બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ પર જીએસટીની સમજ

ના રોજ પ્રકાશિત Sat, 30, 2019 પર 14:26  |  સ્ત્રોત : CNBC-Bajar

અન્ડર કંશટ્રકસન પ્રોપર્ટી પર જીએસટી 12% થી 5% કરાયો છે. અફોર્ડેબલ પ્રોપર્ટી પર જીએસટી 1% કરાયો છે.

નિરંજન હિરાનંદાણીનાં મતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ બાબતે ઘણી મુંઝવણો હતી. ટ્રાન્ઝીસન ફેઝ માટે જુના રેટ ચાલુ રાખવાનો વિકલ્પ અપાયો. 1 એપ્રિલ પછીનાં સેલ્સ પર ઘણો લાભ મળશે. નવા જીએસટી દર 1 એપ્રિલથી લાગુ થશે. ઓસી સાથે 0 જીએસટી હોવાથી લોકો ઘર લેવાનો નિર્ણય મોડો કરતા હતા. નવા જીએસટી દર લાગુ થતા અન્ડર કંશટ્રકસનનાં સેલ્સ વધશે.

સમગ્ર દેશમાં પ્રોપર્ટીનું વેચાણ વધશે. અફોર્ડેબલ હોમ્સનું વેચાણ વધુ વધશે. રિડેવલપમેન્ટ માટે જીએસટી પર ક્લેરિફિકેશનની જરૂર છે. ટ્રાન્ઝીસન ફેઝમાં ઘણી મુંઝવણો છે. રિયલ એસ્ટેટને લિકવિડીટીની સમસ્યા છે. બેન્ક ડેવલપર્સને વધુ પૈસા નથી આપી શકતા નથી. રિયલ એસ્ટેટમાં લિક્વિડિટી વધારવાની જરૂર છે.

એનપીએને એક વાર રોલ ઓવર કરવાની જરૂરિયાત છે. ગ્રાહકોને હોમ લોન માટે સમસ્યા નથી. ડેવલપરને લિક્વિડિટીની સમસ્યા છે. જીએસટી દર ઘટવાથી માર્કેટમાં ઉત્સાહ છે. લોકો ઘર ખરીદવા માટે ઘર જોઇ રહ્યાં છે. 1 એપ્રિલ પછી વેચાણનાં આંકડા વધશે.

પ્રણય વકીલનાં મતે ડેવલપર પ્રોજેક્ટ પ્રમાણે બે માથી એક જીએસટી રેટ પસંદ કરી શકશે. 12% જીએસટી પર ઇનપુટ ક્રેડિટ મળશે. ડેવલપરે ઇનપુટ ક્રેડિટ ગ્રાહકને પાસ ઓન કરવી પડશે. 5% જીએસટી પર ઇનપુટ ક્રેડિટ નહી મળે. ગ્રાહકે બન્ને પ્રાઇસને કંપેર કરવી પડશે. જો ડેવલપર પ્રાઇસ ઘટાડી આપે તો જ ગ્રાહક જુના રેટ પર જીએસટી આપવા તૈયાર થશે.

જ્યા સુધી બે પ્રાઇસ ન હોય તો ગ્રાહક સરખામણી ન કરી શકે. એન્ટીપ્રોફિટરિંગનાં કાયદા મુજબ ડેવલપર ઇનપુટ ક્રેડિટ પર નફો ન કરી શકે. 15% કમર્શિયલ હોય તો પ્રોજેક્ટ રેસિડન્શિયલ ગણાશે. આવા પ્રોજેક્ટને 80IB અને અફોર્ડેબલનાં લાભ મળશે. અફોર્ડેબલ હાઉસની વ્યાખ્યા પર ક્લેરીફિકેશન જરૂરી હતુ. પ્રોજેક્ટમાં 15% થી ઓછી દુકાનો હશે તો જ રેસિડન્શિયલનાં લાભ મળશે.

ચાલુ પ્રોજેક્ટ હોય તેવા ડેવલપરને થોડી સમસ્યા છે. ઇનપુટ ક્રેડિટ લેવા માટે મટીરયલ જીએસટી રજીસ્ટર સપ્લાયર પાસે લેવુ પડશે. આમ ન થાય તો ઇનપુટ ક્રેડિટ મળશે નહી. 5000/સ્કેવેરફુટ સુધીની કિંમત પ્રમાણે ખરીદી કરનાર માટે 5% જીએસટી વધુ લાભદાયક છે. ઇનપુટ ક્રેડિટ કોસ્ટ પર મળશે સેલ પ્રાઇસ પર નથી.