બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: સિનિયર લિવિંગ પ્રોજેક્ટની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 10, 2019 પર 17:07  |  સ્ત્રોત : CNBC-Bajar

સિનિયર લિવિંગ પર ખાસ ધ્યાન છે. સિનિયર લિવિંગનાં અલગ ઝોન છે. વરિષ્ઠોની તમામ જરૂરિયાતોનું ધ્યાન છે. ખાસ પ્રકારનો વૉશરૂમ છે. સપોર્ટ સાથેનો શાવર એરિયા છે. સપોર્ટ સાથેનો કમોડ છે. વરિષ્ઠો માટે જમવાની વ્યવસ્થા છે. મેડિકલ સેન્ટરની સુવિધા છે. જીમની સુવિધા છે. વિવિધ પ્રવૃત્તિ માટે ખાસ જગ્યા છે. સરળ પેમેન્ટ માટેની વ્યવસ્થા છે. એનઆરઆઈ બાળકો માટે સિનિયર લિવિંગ રાહત છે.

હુ ઇગ્લેન્ડમાં રહુ છુ, અહી વેકેશનમાં મારા માતા-પિતાને મળવા વેકેશનમાં આવી છુ. નિવૃત્તિ બાદ પણ અમરા માતા-પિતાને દરેક કામ જાતે કરવા પડતા હતા, તે વાતની અમને હંમેશા ચિંતા રહેતી હતી. જ્યારથી તેઓ ઓઝોન અર્બાનાનાં સિનિયર લિવિંગમાં રહેવા લાગ્યા છે અમને સંતાન તરીકે તેમની ચિંતાથી મોટી રાહત મળી છે.


કારણ કે અમે એવા સંતાન છીએ જેઓ દેશમાંજ નથી. અમારા માતા-પિતા જીવન ભર વ્યસ્ત હતા, અમારા માટે..હવે તેઓ વ્યસ્ત છે તેમની પોતાની પ્રવૃત્તિઓમાં. વિદેશમાં રહેતા સંતાન તરીકે જ્યારે અમે એ જાણીએ છીએ કે તેઓ એવી કમ્યુનિટીમાં છે જ્યા તેમનુ 24X7 કોઇ ધ્યાન રાખી રહ્યુ છે, જેનાથી અમને ઘણી રાહત મળે છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે.

431 SqFt વિસ્તારમાં 1 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 7.4 X 8.10 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 8.9 X 8.10 SqFtનો લિવિંગ એરિયા છે. વિડિયોડોર કોલની સુવિધા અપાશે. વીલ ચેર આવી શકે એટલી દરવાજાની પહોળાઇ છે. આખા ઘરમાં એન્ટિસ્કીડ ફ્લોરિંગ છે. A.C માટેનાં તૈયાર પોઇન્ટ આપ્યા છે. લાઇટ, પંખા લગાડીને મળશે. બાલ્કનિની સુવિધા છે. મોસ્કીટો નેટ લગાડીને મળશે.

7.7 X 7 SqFtનું કિચન છે. કેન્ટિનમાં ખાવા-પીવાની સુવિધા છે. જાતે રસોઇ પણ બનાવી શકાય. સુવિધાજનક કિચન બનાવી શકાય. 5 X 2.5 SqFtનો યુટિલિટી એરિયા છે. જરૂરી ઇલેક્ટ્રીક પોઇન્ટ અપાશે. વોટર પ્યુરીફાયર અપાશે.

10 X 13 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. બેઠક વ્યવસ્થા થઇ શકે. TV વોલનું આયોજન કરી શકાય. હવા ઉજાસની વ્યવસ્થા છે. 10 x 5 SqFtનો વૉશરૂમ છે. વીલચેર બાથરૂમમાં લઇ જવાશે. એડજેસ્ટ થઇ શકે તેવા બાથ ફિટિંગ્સ છે. પેનિક વોચ અપાશે. ઇમરજન્સી માટેનો ખ્યાલ છે. સિનિયર સિટિઝન માટેની તમામ વ્યવસ્થા છે.

ઓઝોન ગ્રુપનાં શ્રીનિવાસન સાથે ચર્ચા
ઓઝોન ગ્રુપ સીઈઓ શ્રીનિવાસન ગોપાલનનું કહેવુ છે કે સિનિયર લિવિંગ પર ખાસ ધ્યાન છે. શા માટે છે સિનિયર લિવિંગ જરૂરી? ફસ્ટએડ જલ્દી મળવી જરૂરી. બેંગ્લોરનાં ઘણા લોકો એનઆરઆઈ છે. સિનિયર સિટિઝન માટેની તમામ સુવિધા છે. વરિષ્ઠોની તમામ સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એકલા રહેતા વડીલો માટે ખાસ સુવિધા છે. રોજ-બરોજની તમામ સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અર્બાના સિરિન સિનિયર સિટિઝન માટે ખાસ છે. વરિષ્ઠો માટે ખાસ પ્રવૃત્તિઓનું આયોજન કર્યુ છે.

વરિષ્ઠોની હેલ્થ માટે શું છે ખાસ?
નર્સિંગ હોમની સુવિધા છે. તત્કાલિન સારવાર અહી જ મળશે. મોટી હોસ્પિટલ સાથે ટાઇ-અપ કરાયા છે. એબ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે. દરેક ઘરમાં પેનિક સ્વીચ અપાશે. વરિષ્ઠોને પેનિક વોચ અપાશે. મુવેબલ કમોડ અને વોશબેઝિન છે. સ્ટેન્ડ સાથેનો શાવર છે.

વડિલોને અલગ રાખવાની જરૂર નથી. વડિલોને આપણી સાથે જ રાખવા જોઇએ. અહી વડિલોની સુવિધા પર ધ્યાન અપાયુ. સિરિન અને આઇરિન સિનિયર સિટિઝન પ્રોજેક્ટ છે. 55 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિ રહી શકશે.

સિનિયર સિટિઝન માટે અલગ ક્લબ હાઉસ છે. સિનિયર સિટિઝન તમામ સુવિધા વાપરી શકશે. મેન્ટેન્સ અલગ કંપની કરે છે. ઘર ખરીદવા બાદ સર્વિસ એગ્રીમેન્ટ થશે. રૂપિયા 25-30 હજારમાં દરેક સુવિધા મળશે. ઘરના તમામ કામની પણ વ્યવસ્થા છે. દિકરા 55 વર્ષની ઉંમરનાં હોય તો રહી શકે. ઘર વડિલોને ભાડે પણ આપી શકે. આ મકાનોની ભાડે પણ ઘણ માંગ છે.