુપ તરફથી કંપનીને મુશ્કેલ સમયમાં સતત સપોર્ટ મળી રહ્યો છે. તાજેતરમાં ગ્રુપે 4730 કરોડ રૂપિયાના શેર વોરન્ટ્સ દ્વારા કંપનીમાં ઈક્વિટી રોકાણ કર્યું છે, જે તેમની કંપની પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

35,000 કરોડનું ફંડિંગ: કંપનીની 35,000 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવાની મોટી યોજના છે. જેમાં SBI ની આગેવાની હેઠળની બેંકો પાસેથી 25,000 કરોડ રૂપિયાની લોંગ-ટર્મ લોન અને 10,000 કરોડ રૂપિયાની ક્રેડિટ ફેસિલિટી સામેલ છે.

મજબૂત મેનેજમેન્ટ: કુમાર મંગલમ બિરલાની ચેરમેન તરીકે ફરીથી નિમણૂક થવાથી મેનેજમેન્ટ વધુ મજબૂત બન્યું છે. ક્રિસિલનું માનવું છે કે આવનારા સમયમાં કંપની ઓપરેશનલ રીતે ટ્રેક પર આવશે અને લાંબા ગાળે તેનું કેશ ફ્લો સુધરશે.

1 વર્ષમાં શેરે કેવી કમાણી કરાવી?

વોડાફોન આઈડિયાના શેરે ભૂતકાળમાં રોકાણકારોને નિરાશ કર્યા હતા, પરંતુ હવે તેણે નીચલા સ્તરેથી રોકેટ ગતિએ કમબેક કર્યું છે. છેલ્લા એક વર્ષના આંકડા પર નજર કરીએ તો, આ શેર નીચલા સ્તરે 6.12 રૂપિયા સુધી ગગડી ગયો હતો. પરંતુ ત્યાંથી તેણે શાનદાર રિકવરી બતાવી છે અને માત્ર 9 જ મહિનામાં 133.50% નો તોફાની ઉછાળો નોંધાવીને આજે 14.29 રૂપિયાની 1 વર્ષની ટોચ પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો-Share Market : સેન્સેક્સમાં સપાટ શરૂઆત, નિફ્ટી 23900ની આસપાસ, ONGC અને Coal India સહિત આ શેરો પર નજર

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 27, 2026 10:23 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.