ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો, GIFT NIFTYમાં મામુલી નરમાશ, એશિયાના માર્કેટ પણ નબળા
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 48.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.09 ટકાના ઘટાડાની સાથે 52,374 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.20 ટકાની નબળાઈ દેખાય રહી છે.
Global Market: ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે.
Global Market: ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી જોવા મળી છે. GIFT NIFTYમાં મામુલી નરમાશ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. એશિયાના માર્કેટ પણ નબળા દેખાય રહ્યા છે. ગઈકાલે USના બજાર મિશ્ર રહ્યા, ડાઓ જોન્સ 200 પોઇન્ટ્સથી વધારે તૂટ્યો, પણ S&P અને નાસ્ડેકમાં મામુલી તેજી રહી.
ગઈકાલે બજારો મિશ્ર બંધ થયા. ડાઓ 230 પોઈન્ટ ઘટીને બંધ થયો. S&P 500 અને Nasdaq માં વધારો જોવા મળ્યો. નાસ્ડેકની તેજીને કારણે ગઈકાલે Amazon ના શેર રેકોર્ડ સ્તરે બંધ થયા. Open AI સાથેના સોદા પછી શેરમાં ઉછાળો આવ્યો. બે ટ્રેડિંગ સત્રોમાં Amazon ના શેર 14% વધ્યા.
CNNનો નવો સર્વે
37% પર પહોંચી ટ્રમ્પ અપ્રૂવલ રેટિંગ રહ્યા. પહેલીવાર રેટિંગ 36% ની ઉપર રહ્યો. 27-30 ઓક્ટોબર વચ્ચે સર્વે થયો હતો. સર્વેમાં લોકોએ અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી. 10 માંથી 7 લોકોએ અર્થવ્યવસ્થાને ખરાબ અથવા ઘણી ખરાબ કહી. 61% લોકોએ ખરાબ અર્થવ્યવસ્થા માટે ટ્રમ્પ નીતિને જવાબદાર કહી.
રશિયા-ચીનની વાતચીત
મોટું રશિયા પ્રતિનિધિમંડળ ચીન પહોચ્યું. ડીલ, વાતચીત માટે ચીન પહોચ્યું. ચાઈનાના PM સાથે મુલાકાત કરશે રશિયાના પ્રધાનમંત્રી. ચીન રશિયા સાથે સહયોગ મજબૂત કરવા તૈયાર.
આજે ક્યાં રહેશે નજર?
ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, વર્જીનિયામાં આજે વોટિંગ. ગવર્નર, મેયર, જુડિશિયલ સીટો માટે વોટિંગ. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પહેલી મોટી ચૂંટણી. USના JOLTSના આંકડા આવશે.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 48.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.09 ટકાના ઘટાડાની સાથે 52,374 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.20 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.43 ટકા ઘટીને 28,212.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.34 ટકાના વધારાની સાથે 26,246.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.54 ટકા તૂટીને 4,156.65 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 3 અંક એટલે કે 0.07 ટકા લપસીને 3,973.52 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.