બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 11, 2020 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

2019 એ પ્રોપર્ટી માર્કેટને શું આપ્યું? રિયલ એસ્ટેટમાટે 2019 કેટલુ મહત્વનું?


55 ML SqFtની ઓફિસ સપ્લાઇ 2019માં થઇ છે. અમદાવાદ અને હૈદરાબાદ ઓફિસ સ્પલાઇમાં મોખરે છે. ભારત વિશ્વનાં ટોપ-10 ઓફિસ માર્કેટ સપ્લાઇમાં સમાવિષ્ટ છે. નવી આંતરરાષ્ટ્રિય બ્રાન્ડ ભારતમાં આવી છે. IKIA ઓન વીલ્સ રિટેલ મુંબઇમાં શરૂ થયું છે.


રિટેલ સેક્ટર માટે 2019નું વર્ષ ખૂબ સારૂ રહ્યું છે. F&B અને મલ્ટીપ્લેક્સે ઘણી સ્પેસ ઓક્યુપાય કરી છે. 22 MLSqFtની ઇન્ડસ્ટ્રીયલ સપ્લાઇ 2019માં થઇ છે. મિડ સેગ્મેન્ટ અને અફોર્ડેબલમાં માંગ વધી છે. મુંબઇમાં સૌથી વધારે ડિમાન્ડ છે.


2020માં કઇ પ્રોપર્ટી રહેશે ફોકસમાં?


રેસિડન્શિયલ કરતા કમર્શિયલમાં યિલ્ડ સારા રહેશે. રેસિડન્શિયલમાં મિડ અને અફોર્ડેબલમાં સારી માંગ રહેશે.


બજેટથી પ્રોપર્ટી માર્કેટની શું અપેક્ષા?


બજેટમાં ઇનકમ ટેક્સમાં રાહત મળે તેવી અપેક્ષા છે. કોર્પોરેટ ટેક્સમાં રાહત સરકારનું સારૂ પગલું હતુ.


પ્રોપર્ટી માર્કેટનો સેન્ટિમેન્ટ કેવો રહેશે?


2019માં $4.6MNનું સંસ્થાગત રોકાણ આવ્યું છે. 2019માં ભારતમાં FDI વધ્યું છે. બઇમાં BKCનાં પ્લોટનો ઉંચા ભાવે શોદો થયો છે. 2020માં વધુ FDI ભારતમાં આવી શકે છે.


રિટેલમાં ક્યાં માંગ વધી રહી છે?


ભારતમાં હાઇસ્ટ્રીટ બિઝનેસ પણ થાય છે. ગ્લોબલી મોલનો રિટેલ સ્ટોરીમાં ઘણો મોટો ફાળો હોય છે. ભારતમાં રિટેલનાં ગ્રોથનો ઘણો મોટો સ્કોપ છે.


શું રેન્ટલ યિલ્ડમાં વધારો થયો છે?


રેન્ટલ યિલ્ડમાં મોટો વધારો નથી. ઓફિસ રેન્ટલ સપ્લાઇમાં ક્રંચ દેખાય છે.


ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા


ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે. સરકારનો ફોકસ સર્વિસ સેક્ટર પર છે. ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટ ગુજરાતમાં થયા છે. ગુજરાતનું પ્રોપર્ટી માર્કેટ સ્ટેબલ છે. ઓફિસ માર્કેટમાં 3 વર્ષમાં 30%થી વધુ કન્ઝપ્શન થયું છે.


લિક્વિડિટીની સમસ્યાનું સમાધાન ક્યારે?


લિક્વિડિટી ક્રંચ રિયલ એસ્ટેટની સૌથી મોટી સમસ્યા છે. લિક્વિડિટીની સમસ્યા ન હોત 2019માં ઘણો ગ્રોથ થઇ શક્યો હોત. લિક્વિડિટીની સમસ્યા હલ કરવાનાં પ્રયાસ થયા છે પણ નિવારણ નથી થયું. લિક્વિડિટીની સમસ્યા હજી પણ માર્કેટમાં છે.


રિડેવલપમેન્ટ અંગે ચર્ચા


26 ડિસ. 2019એ રિડેવલપમેન્ટનો GR બહાર પડ્યો છે. ગુજરાતમાં રિડેવલપમેન્ટ સરળ બનશે. રિડેવલપમેન્ટ માટે 75% સભ્યોની મંજૂરી જરૂરી છે. 25 વર્ષથી જુની સોસાયટીનું રિડેવલપમેન્ટ થઇ શકશે. અમદાવાદમાં 2000થી વધુ સોસાયટીને રિડેવલપમેન્ટની જરૂર છે. રિપિટ 9 નો ટોપિક અને ગ્રાફિક્સ છે.


આર્કિટેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર રિડેવલપમેન્ટ માટે ફરજીયાત છે. આર્કિટેક્ટના રિપોર્ટ પર રિડેવલપમેન્ટ થશે કે નહી તે નિર્ણય થશે. આ રિપોર્ટ અને શોર્ટ લિસ્ટેડ ડેવલપરની જાણકારી નોટિસ બોર્ડ પર મુકવી ફરજીયાત છે. ગુજરાતમાં ઘણા વિસ્તારમાં FSI વધારાઇ છે. ગુજરાતનાં મોટા શહેરોમાં કોમન GDCR ઇસ્યુ થયો છે. સ્ટેટ GDCRથી ડેવલપમેન્ટમાં ઘણી સરળતા રહેશે.


2020માં પોતાનું ઘર ખરીદવું જોઇએ?


રહેવા માટે ઘર ખરીદવાનો ખૂબ સારો સમય છે. હાલમાં હોમ-લોનનાં વ્યાજદર ઘણા ઓછા છે. મિડ અને અફોર્ડેબલ માટે ઘણો સારો સમય છે. ઘરની કિંમત નીચે જવાની શક્યતા નથી. ગ્રાહકોએ જલ્દીથી ઘર ખરીદવાનો નિર્ણય લેવો જોઇએ. આ વર્ષે નવા પ્રોજેક્ટ લોન્ચમાં ઘટાડો થયો છે. રિડેવલપમેન્ટ માટે સભ્યોએ લોભી ન બનવું જોઇએ. રિડેવલપમેન્ટ માટે યોગ્ય કન્સલટન્ટ પસંદ કરવો ખૂબ જરૂરી છે.