બજાર » સમાચાર » પ્રોપર્ટી

બજારોત્સવ: નિરંજન હિરાનંદાણી સાથે પ્રોપર્ટી ગુરૂ

ના રોજ પ્રકાશિત Mon, 21, 2019 પર 14:49  |  સ્ત્રોત : CNBC-Bajar

હિરાનંદાણીના એમડી નિરંજન હિરાનંદાણીનું કહેવુ છે કે નવરાત્રીથી ગ્રાહકોનાં સેન્ટિમેન્ટ સુધર્યા છે. ગ્રાહકોની પુછપરછ વધી છે. ઘણા ગ્રાહકોએ બુકિંગ પણ કરાવ્યા છે. RBIનાં રેટ કટનો લાભ ગ્રાહકો લઇ રહ્યાં છે. રેટ કટનો લાભ હવે ગ્રાહકોને મળશે.

RBIએ 5મી વખત RBIએ રેટ કટ આપ્યો છે. શા માટે ઘરોની માંગ નથી વધી રહી? NBFCની માંગમાં પણ ઘટાડો થયો છે. NBFCનાં ઘણી સમસ્યાનું નિવારણ થયુ છે. સરકારે 50 હજાર કરોડની સોવરિયન ગેરંટી સરકારે આપી છે. અમુક બેન્કોમાં તાજેતરમાં સમસ્યા આવી છે. બેન્કો રિટેલ લોન પર વધુ ધ્યાન આપી રહી છે. મોટા સિટીમાં ગ્રાહકોની માંગ વધી છે. ટિયર-2,3 માં ધીરે ધીરે માંગ વધશે.

સરકારે અટકેલા પ્રોજેક્ટ માટે ફંડની જાહેરાત કરી. nclT કે NPA થયેલા પ્રોજેક્ટને ફંડની વધુ જરૂર છે. સરકારે વધુ પ્રોજેક્ટ NPA ન થાય તે માટે વિચાર્યું. NCLTમાં ગેયેલા પ્રોજેક્ટને આવતા 6 મહિના લાગી શકે. નોન NCLT પ્રોજેક્ટને તૈયાર થતા એકાદ વર્ષ લાગી શકે.

15 દિવસમાં થયેલા સેલ્સ આ નિર્ણયનું પરિણામ હોય શકે. સરકાર રિયલ એસ્ટેટને રાહત આપવાનાં પ્રયાસ કરે છે. RBIએ વન ટાઇ રોલ ઓવર કરે તે જરૂરી છે. GSTમાં વધુ ઘટાડો શક્ય નથી લાગતો. GST ઘટતા સપ્લાઇ સાઇડ રાહત મળી છે. 6 મહિના માટે GSTમાં મોટો ઘટાડો અપાવો જોઇએ તો અર્થતંત્રને કીક સ્ટાર્ટ મળી શકશે. 20% GST ઘટાડાયતો અર્થતંત્રને રાહત મળી શકે.

ઇકોનોમી સ્લોડાઉન છે અને પગલાની જરૂર છે. સપ્લાઇ સાઇડને બુસ્ટ અપાયુ છે. ડિમાન્ડ સાઇડ બુસ્ટની જરૂર છે. લિક્વિડિટી ક્રાઇસિસ દુર થાય તે જરૂરી
બેન્ક લેન્ડિંગ કરે તે જરૂરી છે.

આ ફેસ્ટિવલ સિઝન સારી જઇ રહી છે. તૈયાર ઘર જલ્દી વેચાઇ રહ્યાં છે. સ્લોડાઉન લાંબો સમય નહી રહે. સબવેન્શન સ્કીમ ડિમાન્ડ ક્રિએશન માટે જરૂરી છે. સબવેન્શન સ્કીમ ગ્રાહકો માટે પણ ઉપયોગી હતી. સબવેન્શન સ્કીમ ફરીથી આવે તે જરૂરી છે. માંગ વધારવા માટે સરકાર પગલા લે તે જરૂરી છે.

કિંમત ઘટાડવા ઘર બની રહ્યાં છે નાના. અફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાનું સ્ટેટસ અપાયુ છે. અફોર્ડેબલને સરકારે ઘણી રાહત અપાઇ છે. અફોર્ડેબલને GSTમાં રાહત છે. અફોર્ડેબલને પ્રોત્સાહન મળી રહ્યું છે. અફોર્ડેબલનો ગ્રોથ ફાસ્ટ થઇ રહ્યો છે. અફોર્ડેબલ ઘરોની માંગ વધવી સારી બાબત છે.

મુંબઇનાં સબર્બમાં માંગ વધી રહી છે. બંગ્લોર, હૈદરાબાદમાં માંગ વધી છે. ટિયર-2માં માંગ વધુ નથી વધી રહી. હવે ભારતમાં સેન્ટલ હાઉસિંગની જરૂર છે. રેન્ટલ હાઉસિંગ પર ફોકસની જરૂર છે. નેશનલ હાઉસિંગ રેન્ટલ પોલિસી બહાર પડાશે. રેન્ટલ હાઉસિંગમાં પણ ઉત્સાહ જોવા મળશે.

મર્જર અને એક્વિઝિશન થઇ રહ્યાં છે. સેલની જવાબદારી બ્રાન્ડેડ કંપની લે છે. ઘર ખરીદારો માટે ઘર ખરીદવાની સારી તક છે. હાલમાં ગ્રાહકોને ઘણા લાભ મળી રહ્યાં છે.