બજાર » સમાચાર » પ્રોપર્ટી

બજેટ સ્પેશલ પ્રોપર્ટી ગુરૂ

ના રોજ પ્રકાશિત Fri, 05, 2019 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

મોદી સરકાર 2.0એ આજે પહેલું બજેટ રજૂ કર્યું. તેના પહેલા બજેટમાં નાણાં મંત્રી નિર્મળા સીતારમનની એક આંખ ભારતને આ વર્ષના અંતમાં 3 ટ્રિલિયન ડૉલરના અર્થતંત્ર બનાવવા પર છે જ્યારે બીજી નાણાંકીય ખાધને 3.3 ટકા પર યથાવત રાખવા પર છે. પ્રાચિન રીતને બાજૂએ રાખતા નાણાં મંત્રી નિર્મળા સીતારમને બેગને બાજૂએ રાખીને વહી ખાતા સાથે લાવ્યા.

₹45 લાખનાં ઘર માટેલોનનાં વ્યાજ પર વધુ 1.5 લાખની કરમુક્તિ કરી. આ લાભ માટે લોન 31 માર્ચ 2020 સુધી લેવાની રહેશે. રેન્ટલ હાઉસિંગ માટે નવો કાયદો લવાશે. કેન્દ્ર સરકાર અને PSUની જમીન પર બનાવાશે અફોર્ડેબલ હોમ્સ. લિસ્ટેટ REITs અને InvITSમાં FPIsનાં રોકાણને મંજૂરી અપાશે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને RBI રેગ્યુલેટ કરશે. PMAY ગ્રામીણ હેઠળ 2022 સુધી 1.95 કરોડ ઘર બનશે. PMAY અર્બનમાં 24 લાખ ઘર અપાયા, વધુ 84 લાખ સેંક્શન.

ગામડાં, ગરીબ અને ખેડૂત પર ખાસ ફોક્સ રહેશે. 2022 સુધીમાં દરેક ગામડામાં વિજળી પહોંચાડવામાં આવશે. 1.95 કરોડ નવા ઘર બનાવવાની યોજના છે. ગામડાના દરેક પરિવારને વિજળી અને LPG મળશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો વિસ્તાર વધારાશે.

સાગરમાલા, ભારતમાલાથી ઈન્ફ્રા સેક્ટર સુધર્યું. ઈન્ફ્રા અને રોજગાર પર મોટા ખર્ચ કરવાની જરુરિયાત છે. નેશનલ હાઈવે પ્રોગ્રામને રીસ્ટ્રકચર કરાશે. રેલવે ટ્રેક માટે PPP મોડલને મંજૂરી. ઈન્ફ્રામાં દર વર્ષે 20 લાખ કરોડના ખર્ચની જરુરિયાત.

નાઇટફ્રેન્કનાં નેશનલ ડિરેક્ટર અને ગુજરાત બ્રાન્ચનાં હેડ બલબિરસિંહ ખાલસાનું કહેવુ છે કે રિયલ એસ્ટેટને લિક્વિડિટી મળે એ માટે સરકારે અને RBIએ પ્રયાસ કરવા પડશે. મુંબઇમાં અફોર્ડેબલ કિંમતમાં મકાન હંમેશા સમસ્યા છે. MMRમાં અફોર્ડેબલ હાઉસિંગ થઇ શકે છે. સોલ્ટપેન લેન્ડમાં અફોર્ડેબલ હાઉસિંગ માટે સદ્ઉપયોગ થઇ શકે.

ક્રેડાઈનાં ચેરમેન જક્ષય શાહના મતે રૂપિયા 1.50 લાખની છુટ પર 45 લાખની કેપ ન રખાઇ હોત તો સારૂ થાત. 2014નો રોડમેપ પર હવે કામ થતુ દેખાઇ રહ્યું છે. લિક્વિડિટીની સમસ્યા દુર કરવા માટે સમય લાગશે. સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને પોઝીટીવ મેસેજ બજેટ દ્વારા આપ્યા છે. રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા સાથે મળી ઘણી મોટી રોજગારી આપી શકે. લેબરનાં સ્કીલ ડેવલપમેન્ટથી ગુણવત્તા યુક્ત બાંધકામ ઓછા ખર્ચે થઇ શકે.

હિરાનંદાણી ગ્રુપના એમડી અને પ્રેસિડેન્ટ નિરંજન હિરાનંદાણીનું માનવુ છે કે હાઉસિંગ ફોર ઓલ માટે રેન્ટલ હાઉસિંગ પણ જરૂરી છે. આ બજેટમાં રેન્ટલ પોલિસી બનાવવાની મહત્વની વાત છે. રિયલ એસ્ટેટને લિક્વિડિટી મળે તેના પર ધ્યાન અપાયું છે. સરકારે રિયલ એસ્ટેટની સમસ્યાને સમજી છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટ્રલને બજેટમાં પ્રોત્સાહન અપાયું છે. ગિફ્ટ સિટી માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ લાવવાનાં પ્રયાસ કરાશે.


પહેલી રાઇટ્સનું લિસ્ટિંગ થઇ ગયુ છે. રાઈટ્સમાં રૂપિયા 2 લાખનું રોકાણ થઇ શકે. ભારતમાં REITs અને InvITSનું ભવિષ્ય ઘણુ સારૂ રહી શકે છે. 12% GSTથી ગ્રાહકો ગભરાતા હતા, લોકો OC વાળા પ્રોજેક્ટની રાહ જોતા હતા. GSTનો દર 12 થી 5% થતા ગ્રાહકને લાભ થયો છે. સિમેન્ટ પર GST દર ઘટાડવો ખૂબ જરૂરી છે.