બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: પૂનાનાં પ્રોપર્ટી માર્કેટ અંગેની ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 15, 2018 પર 14:38  |  સ્ત્રોત : CNBC-Bajar

પૂનાનો વિકાસ થતો જાય છે. હિંજેવાડીની આસપાસ ઘણો વિકાસ છે. રાવેત,થકાવડે પર કમર્શિયલ પ્રોજેક્ટ છે. મુંબઇ-પુને એક્સપ્રેસ વે પર વિકાસ છે. લોધાનો મોટો પ્રોજેક્ટ એક્સપ્રેસ વે પર છે. સેકન્ડ હોમ માટે લેવાય છે. લગભગ રૂપિયા 6-7 હજાર/SqFtની કિંમત છે. હાઇવે પર યુનિવર્સિટી પણ આવી છે. સ્ટેડિયમની બાજુમાં પ્રોજેક્ટ આવશે.

લોનાવાલા-ખંડાલાની પ્રોપર્ટી અંગે ચર્ચા
લોનાવાલમાં સેકેન્ડ હોમ લેવાય છે. લોનાવાલામાં ઘણા નવા લોન્ચ થયા છે. મુંબઇ-પૂના હાઇવે પર વિલા પ્રોજેક્ટ છે. રો-હાઉસ અને વિલાની માંગ વધુ છે. લોનાવાલા-ખંડાલામાં કિંમત વધી છે. અફોર્ડેબિલિટી ઘણી વખત સમસ્યા છે. લોનાવાલામાં રૂપિયા 1-1.5 કરોડમાં વિલા છે. ખપોલીમાં નવા પ્રોજેક્ટ છે. ઇમેજીકાની આજુબાજુ ઘણા પ્રોજેક્ટ છે. પાલીમાં ઘણુ ડેવલપ થશે. લેકસિટી નામથી પાલીમાં પ્રોજેક્ટ છે. ખાલાપુરમાં ગોલ્ફકોર્સ પ્રોપર્ટી આવી રહી છે. ઇન્ડિયા બુલ્સ આ પ્રોજેક્ટ લાવશે. એક્સબારિયાનાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે.

પનવેલની પ્રોપર્ટી અંગે ચર્ચા
હિરાનંદાણીનો પનવેલમાં પ્રોજેક્ટ છે. હિરાનંદાણીની મિની સિટી જેવો પ્રોજેક્ટ છે. મોટા પ્રોજેક્ટથી વિસ્તારનો વિકાસ છે. ગોદરેજનો એક પ્રોજેક્ટ પનવેલમાં છે. રૂપિયા 6000 પ્રતિ સ્કેવરફીટની સરેરાશ કિંમત પનવેલમાં છે. રોકાણ માટેની તક છે. પનવેલમાં ઇન્ડિયા બુલ્સ ગ્રીન્સ પ્રોજેક્ટ છે. રી-સેલમાં બની રહી છે ખરીદીની તક. એક્સપ્રેસ વે પર વિકાસની તક છે.


કનેક્ટિવીટીની થોડી સમસ્યા છે. પૂનામાં એન્ડયુઝર માટે સારી તક છે. રોકાણકાર પૂના અને મુંબઇ વચ્ચે ઘર લઇ શકે. પૂનામાં 1 BHk 40 લાખથી શરૂ થશે. પૂનામાં 2 BHK 60 લાખથી શરૂ થશે. અફોર્ડેબલ પ્રોજેક્ટમાં રૂપિયા 30 લાખમાં મળી શકે. રોકાણકાર પ્રોપર્ટી માર્કેટથી દુર થયા છે. વસ્તી વધતા રેન્ટમાં વધારો થશે. કેપિટલ એપ્રિશિયેશનની શક્યાતા વધુ છે.

સવાલ: મારે પિરાંગુટ કે હિંજેવાડીમાંથી કોઇ જગ્યાએ પ્લોટ લેવો છે. મારે પિરાંગુટનાં વિકાસ બાબતે જાણવુ છે અને શું ત્યા રહેવુ સુરક્ષિત છે? આ સિવાય એમણે એમ પણ પુછયુ છે કે એગ્રીકલ્ચર લેન્ડ જેના એનએ માટે એપ્લીકેશન આપી દીધી હોય તો તેના પર બાંધકામ થઇ શકે?

જવાબ: નિરંજન પટેલને સલાહ છે કે પિરાંગુટ હિંજેવાડીની નજીક છે. હિંજેવાડીનો વિકાસ સારો છે. ઘણી બધી આઈટી કંપની આ વિસ્તારમાં છે. હિંજેવાડીથી મુંબઇ સુધી પ્લોટના વેચાણ પિરાંગુટનો વિકાસ થશે. પ્લોટ લેતા પહેલા પુરતી તપાસ કરવી. પ્લોટ NA છે કે નહી તે જોઇ લેવું. પ્લોટ RERAમાં પણ રજીસ્ટર નથી હોતા. લોન માટે અપુર્વ હોય તેવા પ્લોટ ખરીદી શકાય.