સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે FIIs સતત વેચવાલી કરી રહ્યા છે. DIIs ખરીદી કરી રહ્યા છે પણ તેજી જોવા નથી મળી. DIIsની ખરીદી છતાં પણ સેક્ટર રોટેશન થઈ રહ્યું છે. FIIs લાર્જ કેપ વેચી રહ્યા છે, DIIsની મિડકેપમાં ખરીદી છે. ટેરિફની અસરને લીધે ભારતીય અર્થતંત્રના ગ્રોથની ચિંતા છે.
સુનિલ સુબ્રમણ્યમના મુજબ Q3માં વેચાણ વધવાની સાથે માર્જિન વધે છે કે નહીં તે જોવું. કેપેક્સ સાથે જોડાયેલી કંપનીઓ, PSU બેન્કોમાં રોકાણ કરવું જોઈએ. બજારમાં આવેલો આ ઘટાડો ખરીદીની તક છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ રોકાણ કરી શકાય. ડિફેન્સના વેલ્યુએશન મોંઘા,પણ મધ્યમ ગાળે સારા રિટર્ન આવશે. હેવી મશિનરી કંપનીઓમાં પણ રોકાણ કરી શકાય. ઓઈલ એક્સપ્લોરેશન કંપનીઓ અમને ગમે છે.